________________
(૧૨)
ધણીપણાતા ગુતાઓ
ગુનેગાર નથી તે ધણી ખરો, ગુતામાં આવ્યો તો થયો મરો !
આ જ્ઞાન લીધેલું હોય પછી મતભેદ ઊભા થાય જ નહીં એવું છે.
જ્ઞાન લીધાં પછી આજ્ઞાઓ પાળતા નથી. આજ્ઞાઓ ના પાળે છતાં એ
ધણીને હેલ્પ કરે. તે કેટલું હેલ્પ કરે ? જે કરોડો અવતાર થવાના હતા, તેને બદલે અમુક અંશે અવતાર ઓછા થઈ જાય.
આમ તો ડાહ્યા છો ને પાછાં ઘેલા થાવ છો ? પછી બઈ શું કહેશે ? તમારામાં મેં વેત્તા ના દીઠા ! ત્યારે આપણે કહીએ, બેસને બા આજ મને જંપવા દે ને, મને ભક્તિ કરવા દે ને ?” પણ તોય પેલી કહેશે, તમારામાં વેત્તા ના દીઠા !’ ‘અલ્યા, કેમના વેત્તાં મારા જુએ છે તું તો ?’ એવું પછી કહે કે ના કહે ? આપણે ગુનામાં આવ્યા એટલે ના કહે ? આપણું ધણીપણું ક્યાં સુધી રહે ? આપણે ગુનામાં ના આવીએ ત્યાં સુધી અને ગુનામાં આવ્યા એટલે ધણીપણું ઊડી જાય. એટલે આપણે બધી જવાબદારી સમજવી પડે.
એક બેનને તો ફરિયાદ કરવા એનો ધણી તેડી લાવ્યો, કે તું દાદાની પાસે ફરિયાદ કર બધી. મારો કેસ આખો નીકળી જાય. બેનને મેં પૂછ્યું, શું છે બેન, તારે કહેને હકીકત ! એના તરફનો ઝઘડો છે ? ત્યારે કહે, ધણીપણું રોજ બજાવે છે. કહે છે, આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું ને આખો દહાડો. હવે ઘર હું ચલાવું છું, પાંચ છોકરાનું હું ચલાવું છું, એમને જગાડું છું, કરું છું. તોય આખો દહાડો ધણીપણું બજાવે છે ! તેમાં મન-વચન-કાયાથી અમારે કોઈ સંબંધ નથી દશ વર્ષથી અને પાછો ધણીપણું બજાવે છે. એટલે
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પછી મેં પેલાને ઝાલ્યો બરોબર. બરોબર ધૂળધાણી જ કરી નાખ્યો. એ ધણીપણું કરે એ ના હોવું જોઈએ. મેં ધણીને એની ભૂલ દેખાડી દીધી. ધણીપણું ક્યારે કહેવાય ? મન-વચન-કાયાનો પાશવતાનો સંબંધ હોય ત્યારે. એ તો એને છે નહીં ? તો પછી ધણીપણાની તો એને લેવાદેવા જ નહીં ને !
૨૨૮
પાશવતા હોય ત્યાં સુધી ધણીપણું. પછી આવતા ભવનો હિસાબ આવી જાય તે પછી !
પ્રશ્નકર્તા : એ શું થાય ?
દાદાશ્રી : વેર બંધાય. કોઈ સ્ત્રી દબાયેલી રહેતી હશે ઘડીવાર ? ના છૂટકે, સમાજની આબરૂને લીધે રહે. તે આવતા ભવે તેલ કાઢી નાખે. અરે, સાપણ થઈને કૈડે.
ધણી થવાનો વાંધો નથી પણ ધણીપણું બજાવવામાં વાંધો છે. પણ આ તો ધણીપણું બજાવે છે. કહેશે, શું સમજે છે તું ? અલ્યા મૂઆ, ગુનેગાર છે આ ? ગુનેગારનેય એવું ના બોલાય. સરકારનો કાયદો એવો કર્યો છે કે અત્યારે ગુનેગારનેય બહુ આવું કરશો નહીં કે શું સમજે છે તારા મનમાં ? અને કેવા કેવા શબ્દો બોલે છે ! એ તો હું બોલતો નથી, મને આવડેય નહીં, અત્યારે તો નહીં આવડતા. અત્યારે મારી ભાષા બધી બદલાઈ ગઈને. હવે પેલા ભારે શબ્દો મને ના આવડે.
લડે-વઢે છતાં જ્ઞાત હાજર, આજ્ઞા સમભાવે તિકાલ કર !
એટલે એક ભઈ કહેતા'તા. મને કહે છે, વાઈફ જોડે મારે સાત કલાક સુધી છે તે વાયુદ્ધ ચાલ્યું. સવારથી ચાલ્યું, વઢવઢા, તે સાત કલાક સુધી ચાલ્યું પણ મોઢે વાયુદ્ધ, પછી છેલ્લા આઠમા કલાકમાં કાયાયુદ્ધ ચાલુ થઈ ગયું. એણે મારા વાળ ઝાલ્યા ને મેંય આપવા માંડી. તે એય આ વાળ ખેંચીને તેલ કાઢવા માંડી. શું કહે છે ? કાયાયુદ્ધ એક કલાક બધું ! આઠ કલાક આમાં ને નવમાં કલાકમાં તો અમે બે સાથે ચા પીતા'તા, કહે છે. કહે છે અક્રમવિજ્ઞાનનેય ધન્ય છે !