________________
(૧૧) શંકા બાળે સોનાની લંકા
૨૨૫
૨૨૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
નાખે. સામાનું જે થવાનું હોય તે થાય, પણ આપણને તો એ શંકા જ મારી નાખે. કારણ કે એ શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે ? માણસ મડદાની જેમ જીવતા હોય તેના જેવું થાય.
એટલે કોઈ પણ વાતમાં શંકા ના કરે તો ઉત્તમ છે. શંકા તો જડમૂળથી કાઢી નાખવાની. વ્યવહારમાંય શંકા કાઢી નાખવાની છે. શંકા ‘હેલ્પ' નથી કરતી, નુકસાન જ કરે છે. અને આ રિસાવું એય ફાયદો નથી કરતું, નુકસાન જ કરે છે. કેટલાક શબ્દો એકાંતે નુકસાન કરે છે. એકાંત એટલે શું ? લાભાલાભ હોય તો ઠીક છે વાત. પણ આ તો એકાંતે અલાભ જ બધો એવા ગુણો (!) કાઢી નાખેને તો સારું.
પત્ની મોડી તોય ન કર શંકા,
પટાવી લે તહીં તો જશે લંકા ! અને આ લોક તો ‘વાઈફ’ સહેજ મોડી આવે તોય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું પડે ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઈફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું ?
પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું ? દાદાશ્રી : તો પછી શું કરવું ?
પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો એ જે કરે તે ‘વ્યવસ્થિત'.
દાદાશ્રી : હા, બરોબર છે. તમારી ‘વાઈફ' ઉપર ને ઘરમાં કોઈની ઉપરેય તમને શંકા હવે બિલકુલ થાય નહીંને ? કારણ કે આ બધી ‘ફાઈલો” છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે. અને આપણે તો મોક્ષે જવું છે !
શંકાનો અર્થ શો ? લોકોને દૂધપાક જમાડવો છે એ દૂધપાકમાં એક શેર મીઠું નાખી દેવું, એનું નામ શંકા. પછી શું થાય ? દૂધપાક ફાટી જાય. એટલી જવાબદારીનો તો લોકોને ખ્યાલ નથી. અમે શંકાથી તો બહુ છેટા રહીએ. વિચાર આવે અમને બધી જાતના મન છે તે વિચાર આવે, પણ શંકા ના પડે. હું શંકાની દૃષ્ટિથી કોઈને જોઉં તો બીજે દહાડે એનું મન મારાથી જુદું પડી જાય, એનું મન જ જુદું પડી જાય મારાથી !
એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી