________________
(૧૧) શંકા બાળે સોનાની લંકા
૨૨૩
૨૨૪
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.’ એટલે એ તમને ‘સિન્સિયર' રહે, બહુ ‘સિન્સિયર’ રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દૃષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ ‘સેઇફસાઈડ’ રહે.
વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ? અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈયે ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા દૈડિયા તો એવું કહેતા કે “ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.’ આવું શાના માટે કહેતા ? કે જો વહુ બહુ રૂપાળી હશે તો કોક નજર લગાડશે. એના કરતાં આ વહુ જરા કદરૂપી સારી, જેથી કોઈ નજર બગાડે નહીં ને ! આ વૈડિયા બીજી રીતે કહેતા હતા, એ ધર્મની રીતે નહોતા કહેતા. હું ધર્મની રીતે કહેવા માંગું છું. વહુ કદરૂપી હોય તો આપણને કોઈ ભો જ નહીં ને ! ઘેરથી બહાર નીકળ્યા તોય કોઈ નજર બગાડે જ નહીં ને ! આપણા દૈડિયા તો બહુ પાકા હતા. પણ હું જે કહેવા માંગું છું તે એવું નથી, એ જુદું છે. એ કદરૂપી હોય, તે આપણા મનને બહુ હેરાન ના કરે. ભૂત થઈને વળગે નહીં,
લોક તો “હૉટલ' દેખેં ત્યાં “જમે',
ચારિત્ર ન ખોળ, ચિત્ત તો ભમે ! આ લોક તો કેવાં છે કે જ્યાં ‘હૉટલ’ દેખે ત્યાં ‘જમે'. માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હૉટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષેય એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે. પાછું સામા પુરુષને એવું નથી કે મારી સ્ત્રી શું કરતી હશે ? એ તો એમ જ જાણે કે મારી સ્ત્રી તો સારી છે. પણ એની સ્ત્રી તો એને પાઠ ભણાવતી હોય ! પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે ! તો પણ સ્ત્રીઓ જીતે છે. કેમ કે આ પુરુષોને કપટ નહીં ને ! તેથી પુરુષ સ્ત્રીઓથી છેતરાઈ જાય.
એટલે જ્યાં સુધી ‘સિન્સિયારીટી-મોરાલિટી’ છે ત્યાં સુધી સંસાર
ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની ‘વાઈફ'ની વાત કહી દઉં તો કોઈ પોતાની ‘વાઈફ’ પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશુંય કહું-કરું નહીં. જો કે પુરુષેય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન. બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.
એટલે શંકાથી જ જગત ઊભું રહ્યું છે. જે ઝાડને સૂકવવાનું છે, તેને જ શંકા કરીને પાણી છાંટે છે ને તેનાથી વધારે ઊભું થાય છે. એટલે કોઈ જાતની શંકા કરવા જેવું આ જગત નથી.
- હવે તમને બીજી કોઈ સંસારની શંકા પડે છે ? તમારી વાઈફ’ બીજા કોઈની જોડે બાંકડે બેઠી હોય અને તે છેટેથી તમને જોવામાં આવે તો તમને શું થાય ?
પ્રશ્નકર્તા: હવે કશું ના થાય. થોડી આમ ‘ઇફેક્ટ’ થાય, પછી કશું ના થાય. પછી તો ‘વ્યવસ્થિત' છે અને એ ઋણાનુબંધ છે, એમ ખ્યાલ આવી જાય.
દાદાશ્રી : કેવા પાકા છે ! ગુણાકાર કેટલો બધો છે ! અને શંકા તો ના થાય ને ?
પ્રશ્નકર્તા : ના થાય, દાદા.
દાદાશ્રી : નહીં તો હવે ત્યાં આગળ એ વહેમ પેસી ગયો, તો એ વહેમ બહુ સુખ આપે, નહીં ?
પ્રશ્નકર્તા : અંદર કીડા જેવું કામ કરે, કોતર્યા કરે.
દાદાશ્રી : હા, જાગ્રતકાળ બધોય એને કરડી ખાય. ટી.બી.નો રોગ, ટી.બી. તો સારો કે અમુક કાળ સુધી જ અસર કરે, પછી ના કરે. એટલે આ શંકા એ તો ટી.બી.નો રોગ છે. એ શંકા ઉત્પન્ન થઈ ગઈ એને ટી.બી.ની શરૂઆત થઈ ગઈ. એટલે શંકા કોઈ રીતે ‘હેલ્પ’ કરે નહીં. શંકા નુકસાન જ કરે. એટલે શંકા તો મૂળમાંથી એ ઊગે ત્યારથી જ બંધ કરી દેવી, બારી પાડી દેવી. નહીં તો ઝાડ રૂપે થાય એ તો !