________________
(૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ...
૨૩૩
૨૩૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
થઈ જાય.
તે અમારો એક ભત્રીજો હતોને, તે છત્રીસ વર્ષનો થઈને મારી પાસે આવ્યો અને હું એના કરતાં ૨૦ વર્ષે મોટો ને મને કહે છે, મારી બા અન્યાયી છે. એટલે પછી મેં કહ્યું, તારી માએ તને નવ મહિના પેટમાં રાખ્યો'તો. અને પછી અઢાર વર્ષ પાછળ કુરકુરિયું ફેરવે એમ ફેરવ્યો, એટલે આજ તારી મા ખરાબ છે ને તારી પત્ની સારી છે એમ ? મૂઆ, ફેરવ્યો હશે કે નહીં અઢાર વર્ષ ? વહુની વાત સાચી ? પછી દૃષ્ટિ ફરી ગઈ. આ મારો શબ્દ કડક સાંભળ્યોને, દૃષ્ટિ ફરી ગઈ પછી. ચાર-પાંચ ફેરે કહ્યું, મારા બા એવા નથી. આ તો ઘેન ચઢયો'તો વહુનો. વહુનો ઘેન ચઢે ! અને વહુના ઘેનમાં છે તે તુલના કરવા બેઠા. આ રોગ કાઢવા માટે કહું . વહુના ઘેનમાં માને ખરાબ કહે છે. વહુનું ઘેન ચઢે કે ના
પ્રશ્નકર્તા : વાઈફ એમ કહે કે તમારા પેરેન્ટસને આપણી સાથે નથી રાખવાનાં કે નથી બોલાવવાનાં, તો શું કરવું ?
દાદાશ્રી : તો સમજાવીને કામ લેવું. ડેમોક્રેટીક રીતે કામ લેવું. એના પેરેન્ટસને બોલાવવામાં ખૂબ સેવા કરી આપવી.
પ્રશ્નકર્તા : મા-બાપ ઘરડાં હોય, મોટી ઉંમરના વડીલ હોય, એક તરફ મા-બાપ છે અને બીજી તરફ વાઈફ છે તો એ બન્ને વચ્ચે પહેલી વાત કોની સાંભળવી ?
દાદાશ્રી : વાઈફની જોડે એવો સરસ સંબંધ કરી દેવો કે વાઈફ આપણને એમ કહે કે તમારાં મા-બાપનું ધ્યાન રાખો ને ! આમ શું કરો છો ? એ વાઈફ પાસે મા-બાપનું જરા અવળું બોલવું. આપણા લોક તો શું કહે ? એ મારી મા જેવી કોઈની મા નથી. તું બોલ બોલ ના કરીશ. પછી પેલી અવળી ફરે તો આપણે કહીએ, માનો સ્વભાવ આજથી એવો જ થઈ ગયો છે. ઇન્ડિયન માઇન્ડ અવળું ફરવાની ટેવ હોય, ઇન્ડિયન માઇન્ડ છે.
વહુને ગુરુ કરે ત્યાંથી ફેર,
વહુ મીઠી તે મા કડવી ઝેર ! તું જાણે છે કે લોકો વાઈફને ગુરૂ કરે એવા છે ? પ્રશ્નકર્તા : હાજી, જાણું છું.
દાદાશ્રી : તે ગુરુ કરવા જેવું નથી, નહીં તો મા-બાપ ને આખું કુટુંબ મુશ્કેલીમાં મૂકાય. અને ગુરુ કર્યા એટલે પોતેય મુશ્કેલીમાં મૂકાય. એનેય રમકડું તરીકે રમવું પડેને ? પણ મારી પાસે આવેલાં ને એવું ના બને. મારી પાસે ઓલ રાઈટ ! હિંસક ભાવ જ ઊડી જાય ને ! હિંસા કરવાનો વિચાર જ ના થાય. કેમ કરીને સુખ આપવું એ જ વિચાર થાય.
પ્રશ્નકર્તા : એની અસર નવી આવનાર પર પણ થાય ને ? દાદાશ્રી : હા, એને જો સંસ્કાર લાગે તો બધું સુધરી જાય, ફેરફાર
એ છોકરાએ પછી ચાર વર્ષે આવીને પછી મને કહે છે, મારી ભૂલ હતી તે દહાડે. હવે મને લાગ્યું કે મારી મધર એવાં નથી. ઘેન ઉતારી દીધું હડહડાટ, મારી ઠોકીને. ૩૬ વર્ષનો ને બી.કોમ. થયેલો મોટો ઑફિસર. અને મારાં પત્ની ઊભાં હતાં ને મેં એને આમ કહ્યું, તે મારાં પત્ની કહે, ના કહેવાય, આવું ના કહેવાય. શું કહેવાય ત્યારે ? એનો રોગ ના કાઢીએ તો પછી હું એનો દાદા ગણાઉં ? દાદો થયેલો છું. તે કેવો પણ શબ્દ બોલ્યો, આવું ? કોઈ આવો નાગો શબ્દ બોલ્યું હશે, કે નવ મહિના તો તારી માએ પેટમાં રાખ્યો એ હું જાણું છું ? એવુ મોઢે કહ્યું પાછું. રોગ નીકળી ગયો ! ઘેન ઊતરી જાયને ! ઘેન ઊતારવા માટે અમારા કડક શબ્દો હોય છે. આ કડકાઈમાં બીજું કશું નહોતું, ઘેન ઊતરવા માટેની આ દવા છે. નવું ઘેન, ઘેન, ઘેન !
આ પહેલેથી જ છે એ જ બોલું છું. અત્યારે સાપેક્ષ બોલું તો લોકો સમજતા નથી, ભાન જ નથી ત્યાં આગળ. એક માણસ તો એની વાઈફ જતી હતી, તે પાછળથી કહે છે, “અરે બા, અહીં પાછા આવો, બા પાછા આવો.” કહ્યું, ‘અલ્યા, આ વહુ છે તારી !” કારણ કે સાડી એવી દીઠી કે એના મનમાં જાણે કે આ મારી બા જ જાય છે, એવું આ જગત છે.