________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...
૨૧૧
૨૧૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : ચલણ છોડી દે તોય ઉપાધિ.
દાદાશ્રી : બધાં કલ્પનાનાં જાળાં શું કરવા વીંટો છો ? આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જે પોતાનું ભવિષ્ય સમજી શકે. અમથા ભવિષ્યની કલ્પનાઓ કર્યા કરે કે “આમ થઈ જશે ને આમ થઈ જશે તો ?” જો ને તો શબ્દ વાપરશો નહીં. આ બે શબ્દો કેટલાંય વર્ષોથી મેં મારી ડિક્શનરીમાંથી કાઢી નાખેલા છે.
હીરાબા મને કહે છે, ‘તમે બધાને આપી દો છો.” કહ્યું, લ્યો કૂંચી તમારી પાસે રાખો. એટલે મારે આપી ના દેવાય. આપણે તો આપી દઈએ. આપણા તો હાથમાં રહે નહીં. કશુંય ના રહે ! આપણને જોઈતુંય નથી કશું. આ દેહેય ભૂલાડવાનો જ છે. પણ સારા કામમાં ભેલાડાઈ જાય તો બહુ સારું.
પ્રશ્નકર્તા ઃ એમ જ થઈ રહ્યું છે ને ?
દાદાશ્રી : હા, એમ જ થઈ રહ્યું છે. નહીં તો બીજા રસ્તે તો ભલાડાઈ જવાનો જ છેને. બગીચામાં બેસશે, ત્યાં આગળ વાતો કરશે, પેપરો વાંચશે, ગપ્પાં મારશે. આમ ને આમ તો ભેલાડાઈ જવાનો જ છેને! સારે રસ્તે ભેલાડાઈ જાય તો બહુ સારું.
ઘરમાં અમે હીરાબાતા ગેસ્ટ,
ગેસ્ટ તરીકે જીભે ખરો ટેસ્ટ ! અમારું ચલણેય નથીને ઘરમાં ! એવું ચોખ્ખું જ કહી દીધેલું એટલે પછી કોઈ ચાય માંગે નહીંને ! અને હીરાબાને ચા પાવી હોય તો પાય ને જમાડવા હોય તો જમાડે, એમાં અમારે શું ? લેવાય નહીં ને દેવાય નહીં. અને હીરાબાને કહું છું, ‘અમે તમારા ગેસ્ટ, અનઇન્વાઇટેડ ગેસ્ટ' (વણનોતરેલા મહેમાન) ! ઘર અમારું હોય તો મહેમાનોને મારે સાચવવા પડે ને એટલે ‘પછી આપણે જરા શીરો બનાવજો, ફલાણું બનાવજો” કહેવું પડે. અને આ ચલણ જ નથી રહ્યું એટલે પછી તે શીરો ખવડાવે કે લાડુ ખવડાવે કે રોટલા ખવડાવે, આપણે એમાં ભાંજગડ જ નહીં ને ! અમને ખરા દિલથીય નહીં, દિલથી તો કેટલાય કાળથી વોસરાવી દીધેલું. આ ડખો જોઈએ જ
નહીં ! આખું રાજ આપે તોય અમને કામનું નથી, એવું કેટલાય વખતથી બેસી ગયેલું. અમારે આ મહીંલી બધી સાહેબી ! કેવી સરસ સાહેબી !
પ્રશ્નકર્તા : પણ આ ખરું, એક વખત એવું જો સમજાઈ જાય કે ચલણ ના રાખવું અને નથી ચલણ તો બહુ છુટકારો થઈ જાય.
દાદાશ્રી : છુટકારો તો જ થાય, નહીં તો છુટકારો થાય નહીં. આ જ્ઞાની પુરુષના એક એક અભિપ્રાય જો લેવામાં આવે તો છૂટકો જ છે. અહીં સંસારમાં રહ્યા મુક્ત જ છે એવા એમના અભિપ્રાય હોય એક-એક ! ના-ચલણી નાણું !!
ઘરમાં ‘ગેસ્ટ’ તરીકે રહો. અમેય ઘરમાં ‘ગેસ્ટ’ તરીકે રહીએ છીએ. કુદરતના ‘ગેસ્ટ’ તરીકે તમને જો સુખ ના આવે તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ? જેના ‘ગેસ્ટ’ હોઈએ ત્યાં આગળ વિનય કેવો હોવો જોઈએ ? હું તમારે ત્યાં ગેસ્ટ થયો તો મારે ‘ગેસ્ટ’ તરીકેનો વિનય ના રાખવો જોઈએ ? તમે કહો કે “તમારે અહીં નથી સુવાનું, ત્યાં સુવાનું છે' તો મારે ત્યાં સૂઈ જવું જોઈએ. બે વાગે જમવાનું આવે તોય શાંતિથી જમી લેવું જોઈએ. ઘરમાં ડખો કરવા જાય તો તમને કોણ ઊભું રાખે ? તમને બાસુંદી થાળીમાં મૂકે તો તે ખાઈ લેજે. ત્યાં એમ ના કહેતો કે “અમે ગળ્યું નથી ખાતા.” જેટલું પીરસે એટલે નિરાંતે ખાજે, ખારું પીરસે તો ખારું ખાજે. બહુ ના ભાવે તો થોડું ખાજે, પણ ખાજે ! ‘ગેસ્ટ'ના બધા કાયદા પાળજે. ગેસ્ટને રાગ-દ્વેષ કરવાના ના હોય, ‘ગેસ્ટ' રાગ-દ્વેષ કરી શકે ?
જેને ત્યાં ‘ગેસ્ટ’ તરીકે રહ્યાં હોઈએ, તેને હેરાન નહીં કરવાના. અમારે બધી જ ચીજ ઘેર બેઠાં આવે. સંભારતાં જ આવે અને ન આવે તો અમને વાંધો નથી. કારણ કે ત્યાં “ગેસ્ટ’ થયા છીએ. કોને ત્યાં ? કુદરતને ઘેર ! કુદરતની મરજી ના હોય તો આપણે જાણીએ કે આપણા હિતમાં છે અને મરજી એની હોય તોય આપણા હિતમાં છે. આપણે જ્યાં ત્યાંથી ઉકેલ લાવવાનો છે. આપણે કુદરતના ‘ગેસ્ટ' છીએ, નથી કોઈના ધણી કે નથી કોઈના ભાઈ કે નથી કોઈના બાપ ! “ગેસ્ટ’ તો શું કરે ? એમ ના કહે કે આજે કેમ વેઢમી ના કરી ? કેમ આજે બટાકાનું શાક