________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં....
૨૧૩
(૧૧) શંક બાળે સોનાની લંકા
ના કર્યું ? એવું બોલે ? અને પેલા પૂછે તો શું કહીએ કે બહુ સારું છે, બહુ સારું છે. જો નાટક કરે છેને, કે સાચું બોલતો હશે ? એ જાણે કે આપણે અહીં તો ગેસ્ટ છીએ એટલે આપણે શું ? માથે પડેલા છીએ. એટલે એ જે આપે છે એ જ ઉપકાર છે ને ! તેવી રીતે કુદરતના ગેસ્ટ છે. તે એને કુદરત બધું સપ્લાય કરે છે. આ હવા, પાણી એ બધું કુદરત સપ્લાય કરે છે. કુદરત જો એનું સપ્લાય બંધ કરી દેને તો બધું જગત ખલાસ થઈ જાય. ત્રણ કલાક જ જો હવા બંધ કરી દેને તો બધાં જીવડાં ખલાસ થઈ જાય ! કંઈ દુકાળ પાડવાનીય જરૂર નથી. ફક્ત હવા જ બંધ કરી દેને ! એટલે આપણે ‘ગેસ્ટ' છીએ, ગેસ્ટ કઢી હલાવવા ના આવે. તારે તો ગેસ્ટ રૂમમાં જ બેસવાનું હોય, તોય આ રસોડામાં જાય, તે ઘરના માણસ સમજી જાય કે આ યુઝલેસ ગેસ્ટ છે. એટલે ગેસ્ટ રૂમમાં બેસી રહે, જમવા બોલાવે તો જાય ને ના બોલાવે તો ના જાય. પછી ભુખ લાગી હોય તોય બેસી રહે, ગેસ્ટ કેવું વર્તન કરે એવું એનું વર્તન હોય.
પ્રશ્નકર્તા : પણ અમારે બૈરાંઓને એવું ગેસ્ટ જેવું ના ચાલે ને ? અમારે તો રસોડામાં બધુંય કરવું પડે.
દાદાશ્રી : હા, કરવું પડે, પણ આપણે તો ‘ગેસ્ટ’ છીએને, કરવું પડે એ તો કુદરત કરાવડાવે છે, પણ આપણે તો ગેસ્ટ છીએ ! કુદરત સંડાસ કરાવડાવે તો જ સંડાસ જઈએને. અને અહીંથી ખસે નહીં તો ? તો કોઈ જાય જ નહીં. એટલે એ જેટલું કરાવડાવે એટલે આપણે કરવાનું.
અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય. ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય. ગેસ્ટને શું? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે, ઘી બગાડી ગયું. ત્યારે ગેસ્ટ કહેશે, અરે, બહુ ખોટું થયું. એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે બહુ ખોટું થયું. નહીં તો આપણે કહીએ કે સારું થયું તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે.
શંકાથી ભડક ઘરસંસારે,
મારાપણાથી માલિકી સંવારે ! ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. આ કેવું છે કે શંકાથી પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને નિઃશંક થયે જ છૂટકો. મા-બાપોની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકના સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઈએ. આ શંકા કાઢે કોણ ? આપણું આ ‘જ્ઞાન’ તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે !
પ્રશ્નકર્તા : શંકાશીલ ક્યારે થવાય ? એવી કઈ વસ્તુ છે કે જેને લીધે શંકા ઉદ્ભવે છે ?
દાદાશ્રી : પોતાની માની છે એટલે અને પોતાની ના માને તો પછી શંકા છે જ નહીં. પોતાની કેમ માની, માટે શંકા ઉત્પન્ન થાય !
પ્રશ્નકર્તા : એ શંકા તો બીજા માટે જ થાયને, પોતાના ઉપર ના થાયને !
દાદાશ્રી : બીજા માટે થાય જ નહીં, પણ શંકા કરવાનું કારણ જ નથી. આ તો મારું માન્યું તેથી શંકા થાય છે. ‘મારું’ છે નહીં ને માનીએ એટલે શંકા થાય.