________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં....
૨૦૯
૨ ૧૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : પણ આમાં હીરાબાને કંઈ છેતરવાના છે ? અને મારી આબરૂ તો ગયેલી જ છે. હવે ક્યાં મારી બીજી જવાની છે આબરૂ ? છે જ ક્યાં આબરૂ તે ? સામાને આનંદ શી રીતે થાય એ અમારો ધર્મ, બીજું બધું આ લોક વ્યવહારમાં શું કહેશે, એ અમારે કશું જોવાનું નહીં. લોક વ્યવહારમાં તો બધું કહેતા જ આવ્યા છેને, ક્યાં નથી કહેતા કે આવા છે તેવા છે, ના કહે ? સારું કહીએ તોય ઊંધું કહે છે લોક તો, એવું નથી કહેતા ? એટલે આપણે સામાને આનંદ કેમ થાય એ જોઈએ છે.
પ્રશ્નકર્તા : નિર્દોષ આનંદ.
દાદાશ્રી : હા અને હીરાબા એ પોતે નિર્દોષ માણસ. ખરાબ વિચાર તો કોઈને માટે આવેલો નહીં એમને.
એવું છે હીરાબાને વખાણે તો એ બહુ થઈ ગયું. મને નહીં વખાણો તો ચાલે. એ વખાણવા જેવાં છે. ઝવેરબા (દાદાનાં મધર) હતાં પછી એ હતાં, તો ઘરમાં સાચવ્યું એમણે. બાના જેવી ખુરશી એમણે સાચવી. પછી હવે આપણે બીજું શું સાચવીએ ? કોઈને વસ્યા નથી, કોઈને દુ:ખ દીધું નથી. કોઈને આઘુંપાછું નથી કર્યું. જ્યાં સુધી ખાવાનું કરતા હતા, બધાને સારી રીતે ખવડાવ્યું. પછી ના થયું ત્યારે છોડી દીધું. કોઈ મહેમાનને તરછોડે નહીં. થતું હતું ત્યાં સુધી કર્યું છે બધું. પછી હવે થાય નહીં. ત્યારે હવે શી રીતે ચા-પાણી થાય છે ?
એ કહેય ખરાં મને કે ‘તમારા કરતાં લોકોનો મારા પર વધારે ભાવ છે.’ મેં કહ્યું, ‘હા. તેથી તો તમારા લીધે મારો ભાવ છે ને.’ કારણ કે આપણા લોકોય કહેને, બા, તમારી વાત તો જુદી. એટલે બા માની લે બિચારાં. સીધા સરળને !
અમારા એક ભત્રીજા આવ્યા. તે આ હીરાબા એમનાં કાકી થાય. ‘કાકી, મારા કાકાને તમે મોક્ષે લઈ જશો. એવાં કાકી છો !' એવું કહે એટલે હીરાબા મને કહે, ‘જુઓ લોકો તો મને એવું કહે છે.” મેં કહ્યું, ‘હા, તમારા લીધે તો મારો મોક્ષ થવાનો છે.’ એમાં મારે શું વાંધો છે ?
પ્રશ્નકર્તા ઃ તમારે લીધે મારે મોક્ષે જવાનું છે એવું આપ બોલી શકો,
મારાથી એવું ના બોલી શકાય.
દાદાશ્રી : એ તો એવું છેને, આવું ના બોલીએ ત્યાં સુધી શક્તિ આપણામાં આવે નહીં ને ! પછી અમારા ભત્રીજાએ એવું કહ્યુંને કે, અમારાં કાકી મોક્ષે જવાનાં ને તે તમને મોક્ષે લઈ જશે. ત્યારે મેં કહ્યું, બહારની દુનિયામાં પૂછી આવો કે આવાં કાકી મળે ? એ કહે છે પણ મને મળ્યાં છેને ? ત્યારે આ તમને મળ્યાં એટલે તમે પુણ્યશાળી ખરા ? મેં કહ્યું, ઓછું પુણ્ય ના કહેવાય આ !
લગ્ન વખતે માટે રૂપિયા,
ચૂંટી ખણીને જીતે ચલણિયા ! સ્ત્રી અને પુરુષ લગ્ન કરે છે, પણ લગ્ન કરતી વખતે જ પુરુષે મનમાં નક્કી કર્યું હોય છે કે આપણે કોઈ દહાડો વહુને જીતવા ના દેવી, એને આગળ આવવા જ ના દેવી. એટલે આ બેની ભાંજગડો પડ્યા કરે છે. આપણે ત્યાં રૂપિયા રમાડે છે તે તમે રમેલા કે ? તે કોણ એ રૂપિયો સ્ત્રીના હાથમાં જવા દે ? અરે, હું જ કહ્યું કે મેં જ ચૂંટી ખણી હતીને ! વહુ રૂપિયો લઈ લે તો આ બધાની વચ્ચે આબરૂ જાયને ! પરણ્યાને ત્યાંથી જ ભાંજગડ છેને ? અંદરથી જ ભાંજગડ છેને ? એટલે આ જગત સમજવા
જેવું છે.
હવે પેલો માથા ઉપર ભારો લેશો નહીં. માથા ઉપર ભાર લેવા જેવો
નથી,
પ્રશ્નકર્તા : કોઈ દિવસ નહીં લઈએ.
દાદાશ્રી : એવું છેને, આ જ્ઞાન જેટલું બોલીએ એ જેને જેટલું પોષાય એટલું લેજો. ના પોષાય તો ના લેશો.
પ્રશ્નકર્તા : બધું પોષાય એવું જ છે.
દાદાશ્રી : હોવે, તે ચલણ છોડી દીધું હશેને ? મેં તો ચલણ છોડી દીધેલું, તે હીરાબાય સમજી ગયેલા કે એમણે ચલણ-લગામ છોડી દીધી