________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં..
૨૦૭
૨૦૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
તો મેં જોયેલા, એક એક જે ચલણવાળા હતાને તે ઢાંકી ઢાંકીને ચલણવાળા થાય છે ! ખાનગીમાં પછી માફી માંગી લે છે ! તે ભઈબંધની હાજરીમાં તને ટેડકાવી'તી માટે માફી માગું છું ! ત્યારે મૂઆ, બધું તારું ચલણ ! મોટા ચલણવાળા આયા ! રાજાઓને ચલણ હશે નહીં ?
આપણને ચલણ રાખવાનો વિચાર આવેને, ત્યારથી એનું મન જુદું રહે. એવું ના હોવું જોઈએ.
એક સ્ટેટના મહારાજ તો બહુ જબરા હતા. અહીં આ તો સ્ટેશન જૂનું હતું, તે દહાડે તો નાના પતરાનું પતરાવાળું સ્ટેશન હતું. તે સેકન્ડ
ક્લાસના ઝાંપા આગળ મહારાણીને હંટરથી મારી’તી. ઉઘાડે ઝાંપા પાસે. તે ત્યાર પછી એ મહારાણી છે તે રાજમહેલે હોય તો, આ અહીં હોય. આ અહીં આવે ત્યારે પેણે જતા રહે. પછી ભેગા થતા નહોતા. હંટરથી મારેલું ઉઘાડે છોગે લોકો જુએ ! પેલા મહેલમાં લઈ ગયા હોતને, તોય વાંધો નહીં. આ તો આવું ચલણ ! શાને ચલણ કહું ? પણ આમ રાજાને રાણી દબડાય દબડાય કરતી હોય. જુઓને, રાજાને મારી નાખ્યો હતો ને ? એવું બધું ! એવું બધું આ કારસ્તાનો બધાં ચાલ્યા કરે, બધા ચલણ ને નાચલણ ખોળવા જતાં !
કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો ‘પોઈઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દોને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે ? માટે બીબી કહે છે કે, ‘તમે નાલાયક છો’ તો કહેવું ‘બહુ સારું.
પ્રશ્નકર્તા : આપણને બીબી નાલાયક કહે, એ તો સળી કરી હોય એવું લાગે.
દાદાશ્રી : તો પછી આપણે શો ઉપાય કરવો ? ‘તું બે વખત નાલાયક છે' એવું એને કહેવું અને તેથી કંઈ આપણે નાલાયકપણું ભૂંસાઈ ગયું ? આપણને સિક્કો વાગ્યો એટલે પાછાં આપણે શું બે સિક્કા મારવા ? અને પછી આખો દહાડો બગડે.
ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! ઘરમાં ચલણ ચલાવવા જાય તો અથડામણ થાય ને ? આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય ને તે વખતે કોઈ આવે ને આ જોઈને કહે કે, “ઓહોહો ! તમારા તો ઘરમાં ચલણ બહુ સરસ છે !' ત્યારે આપણે કહીએ કે, ‘નહીં, ચલણ એનું જ ચાલે છે.’ અને જો તમે એમ કહ્યું કે હા, અમારું જ ચલણ છે તો પેલી પગ દબાવવાના છોડી દેશે. એના કરતાં આપણે કહીએ, ‘ના, એનું જ ચલણ છે'.
પ્રશ્નકર્તા : એને માખણ લગાવ્યું ના કહેવાય ?
દાદાશ્રી : ના, એને ‘સ્ટ્રેઈટ વે' (સરળ રસ્તો) કહેવાય અને પેલા વાંકાચૂંકા રસ્તા કહેવાય. આ હું કહું છું તે આ દુષમકાળમાં સુખી થવાનો જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ ? સવારમાં નાસ્તો બગડે, બપોરે બગડે ! અને અહીં કોઈ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલિટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હુંય ‘એડજસ્ટ’ ના થાત. આ તો કોઈ બાપોય નોંધ કરતું નથી.
કોના આધારે કોતો મોક્ષ ?
થાય આનંદ, હેતુ નિર્દોષ ! હજુય હીરાબા જોડે બધી વાતો કરું છું. ગમ્મત કર્યા કરવાનો. એટલે એમને સારું લાગે પછી. આનંદ થાય એવીય વાત કરીએ. ‘હજુ દાદા આવડા મોટા ભગવાન થયા પણ જુઓ, મારા આગળ તો ટાઢા પડી જાય છે ને !' એવું એમને લાગે. એટલે મારો રોફ છેને એવું મને લાગે. એમને આખી રાત સારી ઊંઘ આવેને.
પ્રશ્નકર્તા : બધે એવું જ કરો છો.