________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...
૨૦૫
૨૦૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
ત્યારે પેલો કહે, આ નાણું હવે ચાલતું નથી ને છે ચાંદીનું ! મેં કહ્યું, આ દુનિયામાં કોઈ એવો જભ્યો નથી કે જે ચલણવાળો હોય ! બધાય ના ચલણી છે. પણ રોફ પાડીને મુછો આમળા આમળ કર્યા કરે છે ! મેર ચક્કર, એના કરતાં બોલી જાને કે નથી ચલણ. મેં શોધખોળ કરેલી આ. આ તો વગર કામના ટક ટક કર્યા કરે !
પ્રશ્નકર્તા : પણ બૈરી પર તો ચલણ કરવા જાય જ ને ?
દાદાશ્રી : તે વાઈફે કંઈ ગુનો કર્યો ? લોકો પર ચલણ કરવાનું. વાઈફને કહી દેવાનું કે તારે મારી પર ચલણ નહીં કરવું અને મારે તારી પર ચલણ નહીં કરવું. આપણે મિત્રાચારી, સિન્સીયર ફ્રેન્ડ. ત્યારે મને લોકો કહે છે, “વાઈફ તો પછી ચઢી બેસે !' કહ્યું, ‘હું, મૂછો આવતી હશે એને ? ગમે એટલી દવા ચોપડીએ તો મૂછો આવે કંઈ ?”
ત્યારે લોકો બહાર બોલે છે, “અમે ચલણવાળા છીએ.” તે બધા બોલે છે તોય ચલણવાળા નથી ને જો પોતાને ચલણવાળો કહે છે ! “હું ચલણવાળો છતાં હું ચલણ વગરનો છું’ એમ કહું છું. કારણ કે મેં ફાયદો જોયો છે. ના ચલણિયા નાણાંને સ્થિરતા મળી જાય. ક્યાં મળે, ભગવાનની પાસે !! ચલણવાળું નાણું આપણી પાસે ગજવામાં રહે નહીં. બીજાની પાસે ભટક ભટક કરવાનું. અમારે ચલણ જ જોઈતું નથી. તમે આપો તોય અમારે નથી જોઈતું. એ કો'ક દહાડો તમે ભંગ કરો તેમાં અમારે ઉપાધિ. અને કો'ક દહાડો તમે ભંગ કર્યા વગર રહેવાના નથી. કારણ કે સંજોગાનુસારી ! અને હુંય સમજ્યો કે આ સંજોગોને હિસાબે બિચારા હીરાબા ચા મૂકી નથી લાવ્યા. હું તો સમજુને. પણ મેં પેલા ભાઈને કહ્યું કે “મારું ચલણ નથી.'
હા, પણ ચલણ રાખવાનું હિતકારી નથી. ચલણ રાખવામાં જ અહિત છે. નર્યો ભયંકર ભો(ભય) છે, એના કરતાં કહી દોને, ભઈ, મારું હવે ચલણ નથી. અને જો ચલણ છે, માટે સ્ત્રીના મનમાં એમ થાય કે એક દહાડો આબરૂ તો બગાડી નાખું. બહુ ચલણ રાખવા જાવ છો તે ! સ્ત્રીય મનમાં રાખે છે કે એક દહાડો ભઈની આબરૂ બગાડી નાખું, બહુ રોફ મારે છે. અને તમે કહો કે ના ચલણ, તો બધું ઓલરાઈટ (સરસ)
રહેશે. એટલે મેં કહ્યું, ‘પણ તમે આવું બોલજો ઘેર. હું તમને આ બોલીને શીખવાડું છું. એવું તમે એકલું બોલજો ! ત્યારે એ કહે, “ના, મારાથી ના બોલાય. માથું તોડી નાખો તોય ના બોલાય.’ એટલો બધો ભો લાગે ! અલ્યા, ચલણ ના હોય તો સારું. એટલે ના ચલણી નાણું કહ્યું અમે, એ શું ખોટું છે ?
પણ જ્યારથી ના ચલણી કહ્યું ત્યારથી પેલા જે અમારા ઓળખાણવાળા ભાઈ હતા, તેમને જબરજસ્ત પૂજ્યભાવ પેસી ગયો. એ કહે છે કે આવું કોઈ માણસ બોલી શકે જ નહીં, ભગવાન સિવાય.’ મેં એમને કહ્યું, ‘બોલી તો જુઓ. ફટાકા મારશે. અલ્યા એ પોલીસવાળા છે ? તો બોલને બોલ !' ત્યારે એ કહે, ‘તમે ભગવાન છો માટે બોલી શકો છો. તમારા માટે મને ઘણા દહાડાથી એમ થતું હતું ! તે આવું ભગવાન સિવાય કોઈ બોલી શકે જ નહીં. એ મને ખાતરી થઈ ગઈ.' કહ્યું, ‘તમે આવું બોલોને !” ત્યારે કહે, ‘મારી તો હજુ તો જિંદગી જશે તોય આવું નહીં બોલાય.’ પણ આ ના ચલણી કહ્યું કે તરત એમણે દર્શન કર્યા.
અમે કહ્યું કે અમારાં ચલણ રહ્યા નથી. ત્યારે હીરાબા કહે છે, ચલણ છે ને ના કેમ કહો છો ?” એટલે જેનાં નથી ચલણ, જેનાં કોઈ દહાડો ચલણ ચાલ્યાં નથી, એ બધા કહે છે, મારે ચલણ છે. અલ્યા, શાનું ચલણ છે તે ?
એટલે આવા બધા ખેલ થાય છે. સંજોગ બધા જાતજાતના ઊભા થાય, તે પછી પેલો ઓળખાણવાળા હતાને એમને કહ્યું કે તમને શીખવાડવા બોલું છું આ તો. તમે ઘેર ચલણ ચલાવો છો પણ આ દુનિયામાં કોઈ માણસ ચલણવાળો જભ્યો જ નથી કે જેનું ઘર ચલણ હોય ? એના કરતા મારા જેવા ખુલ્લું કરી દે એ શું ખોટું ?
આ ચલણવાળું જે લોક છે, અમારું ચલણ છે એવું કહેનારા એકાદ જણ મને કહે કે અમારું ચલણ છે, તે એને ત્યાં ઘેર દશ દહાડા મને રાખે, જુઓ એનું ચલણ કહી આપું ! ઢાંકી ઢાંકીને ચલણપણે ક્યાં સુધી રાખવાનું ? ના-ચલણી કહેવાનું હું કહેતો નથી તમને. પણ ચલણવાળાને