________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં....
૨૦૩
૨૦૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આબરૂદારની ડંફાસ નહોતી, પ્રેમની ડંફાસ હતી !
ઘરમાં અંદરના એવિડન્સ હું જાણતો નહોતો કે અંદર શું એવિડન્સ બન્યા છે તે ! અને મેં તો બહારથી રહીને વાતચીત કરી નાખી. હવે હીરાબા શું જાણે કે રોજ બેસે છે તેવી રીતે નિરાંતે બેસશે ને હું જાણું કે હમણાં જ જવાના છે, એટલે આ જ્ઞાનમાં બધો ફેર પડી ગયો. આ જ્ઞાન મેં એમને કહેલું નહીં કે આ હમણે જ જવાના છે.
તે પછી ચા ના આવી એટલે હું અંદર ગયો. ત્યારે ત્યાં એવિડન્સ જોયા. હવે ત્યાં અંદર તો ચાયે મૂકી નહતી. અને બહાર ચાની વાતો ચાલે છે. અહીં ચાનું ઠેકાણું નથી. ત્યાં એવિડન્સ બદલાયેલા. વાતમાં તો મારી જ ભૂલ છે. આપણે બૂમ પાડી હોત તો આપણે ભૂંડા દેખાત. પછી મેં કહ્યું, ‘કેમ ચા મૂકી નથી ?” ત્યારે મને કહે છે, “આ સ્ટવ છે તે પાડોશી લઈ ગયા છે. આજે સગડી સળગાવું છું.’ તે દહાડે સ્ટવ ને સગડી ચાલતાં હતાં ને હીરાબાના મનમાં એમ કે આ રોજ બેસે છે એમ આજે બેસશે. મેં હીરાબાને કહ્યું, ‘ક્યારે આ ચા થાય તે ?” ત્યારે એ કહે છે, “પણ હું શું કરું ? તમે કહો એ કરું.’ પછી સગડી સળગાવીને ચા મૂકી દીધી. પછી મેં પેલા ભાઈને કહ્યું, ‘બીજું કંઈ ના લો. તો પાપડી શેકીને મંગાવું. તમારે પાપડી ખાધા વગર જવાય નહીં.’ એટલે હીરાબાને કહ્યું, પાપડી શેકીને લઈ આવજો. તે પાપડી કોઈ કારણસર મોડી થઈ. ગમે તે કારણ હો, એકના ઉપર એક એ ડબા મુકાઈ ગયા હોય કે બીજા કોઈ પણ કારણથી પાપડી પણ મોડી થઈ. એટલે પેલા કહે છે, હવે ચા પીધી, હું જઉં છું હવે. પાપડીની કંઈ જરૂર નથી. મેં કહ્યું, “ના, પાપડી ખાધા વગર જવાય નહીં.’ તોય પાછો હું આવો ડખો કરું છું પોતે. પછી મેં હીરાબાને કહ્યું, ‘પાપડી લાવતાં તો કેટલીવાર થઈ ? આ મોડું થઈ જાય છે.' ત્યારે હીરાબા કહે, ‘હમણે લાવું છું’ ત્યારે પેલા ભાઈ કહે છે, ‘જવા દોને.” કહ્યું, ‘આ તમને મોડું થઈ ગયું એમાં કારણ એટલું જ છે કે આ ઘરમાં મારું ચલણ નથી હવે. એટલે એ ભાઈ મને કહે છે, “આવું ના બોલાય, આવું ના બોલાય. આવા દેવ જેવા માણસ ને તમે આવું બોલો છો, ચલણ નથી !
ત્યારે હોરાં હીરાબા અંદરથી આવ્યા. ‘મારી આબરૂ શું કરવા બગાડો
છો ? તમે જે કહો તે હાજર કર્યું છે.” મેં કહ્યું, ‘તમારી આબરૂ વધારું છું, બગાડતો નથી.’
પ્રભુ પાસે બેસે તા ચલણી નાણું,
વહુ પાસે ના ચલણી તે શાણું ! એટલે કહી દીધું, અમારું કંઈ ચલણ જ નથી, પછી ભાંજગડ નહીં ને ! કારણ કે ના ચલણી નાણું હોયને, તેને ભગવાનની પાસે મૂકવામાં આવે છે, પછી ફરવાનું નહીં એમને. કાળાબજારીયા બધા પાસે ફરવાનું નહીં. ભગવાનની પાસે જ બેસી રહેવાનું. એટલે અમે ના ચલણી નાણું થયેલાં, તે હીરાબાને ગમે નહીં. એ કહે કે આવું ના બોલશો, મારી આબરૂ જાય. એટલે મેં કહ્યું, મારી સેઈફ સાઈડથી કહું છું. તમારી આબરૂ કાઢવા માટે નથી બોલતો. એટલે પછી હીરાબાને મેં સમજાવ્યા ને કહ્યું, આ તો એમના હાર હું બોલ્યો હતો. એમને ઘેર જે અમારી બેન હતીને, તેને આમ એક છોકરી એકલી તે પૈણાવી દીધેલી ને બીજું છોકરું કશું નહીં ને આ ભાઈ શું કરતા ? વાઈફ જોડે ડખલો કર્યા કરે ભીંડા કેમ લાયા છો આજે ? આ બે જણના ભીંડા ! બાર આને રતલના ભીંડા લેવાય ? આટલા મોંઘા ? આ શી ડખલો ? એ તો આ આમને ખખડાવાનું મન થાય. એટલા માટે બોલ્યો હતો. તે પછી આમને બહુ સારું લાગ્યું કે હેં ! ચલણ નહીં એવું કહો છો ? ત્યારે મેં કહ્યું, તમે એવું કહી જુઓને એક ફેરો, એ તમને શીખવાડવા કહું છું.
બહુ ચલણ ના રાખવું. ચલણની બહુ ભાંજગડ ના રાખવી અને ના ચલણીયે ના થવું, હજુ હમણે મારા જેવું ના થશો.
મારી સેઈફ સાઈડ ભગવાનની પાસે બેસી રહેવાનું નિરાંતે. આ ચલણવાળા તે બધા મેં જોયેલા ને કેટલું ચલણ છે એ બધું જોઉં છું બધાનું. મોટા ચલણવાળા આવ્યા ! ના ચલણી થાવને ! જુઓ અમારે ના ચલણી તે અમારે કોઈની પર કોઈ જાતનું ચલણ જ નહીં. ચલણી સારું કે ના ચલણી સારું ? ના ચલણી દેવ પાસે મૂકેને બધા. મેં ના ચલણી જોઈ લીધા. જેટલા સિક્કા દેવ પાસે ત્યાં પડેલા તે ના ચલણી હતા. મેં કહ્યું, કેમ આમ ?