________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...
૨૦૧
૨૦૨
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા કંઈ સમજાવીને કહેવું જોઈએને, આ પ્રમાણે નહીં, આ પ્રમાણે કરવું જોઈએ.
દાદાશ્રી : હા, સમજાવીને બધું કહેવું જોઈએ. સમજાવીને કહીએ છતાં ના માને તો એમની મરજી. આપણે એને કહેવાના અધિકારી.
પ્રશ્નકર્તા : પણ ક્રોધ નહીં કરવાનો ?
દાદાશ્રી : એ ક્રોધ તો આપણી નબળાઈ છે, એ તો પેલાય સમજી જાય કે આ ચિડાયા કરે છે. એ મનમાં શું સમજે કે આ ચીડિયા માણસ છે. બહાર લોકોને કહે, નર્યા ચીડિયા છે, ત્યારે એમાં આબરૂ વધી ગઈ આપણી ?!
પ્રશ્નકર્તા : તો કોઈને કહેવાઈ જાય એ નિંદા કહેવાય ખરી ?
દાદાશ્રી : ના કહેવાય. એવું બહાર કો'કને કહેવાતું હશે ? આપણા રાજનું બહાર કહેવાતું હશે કોઈને ? નહીં, એ તો સિક્રેસી હોવી જોઈએ. પોતાનું હોમ ડિપાર્ટમેન્ટ, ફોરેન ડિપાર્ટમેન્ટ એ સિક્રેસી હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : આનો કંઈ રસ્તો મળે, ઉપાય મળે એટલા માટે આપણા ફ્રેન્ડસને (મિત્રને) આવી વાત કરીએ તો ? ફ્રેન્ડને આવી વાત કરીએ કે ભઈ, મારો ધણી આવો ચીડિયો છે તો શું કરવું એવી રીતના વાત કરાય ?
દાદાશ્રી : ના કહેવાય. એ કહેવાય નહીં. એ અત્યાર સુધી કહ્યું હોય તો જુદી વાત છે પણ હવે પછી જો આવી રીતે વર્તવું હોય તો કહેવાની જરૂર નથી રહેતી. પણ ઝઘડો જ નહીં રહે છે. ક્લેશ ના થાય એટલે સુધી ચાલજો.
ચલણ ચલાવવા પતિ ફરે,
વહુની મુશ્કેલી હદે ત ધરે ! પ્રશ્નકર્તા : પણ અમેરિકામાં તો કર્મેનિયનશીપ (સાહચર્ય) છેને એટલે બધી રીતે મદદ કરવી પડેને એમને ?
દાદાશ્રી : એ મદદગાર કંઈ એમાં કોઈ દહાડો મતભેદ પાડતો
નથી, એ તો સ્પર્ધાવાળો મતભેદ પાડે. મદદગાર એ તો હેલ્લિંગ (મદદરૂપ) છે. આપણે કહીએ કે ના, શાક નહીં સમારવાનું. તો રહેવા દે એ ! અને આ તો કહે, સમારવાનું બોલ ! તું કેમ એમ કરું છું?
એવું છેને આખું હોમ ડિપાર્ટમેન્ટ એમનું, રસોડા ડિપાર્ટમેન્ટ એમનું. આપણે આ ફોરેન ડિપાર્ટમેન્ટ સાચવવું અને આવીને જમવાનું તૈયાર માંગવું. શાક નહીં મળે ત્યારે કહીએ કે અથાણું કાઢો !!
મને જ્ઞાન નહોતું તે વખતે એક કિસ્સો બનેલો. તમારા જેવા ઓળખાણવાળા જેમ રોજ આવે છે, એવા એક ભાઈ રોજ આવતા. અને રોજ આવે એટલે હું તેમને માટે કંઈ પણ ચા કે નાસ્તો મૂકવાનું કહ્યું ને નાસ્તો ના હોય તો ચા મૂકવાનું કહ્યું. તમારે ને મારે જેવો સત્સંગનો સંબંધ છે, સત્સંગનો, પ્રેમનો સંબંધ છે બીજો.
એક દહાડો એ ભાઈ (છોટુભાઈ) આવેલા ત્યારે તે દહાડે જરા ઉતાવળમાં હતા. તે કહે, ‘આજે તો મારે જલદી જવું છે, આપને ખાલી મળીને જવું છે. એટલે મારે કશું જોઈતું નથી.’ ત્યારે એ કંઈ મને પુજ્ય ગણતા ન હતા. હું એમને પૂજ્ય ગણતો ન હતો. અમે બેઉ સત્સંગી તરીકે બેસતા હતા, સમાનભાવે એટલે તે દિવસે મને કહે છે, “આજ તો મારે જવું છે. ત્યારે મેં કહ્યું, ‘હવે આવ્યા છો, ત્યારે બેસીને, જરાક ચા પીને જાવ. વાર નહીં લાગે. રોજ ચા-નાસ્તો કરો છો ને આજે ચા-નાસ્તો કર્યા વગર જવાય નહીં.'
એટલે બહારની રૂમમાંથી હીરાબાને બૂમ મારી. બીજા રૂમમાં અમે વાત કરીએ ને રસોડામાં, ચોથા રૂમમાં હીરાબાને મેં કહ્યું, બે કપ ચા મૂકજો. ત્યારે તો ફોન નહીંને ! અહીં બૂમ પાડીએ એટલે ત્યાં પહોંચે. ત્યારે એમણે કહ્યું, “હા મૂકી લાવું છું.” હવે આમને કંઈ બહુ ઉતાવળ હશે, તે દસ મિનિટમાંથી કંઈ સાત મિનિટ થઈ ત્યાં સુધી ચા કંઈ આવી નહીં. મને કહે છે, “આજે ચા-પાણી રહેવા દો. મને મોડું થયું છે. એના કરતા હું જઉં. ચા મોડેથી પીશું.' ત્યારે મેં કહ્યું “ના, ચા પીધા વગર ના જવાય. રોજના જેવું જ.’ હવે એ રહેવા દોને, કહે છે ત્યારે પાછો હું જવા દેતો નથી. હવે હું જ આંતરું છું. શું આબરૂદારની ડંફાસ કેટલી બધી !! પણ આ