________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં.
૧૯૯
૨00
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : પણ અહીં તો એક્સેપ્ટ ના કરે તો ?
દાદાશ્રી : પણ ડિવિઝન પાડ્યું કે આ તમારા કામમાં ફરી હાથ ઘાલીએ નહીં એટલે એક્સેપ્ટ થઈ જ જાયને. એમનામાં હાથ ઘાલીએ નહીં એટલે પછી એ આપણામાં હાથ ઘાલે તો આપણે કહીએ કે અમે તમારામાં હાથ નથી ઘાલતા, તમે અમારામાં હાથ ના ઘાલો તો સારું કહેવાય. એટલે પછી એ સમજી જાયને. હંમેશાં વહેંચણ થઈ ગયું હોયને તો ફરી ભાંજગડ ના થાય.
આવા પ્રશ્નો બંધારણ વિરુદ્ધ,
દાદા દેખાડે વ્યવહાર શુદ્ધ ! પ્રશ્નકર્તા : દાદા, પણ ઘરમાં બે જણ હોય, વાઈફ ને હું. તો મતભેદ તો પડે જ ને. બે વ્યુપોઈન્ટ થાય ને ?
દાદાશ્રી : ખુરશી જોડે પડે છે ?
પ્રશ્નકર્તા ઃ ના, પણ કપડું ખરીદવું હોય તો વાઈફ કહે, આ ખરીદો અને હું કહું, આ ખરીદો. આ સિમ્પલ (સાદો) દાખલો આપ્યો એ મતભેદ ના કહેવાય ?
દાદાશ્રી : ઓહોહોહો ! એ તો બધી આપણી જ ભૂલ છે. એ જે અમુક બાબતો હોયને, તે આપણે, જેમ આ પ્રધાનો હોય છેને તે બધા વહેંચી લે છે ડિપાર્ટમેન્ટ કે આ હોમ ડિપાર્ટમેન્ટ, આ ફોરેન ડિપાર્ટમેન્ટ, સમજ પડીને ?
પ્રશ્નકર્તા : પણ એ લોકો જ એવું કહે કે તમે અમારામાં રસ નથી લેતા, તમે છોકરામાં રસ નથી લેતા.
દાદાશ્રી : ના, રસ લઈએ આપણે, છોકરાને માથે હાથ ફેરવીએ, બોલાવીએ, બેસાડીએ.
પ્રશ્નકર્તા : હા, એ સરસ કહ્યું. એ ગમ્યું મને. દાદાશ્રી : હં, પણ એના ડિપાર્ટમેન્ટમાં હાથ ના ઘાલવો.
પ્રશ્નકર્તા : આપણે એમના ડિપાર્ટમેન્ટમાં માથું નહીં મારવાનું.
દાદાશ્રી : હા, માથું મારવાનું નહીં અને પાછું બાબાની ઉપર હાથ ફેરવવાનો, વાતચીત કરવાની. વળી આનંદની વાતો કરવાની. પણ તે બીજી ભાંજગડો નહીં. કંઈક ગોઠવણી હોવી જોઈએ આપણી. ડિપાર્ટમેન્ટ ના થાય નક્કી કે આટલું ડિપાર્ટમેન્ટ તમારું ?
પ્રશ્નકર્તા : હવે ધારો કે પત્ની છે તો એના ડિપાર્ટમેન્ટનું કહે કે ભઈ, આટલું બાબાને તમે કરો કે બાબાને સ્કૂલમાં લઈ જાવ તો પછી તે ઘડીએ શું કરવાનું ? ડિપાર્ટમેન્ટ પકડી બેસી રહેવાનું ?
દાદાશ્રી : આપણે જોઈ આપવું તે વખતે.
પ્રશ્નકર્તા એટલે પેલું ગધે કા પૂંછની જેમ પકડી નહીં રાખવાનું કે આ મારું ડિપાર્ટમેન્ટ નહોય, હું નહીં કરું ?
દાદાશ્રી : ના એવું, એવું ડિપાર્ટમેન્ટ કહેવાતું હશે ? એ એના ડિપાર્ટમેન્ટમાં કંઈ શક્તિ ના હોય ને આપણને કહે તો એ આપણી ફરજ છે. અરે, બહારનો કોઈ કહેવા આવ્યો તોય આપણે કરીએ છીએ, નથી કરતા ? કોઈ આપણને વિનંતી કરે તો આપણે એ કરવું જ જોઈએ. તે ઘડીએ આપણે એમ ના કહીએ કે આ તારું ડિપાર્ટમેન્ટ, અહીં મારી પાસે ક્યાં લાવી ?
પ્રશ્નકર્તા : એટલે હવે ઘરમાં પ્રધાન જેવું તો હોવું જોઈએને ? એમની મિનિસ્ટ્રીમાં કંઈ બગડતું હોય, ખરાબ થતું હોય, તો એને કહેવું તો જોઈએને આપણે ? ત્યાં પછી મતભેદ ના થાય ?
દાદાશ્રી : આપણે શું કરવા કહીએ ? એ આ પ્રધાન, આપણે આ પ્રધાન. આપણે કંઈ પ્રેસિડન્ટ નથી એ બેના !
પ્રશ્નકર્તા : ઘરનાં વ્યવહારમાં કંઈ બગડતું હોય તો કહેવાની આપણી ફરજ ખરી કે નહીં ?
દાદાશ્રી : એ તો ધીમે રહીને વાત કરવાની.