________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં....
નહીં. તમે વિધાઉટ એની કનેક્શન પૂછો છો, કનેક્શન (અનુસંધાન) સહિત હોવું જોઈએ. એ પૂછે, “આ સાલ શું કમાયા ?” મેં કહ્યું, ‘આવું ના પૂછાય તમારાથી. આ તો અમારી પર્સનલ મેટર થઈ. તમે આવું પૂછો છો ? તો કાલે સવારે પાંચસો રૂપિયા કોઈને આપી આવ્યો હોઉં તો તમે મારું તેલ કાઢી નાખો.' કો'કને આપી આવ્યા તો કહેશે ‘આવું લોકોને આપો છો ને પૈસા જતા રહેશે.’ એવું તમે તેલ કાઢી નાખો. એટલે પર્સનલ મેટરમાં તમારે હાથ નહીં ઘાલવાનો.
૧૯૭
એટલે પછી મને કોઈ દહાડોય એ પૂછવા ના આવે કે તમે આને પાંચસો રૂપિયા કેમ આપ્યા ? કે કેમ આવું કરો છો ? શું ચાલે છે ? એવું તેવું કશું પૂછે નહીં. જો સ્ત્રીને એમ કહીએ ‘હમણે નથી ચાલતું' તો એ હઉ ઢીલી થઈ જાય. એટલે આ લાઈનમાં પેસવા ના દેવું. સહુ સહુની
લાઈન સારી છે.
અને પેલું અમે રસોડામાં હાથ ઘાલીએ નહીં ને તમારા ડિપાર્ટમેન્ટમાં અમારે અક્ષરેય બોલવાનો નહીં. તમે દૂધ આખું તપેલું ઢોળી દો તોય અમને વાંધો નથી. તમે બધા પ્યાલા ફોડી નાખો તોય અમને વાંધો નથી. કઢી ખારી થાય તોય અમને વાંધો નથી. તમે ગમે તેવા ચોખા રાંધતા હોય, પણ અમને વાંધો નથી આવવાનો. અમારું જુદું ને તમારું જુદું. ડિપાર્ટમેન્ટ જ જુદાં. આ વહેંચણ કરેલી. કોન્સ્ટિટ્યુશન (બંધારણ) જ બાંધેલું આમ. કેમ જીવન જીવવું એનું બંધારણ જ બાંધેલું. એટલે છેલ્લાં પિસ્તાલીસ વર્ષથી મતભેદ વગર રહી શક્યા. એકેય મતભેદ નહીં, આખા દહાડામાં !
બાકી આપણા લોક તો કેવા છે ? બહુ દોઢડાહ્યા ! કઢીને આ રાઈનો વઘાર કેમ કર્યો ? અલ્યા, એની બાબતમાં તું શું કરવા પૂછ પૂછ કરે છે ? આ વગર કામનો ડખો કરે. એ હોલ એન્ડ સોલ એનું ડિપાર્ટમેન્ટ
છે. અમે આવી તેવી બાબતમાં હાથ નહોતા ઘાલતા. અમે તો અમારી
આબરૂ કેમ રહે એટલું જોતા'તા. ખાવાનું ઓછું મળશે તો વાંધો નહીં, કોન્સ્ટિટ્યુશનની બહાર ના જવાય. જીવન જીવવું જોઈએ. તે જીવ્યા ખરા ઠેઠ સુધી. ૪૫-૪૫ વર્ષથી મતભેદ પડ્યો નથી.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : તમે પગાર જેટલા રૂપિયા ઘરે પહોંચાડતા, ઘર ચલાવવા માટે તો હીરાબા બોલતા નહીં કે વધારે પૈસા લાવો ?
૧૯૮
દાદાશ્રી : એ તો ઊલટા, મહીં પડી રહે, વધે ઊલટા. કારણ કે હું જાણું ને. મને સાધારણ સમાજમાં જ્યાં આગળ લોકોને ગ્રેજ્યુએટ એટલે પચાસ પગાર મળતો હોય, તો મને સો રૂપિયા મળે એવું તો હું જાણું ને ! તે સારી સ્થિતિ બધી. અને એ કંઈ બોલે નહીં કોઈ દહાડો અને એવું ખૂટવા દઉં નહીં ને. પૈસા સંબંધી બોલે નહીં.
બન્ને મળી તક્કી કર્યું ધોરણ,
જો માંગે હિસાબ, બળ્યું જીવત !
એટલે ડિવિઝન ઑફ લેબર્સ એવું એમનું ખાતું હોમ ડિપાર્ટમેન્ટ. અમારું ખાતું ફોરેન ડિપાર્ટમેન્ટ. બેઉ જુદાં જ રાખવાનાં. પછી આપણે બસ્સો કોઈને આપીએ તો એમનાથી બોલાય નહીં. હવે એ એમાં પાર્ટનર ખરાંને. એટલે પાછાં, મને કેમ પૂછ્યું નહીં ? એમ ને એમ આપી દીધા ? એવી બૂમો પાડે. એટલે આપણે બહાર ખાનગીમાં આપી દેવું. એટલું કપટ રાખવું. મતભેદ ના થાય બળ્યો ! આંખે દીઠાનું ઝેર છે ને. અને આપવા તો પડે જ છેને !
પ્રશ્નકર્તા ઃ તમારે હીરાબા સાથે ચર્ચા થયેલી કે આ તમારું અને આ મારું કામકાજ ?
દાદાશ્રી : હા. એટલું ડિસાઈડ (નક્કી) થઈ ગયેલું. પણ અમને પૂછવું પડે ખરું. નહીં તો વ્યવહાર, દુનિયાના લોકો શું સમજે ? શું પ્રશ્નકર્તા : એ ડીસાઈડ તમે કરેલું કે હીરાબાએ કરેલું ? બન્ને ભેગા થઈને કરેલું ?
દાદાશ્રી : એ તો મેં જ કહી દીધેલું અને એમણે એ એક્સેપ્ટ (સ્વીકાર) કરેલું.
પ્રશ્નકર્તા : એમણે એક્સેપ્ટ કર્યુંને ?
દાદાશ્રી : હા.