________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં....
૧૯૫
૧૯૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ બાબતમાં ક્યારે પણ એ એમના પૂછે. કોક દહાડો અમને કહે કે, ‘આજે વહેલા નાહી લો’ તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો’ ધરે છે. માટે કંઈક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લોને, કે કોઈ કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.
ફોજદાર પકડીને આપણને લઈ જાય પછી એ જેમ કહે તેમ આપણે ના કરીએ ? જ્યાં બેસાડે ત્યાં આપણે ના બેસીએ ? આપણે જાણીએ કે અહીં છીએ ત્યાં સુધી આ ભાંજગડમાં છીએ. એવું આ સંસારેય ફોજદારી જ છે. એટલે એમાંય સરળ થઈ જવું. ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી ?
પ્રશ્નકર્તા : આવે છે.
નાનપણમાંથી અમે જુદા થયા, તોય છે તે મેં હીરાબાને કહી દીધેલું. અને મને તો અહીં આગળ એ એમ કહે કે “આ સાલ ધંધામાં તમે ધ્યાન ના આપ્યું તેથી ખોટ આવી છે.” તે આપણને પોષાય નહીં. શાથી ખોટ આવી એનું તમને એક્સપ્લેનેશન (ખુલાસો) આપવા માટે અમે તૈયાર નથી. અરે, અમે ભગવાનનેય આપવા તૈયાર નથી. એટલા બધા અહંકારનું સેવન અમે રાખતા હતા. આ એક્ઝક્ટ વાત કહું છું, જે છે તે. એ અહંકાર જતો રહ્યો ત્યારે આ ડાહ્યા થયા. પણ હીરાબાએ અત્યાર સુધી અમારા ધંધામાં હાથ નથી ઘાલ્યો અને અત્યારેય હાથ ઘાલવાનો નહીં. એ જાણે નહીં કે શું ધંધો ચાલે છે, કેવી રીતે ચાલે છે !
કારણ કે અમારા ભાઈએ શીખવાડ્યું હતું . અમારા ભાઈ ઘરમાં કહે, ‘આ સાલ આમ ધંધો ચાલે છે ને તેમ ધંધો ચાલે છે.' તે બીજી વખતનાં વાઈફ એટલે એમને ખુશ કરવા માટે આ બધું બોલે. તે પછી એમણે ધંધામાં હાથ ઘાલી દીધો. હવે એમને ખુશ કરીને શું કામ છે તે ? બીજી સાડી જોઈતી હોય તો સાડી લઈ આવ તારે ! એને પૂછવું. તારે જોઈએ છે ? લે, બીજી લાવ હેંડ ! સોનાની બંગડીઓ બનાવવી છે ? તે હીરાના કાપ કરાવવા છે ? બાકી એને આ કહેવાનું હોય કે આ સાલ ધંધામાં આમ છે ? ને ખોટ જાય ત્યારે એ જ આપણને બૂમ પાડશે. તમને ધંધો કરતા નથી આવડતું, એવું કહેશે ત્યારે આપણી આબરૂ શી રહી ? એ કરાતી હશે એવી વાત ? આ જગતમાં લડાઈઓ થઈ છે તે સ્ત્રીઓને વાત કરવાથી જ થઈ છે. આ જરાક ઢીલા હોયને તે સ્લીપ થઈ જાય.
પ્રશ્નકર્તા : તો એને કપટ કહેવાય, એ બનાવટ કરી કહેવાય ? દાદાશ્રી : બનાવટ નહીં, આ તમારા હિતને માટે છે.
સહજીવતતું બાંધ્યું બંધારણ,
બજોતાં ખાતાં જુદાં, એ જ તારણ ! ડિવિઝન તો મેં પહેલેથી, નાનપણમાંથી પાડી દીધેલાં કે ભઈ, આ રસોડા ખાતું એમનું અને ધંધાનું ખાતું મારું. નાનપણમાં મને ધંધામાં હિસાબ પૂછે, ઘરની સ્ત્રી હોય તો મારું મગજ ફરી જાય. કારણ કે તમારી લાઈન
દાદાશ્રી : રસોઈ જોઈએ તે મળે, ખાટલો પાથરી આપે પછી શું? અને ખાટલો ના પાથરી આપે તો તેય આપણે પાથરી લઈએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઈ શાસ્ત્રમાં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશેને ?
એટલે અમે તો અમારો કોન્ટ્રાક્ટનો ધંધો હતો. મારા બ્રધરના વખતમાં, તે અમારાં ભાભી બહુ હોશિયાર હતાં. સેકન્ડ વાઈફ હતાં, પણ હોશિયાર બહુ હતાં. તે અમારા બે ભાઈનો હિસાબ માગે કે, હમણે શું કમાણી ચાલે છે ને એ બધું ! આ સેકન્ડ વાઈફ એટલે અમારા મોટા ભાઈ જરા માન આપતા, ફર્સ્ટ વાઈફને તો ગાંઠેલા નહીં. તે ભાભી મને કહે, ‘હિસાબ કહો ને ?” મેં કહ્યું, “આ વાત ક્યાંથી લાવ્યા આપણા ઘરમાં ? હિસાબ-બિસાબ સ્ત્રીઓએ ના મંગાય. હું હિસાબ નહીં આપું. કોઈ પણ
સ્ત્રીને એ પછી ભણેલી હોય કે અભણ હોય, પણ હિસાબ આપવા હું તૈયાર નથી. અને હિસાબ હું લઈશેય નહીં, એવી કડકાઈ હું નહીં રાખું.’ એટલે