________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...
૧૯૩
૧૯૪
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
ઉદ્ધત થઈ શકે પછી. કહેશે, ખાવું હોય તો ખાવ એવું કરે. આ તો પછી ક્વૉલિટી એવી કે સરકતા વાર ના લાગે.
પ્રશ્નકર્તા : એમાં થોડોક ઈગો છે ? દાદાશ્રી : નહીં, આ વ્યવહાર છે, વ્યવહાર ! પ્રશ્નકર્તા : પણ એમ થાય કે મને પૂછયું !
દાદાશ્રી : નહીં. મને પૂછ્યું એનો સવાલ નહીં. મને પૂછ્યું એનો જો ઈગો હોયને તો એમને કહ્યું કે તમને ઠીક લાગે છે ? એવું ના બોલું હું. આ વ્યવહાર કહેવાય. બહારના બેસનારને દેખાય કે કહેવું પડે આ ! આ બોલતા નથી કે આ લાવજે ને આ લાવજે અને એમેય કહેવું પડે કે આ બહેન આટલી ઉંમરે પૂછે છે ! વ્યવહાર સુંદર દેખાય. એ આવો વ્યવહાર આપણે નભાવવો જોઈએ. તમે વ્યવહાર બંધ કરો તો દુનિયા શું કહે ? કે બઈ ગાંઠતી જ નથી એમને. એટલે વિવેક ! આ વિવેક જો લોકો જોશેને, તો કહેશે કે આ વિવેક કેવો સુંદર છે ! કેમ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : બાકી ઈગો તો હોય જ. ઈગો તો સંસારમાં બધે જ હોય, પણ જે ઈગો સામાને નુકસાન કરતો નથી, ફાયદાકારક થાય આ. હમણાં તમારે ઘેર આવો વ્યવહાર ચાલુ રાખ્યો હોય તો બહુ સુંદર શોભા આવે આમાં, ના રહે ભઈ ? એ પૂછે અને આપણે એમને કહીએ કે તમને ઠીક લાગે છે !
પ્રશ્નકર્તા : બીજા લોકોને માન અને સંપ દેખાય.
દાદાશ્રી : હં, સામસામી પ્રેમ સચવાય બધું. એમના મનમાંય એમ થાય, ઓહોહોહો ! મારી પર છોડી દે છે, મારી પર કેટલો બધો વિશ્વાસ છે. અને મારા મનમાં એમ થાય કે હું ધણી છું, એ હજુ એક્સેપ્ટ કરે છે. આ પદ્ધતિસર હોવું જોઈએ. પદ્ધતિસર ના હોવું જોઈએ ?
દુકાતનો હિસાબ ? ઘેર મોડા કેમ ?
ગાડી ચૂક્યા કેમ ? ડખલો સ્ત્રીતી એમ ! પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ?
દાદાશ્રી : પ્રષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. ‘દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ?” પેલાને પછી કહેવું પડે કે, ‘આજે નવની ગાડી ચૂકી ગયો.' ત્યારે બેન કહેશે કે, ‘એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?” એટલે પછી પેલા ચિડાઈ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખા કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી-પુરુષ એકમેકને “હેલ્પ' કરવી જોઈએ. ધણીને ચિંતા-‘વરીઝ’ રહેતી હોય તો તેને કેમ કરીને વરીઝ ના થાય એવું સ્ત્રી બોલતી હોય. અને ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને ઘેર છોકરાં કેટલા હેરાન કરતાં હશે? ઘરમાં તૂટે ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ. પણ તેય લોકો બૂમો પાડે કે ‘ગયે વખતે સરસમાં સરસ ડઝન કપરકાબી લાવ્યો હતો, તે તમે એ બધા કેમ તોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું.’ એટલે પેલી બેનને મનમાં લાગે કે, ‘મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતાં ? તૂટી ગયાં તે તૂટી ગયાં, તેમાં હું શું કરું?” “મી કાય કરું ?” કહેશે. હવે ત્યાં વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવાય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાંય લડવાનું?
ખાતામાં ત હીરાબાનો હાથ,
પત્નીતું પંક્યર શાસ્ત્રમાં ત વાત ! અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં, ઘરની કોઈ બાબતમાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે ‘તમારા પૈસા પડી ગયા, તે જોયું કે ના જોયું ?” એ પણ અમારામાં હાથ ના ઘાલે.