________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...
૧૮૯
૧૯૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બોલતા નહોતું આવડતું. પણ આ એમનું ડિપાર્ટમેન્ટ ને આ મારું ડિપાર્ટમેન્ટ કહેશે !
પ્રશ્નકર્તા : પણ આજે તો આ બધા ડિપાર્ટમેન્ટ જ બદલાઈ ગયાં છેને ? મિક્સ થઈ ગયાં.
દાદાશ્રી : ના, મિક્સ નહીં, છૂટા પાડવાં હોય તો પાડી શકાય. પ્રશ્નકર્તા : પણ આ માને નહીં ને !
દાદાશ્રી : એક ફેરો વક્કર જતો રહ્યો પછી વક્કર ફરી પડે નહીં. વક્કર શબ્દ સાંભળેલો ?
સુધર્યો હીરાબા સંગ વ્યવહાર,
ફરી ત ભૂલ એક ફેર નિર્ધાર ! અમારે ઘેરેય કોઈ દહાડો મતભેદ નથી પડ્યો. અમે તો પાટીદારો, એટલે ખાતું જરા જાડું અમારું. એટલે આમ ઘી મૂકેને, તે પાટિયો (ધીનો). ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનો નહીં, તો શી રીતે નમાવતા હઈશું અમે ? નાઈન્ટી ડિગ્રી (સીધે સીધું) જ અને આ બીજા લોકોને ત્યાં જઈએ તો ડિગ્રીડિગ્રીવાળું (ધીમે ધીમે), તે આ હીરાબા ડિગ્રી-ડિગ્રીવાળા હતાં. એટલે મને આ ગમે નહીં કે આ તો આપણી આબરૂ જાય. પણ એ પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે, એ ઊઠેડી લેશે !
હીરાબાના હાથે ઘી ઢોળાતું હોયને તોય જોયા કરીએ. કારણ કે અમારું જ્ઞાન હાજર હોય કે, એ ઢોળે જ નહીં. કોઈ દહાડોય હું કહું કે ઢોળો, તોય એ ના ઢોળે, છતાં એ ઢોળે છે, એટલે આપણને જોવા જેવી ચીજ છે, એવું અમારું જ્ઞાન હોય ઓન ધી મોમેન્ટ (તત્કણ). બધા જ્ઞાન હાજર હોય, તે મતભેદ પડતા પહેલાં મારું જ્ઞાન હાજર થઈ જાય. એટલે આખી જિંદગી મતભેદ જ નહીં પડેલો. પહેલાં નાનપણમાં જરાક બે-ચાર વર્ષ તાજેતાજું તે જરાક આમ અથડામણ થયેલી. પણ એમાંથી એક્સિપીરીયન્સ (અનુભવ લઈને) થઈને સમજી ગયાં.
પ્રશ્નકર્તા : પટેલો પેલું ઘી આમ રેડે ત્યારે કઈ ડિગ્રી પર પીરસે ?
દાદાશ્રી : સિત્તેર ડિગ્રી, આમ કરીને ! પછી મારે ને હીરાબાને નાનપણમાં વઢવાડ થયેલી. મારા મિત્રો આવેલા ને પેલું ચુરમું કરેલું. એ ઘી તો હીરાબા રેડે. ત્યારે પહેલાં આપણામાં રિવાજ તો આમ પાટિયાથી (ઘીની તપેલી) ઘી રેડવાનું હતું. ચમચી-બમચી નહોતી ને ચોખ્ખા ઘી તે દહાડે તો. તે હીરાબાનો સ્વભાવ કેવો કે આમ વ્યાજબી સ્વભાવ, એટલે કે નોર્મલ સ્વભાવ, એટલે જેને જેટલું જોઈતું હોય તેટલું આપવું જોઈએ. ત્યારે એય ખોટું ના કહેવાય. ખાનારને કશું ના થાય. ખાનાર ટેવાયેલા હતા કે “ભઈ, આપણને જરૂરિયાત પ્રમાણે મૂકશે અને આમ જરૂરિયાત પ્રમાણે મૂકતા'તા બિચારાં. પણ આ નોબલ એવા મોટાં, તે પેલો પાટિયો મારે આમ ઢોળવા જોઈએ. મારો સ્વભાવ તે ઘડીએ જરા એબ્નોર્મલ સ્વભાવ હતો. અત્યારે હવે જ્ઞાન પછી નોર્મલ થઈ ગયો છે, પણ તે દહાડે એબ્નોર્મલ સ્વભાવ હતો. તે પછી હીરાબા આમ ઘી રેડતાં હતાં એટલે મને રીસ ચઢી ગઈ, ખૂબ ચઢી. ને પેલા બધા ગયા પછી ખૂબ વઢ્યો. કહ્યું, ‘આમ ધાર પાડો છો ? આ આવું ના ચાલે. એકદમ પાટિયો વાળી દેવાનો.' ત્યારે એમને કંઈ ખોટું લાગ્યું. તે કહે છે, હું આપત ને ધીમે ધીમે આપત. તમે બહાર ઢોળી દેવડાવો એનો શું અર્થ ? હું તમારા ભાઈબંધને કંઈ ઓછું મૂકવાની હતી ? પછી મને કહેવા લાગ્યાં કે તમે તો મારું બધાની વચ્ચે અપમાન કરી નાખ્યું. પછી હું સમજી ગયો કે આ તો મારી જ ભૂલ થઈ છે. કારણ કે સ્વભાવ બળ્યો એવો ! મારો એબ્નોર્મલ સ્વભાવ, એ તો ગાંડપણ જ છેને, મેડનેસ કહેવાય. આસક્તિ છે એક જાતની ! અતિશય નોબલ થવું એય ગાંડપણ છે. અને બહુ કરકસરિયાવાળું એ ગાંડપણ, નોર્માલિટી જોઈએ. પછી આમ કરતાં કરતાં અથડાઈ અથડાઈને ઠેકાણે આવી ગયું. બે-ચાર વર્ષમાં જ આવી ગયું. હું સમજી ગયો. તારણ કાઢી લીધું કે આમાં આમની કરેક્ટ વાત છે અને એ કરેક્ટમાં ફરી પછી બીજીવાર નહીં જોવાનું. એકવાર કરેક્ટનેસ નક્કી કરી દીધી કે આ બાબતમાં એ કરેક્ટ છે. એટલે પછી કરેક્ટ જ ! પછી બીજું જોવાનું નહીં. બીજું બધું સંજોગવશાત્ અને એ ભગવાનથીય ફેરફાર ના થાય.