________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં...
૧૮૭
૧૮૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઈએ તો પછી એ આપણી ખામી કાઢશે. ‘તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે.” એટલે વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય !
એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે, એને પુરુષ કહેવાય ! નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મસાલાના ડબ્બામાં જુએ કે, ‘આ બે મહિના પર લાવ્યા હતા તે એટલી વારમાં થઈ રહ્યા.” અલ્યા, આવું જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું ‘ડિપાર્ટમેન્ટ’ હોય તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયાય કરે. પણ આ વગર કામનો દોઢ ડાહ્યો થવા જાય !
પ્રશ્નકર્તા : એ પૂછે તો આપણે જવાબ આપવો. બાકી, નહીં તો એના ડિપાર્ટમેન્ટમાં આપણે હાથ ના ઘાલવો.
દાદાશ્રી : બરોબર છે. એ સારામાં સારું. ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો નહીં. એમનાં રસોડા ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો જોઈએ નહીં.
મુંબઈમાં એક આપણા છે તે પટેલ હતા અને તે પ્રોફેસર હતા. તે પછી એમના વાઈફને કહ્યું, આ તમારે પ્રોફેસર જેવો ધણી મળ્યો છે, પ્રોફેસર સીધા માણસ, એમની જોડે શું કરવા મતભેદ થાય છે ? ત્યારે કહે, દાદાજી શું કહું, જ્યારે હું બહાર જઉં છું ને કંઈક શાક-બાક લેવા તો આ ઘરમાં પછી રસોડામાં જઈને મરચું જોઈ લે, બીજું જોઈ લે, આ મરચું તો આપણે બે મહિના પહેલાં લાવ્યા હતા. એટલી વારમાં મરચું શી રીતે ખલાસ થઈ ગયું ? કહેશે. મરચું જુએ, બીજું જુએ, ત્રીજું જુએ. બોલો, આ હવે પેલા બેન ચીડાય કે ના ચીડાય ? મરચું હઉ જોવાનું આપણે ? તે ખઈ ગઈ મરચું ? એના પિયર મોકલી દીધું? પ્રોફેસર થઈને આવું બોલે ! જુઓને, આખા ડબ્બા જોઈ આવે ! ત્યારે એને સંતોષ થાય અને પછી કોઈ ડબ્બો ખાલી દેખે, ત્યારે કહેશે, આ શું થયું ? કોઈને ઉછીનાં આપ્યાં હશે મરચાં ?
પ્રશ્નકર્તા: પહેલાં તો વહુની રીતે ચોખા કે દાળ ઓરાય નહીં, એ
તો સાસુ કાઢી આપે આમ... એટલું જ ઓરવાનું. વધારે પડી જાય એટલે કચકચ થાય ! એવું થયું આ તો.
દાદાશ્રી : પછી બઈએય જાણે કે ભઈની પાવલી પડી ગયેલી છે. માલ કેવો છે તે બેન સમજી જાય. નિયમ અને મર્યાદાથી જ વ્યવહાર શોભશે. માટે મર્યાદા ના ઓળંગશો ! હવે આ એની કંઈક લિમિટ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? એટલે આ નવી જાતની ડિઝાઈનો. આવું જોવાતું હશે, બળ્યું ? એટલે આપણે કંઈક વિચારી વિચારીને નક્કી કરવું ધોરણ કે આમાં હાથ ના ઘાલવો. હું પહેલેથી હાથ નહોતો ઘાલતો એમના ડિપાર્ટમેન્ટમાં. તો આપણા ડિપાર્ટમેન્ટમાં એ હાથ ના ઘાલે કે ભઈ આ પગાર કેટલો મળ્યો ને તમે શેમાં નાખી દીધા, એવું તેવું !
પ્રશ્નકર્તા : પણ એ કહે કે ના, અમારે તો તમારા ડિપાર્ટમેન્ટમાં આવવું જ છે, એમ હીરાબા કહે તો ?
દાદાશ્રી : ના, એમના ડિપાર્ટમેન્ટમાં હું હાથ ઘાલું ત્યારે એ ખોળેને? રસોડા ડિપાર્ટમેન્ટ, હાઉસહોલ્ડ ડિપાર્ટમેન્ટ બધું એમનું અને બહારનું ફોરેન ડિપાર્ટમેન્ટ મારું, બે ડિપાર્ટમેન્ટમાં કોઈ કોઈનો હાથ ઘાલે નહીં. એ ડિપાર્ટમેન્ટ વહેંચી જ દીધેલાં. હાઉસહોલ્ડમાં હાથ આપણને નહીં ઘાલવાનો, એમના રસોડામાં એ ઘી ઢોળી નાખે કે પાંચ હજારનું સળગાવી મેલે કે એમના હાથે કંઈક સોનું ખોવાઈ ગયું એ એમનું ડિપાર્ટમેન્ટ ! અને ફોરેન ડિપાર્ટમેન્ટ મારું !
પ્રશ્નકર્તા : એ બરોબર છે. પણ આ ડિપાર્ટમેન્ટની જે લાઈન આપણે દોરી, એ ડિપાર્ટમેન્ટની લાઈન રહી નથી હવે.
દાદાશ્રી : એ તો આ લોકોએ કરી. પહેલાં જૂના જમાનામાંય ડિપાર્ટમેન્ટની લાઈનો નહોતી. તોય જૂના અમારા ઘેડીયા હતાને, તેય મહીં જઈને રસોડામાં જઈને જોઈ આવે. “આ હમણે ઘી લાવ્યા છે તે ક્યાં ગયું?” ત્યારે પેલી કહેશે, “અરે, ત્યારે હું ખાઈ ગઈ ?” એવા લોક છે. ગોળ જોઈ આવે, ખાંડ જોઈ આવે. મેર ચક્કર, એ ડિપાર્ટમેન્ટ એમનું. આ તો મારી શોધખોળો છે, બધી આ ડિપાર્ટમેન્ટની. તે દહાડે હોમ-ફોરેન