________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૮૫
આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છું ને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જાય.
સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી, પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ.
(૧૦) બે ડિપાર્ટમેન્ટ તોખાં...
રાખો હોમ-ફોરેન બે ડિપાર્ટમેન્ટ,
રહેવાનું છે એક એપાર્ટમેટ ! પુરુષ સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાનાં ‘ડિપાર્ટમેન્ટમાં જ રહેવું.
પ્રશ્નકર્તા ઃ સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કર્યું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના ઘાલવો ?
દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું ? ઘર કેમ ચલાવવું ? તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતા હોય કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતાં ના હોય, રેશન બતાવતાં ના હોય, તો આપણે ‘ડિપાર્ટમેન્ટ'માં હાથ ઘાલવાની જરૂર જ શી ? “આજે દુધપાક કરજો, આજે જલેબી કરજો', એય આપણે કહેવાની જરૂર શી ? ટાઈમ આવશે ત્યારે એ મુકશે. એમનું ‘ડિપાર્ટમેન્ટ’ એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઇચ્છા થઈ હોય તો કહેવું કે, ‘આજે લાડુ બનાવજે.” કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે “કઢી ખારી થઈ, ખારી થઈ” તે બધું ગમ વગરનું છે.
આ રેલ્વેલાઈન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું ‘ડિપાર્ટમેન્ટ' જ આવું જુદું. હવે તેમાંય ખામી તો આવે જ ને ? તેમ ‘વાઈફના ‘ડિપાર્ટમેન્ટ’માં