________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૮૩
૧૮૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : હં, તે એટલા સુધારી લેવા આપણે. મારું કહેવાનું, શા માટે આપણે બગાડીએ, પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ છે તે ટ્રાફિકના લૉઝ બધા. એ લૉના આધારે ચાલે છે. ટ્રાફિકના, એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને ? આ ટ્રાફિકના લૉમાં અને આમાં પોતાની સમજણે જ કાયદા નહીં ? આ તો કોઈ દહાડો અડચણ નથી આવતી. એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે. હવે આ જો કાયદા તમે સમજીને ચાલો, તો ફરી અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ.
આ ટ્રાફિકના લૉઝ પાળવા માટે તમે નિશ્ચય કરેલા હોય છે, તો કેવા સરસ પળાય છે ! કેમ એમાં અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે.
પ્રશ્નકર્તા : પેલો ટિક્ટિ આપી દેને, મામો ! (પોલીસવાળો દંડ કરેને !).
દાદાશ્રી : કારણ કે એ ટ્રાફિકના લૉઝમાં એ પોતે જ, બુદ્ધિ એટલી બધી સમજી શકે છે, સ્થળ છે એટલે કે હાથ કપાઈ જશે, તરત મરી જઈશ. એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. પેલી બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે આ. આના નુકશાન બધાં સૂક્ષ્મ થાય છે !
એટલે એડજસ્ટ થતાં ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય એ ઘરમાં કશુંય ભાંજગડ ના થાય. અમેય હીરાબાને એડજસ્ટ થતાં જ આવ્યા હતા ને ! એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભેય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! કારણ કે જીવ સ્વતંત્ર છે દરેક. અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને આપવા માં આવ્યો છે, એવું નથી. એને શું ? પોતે ખોળવા આવ્યો છે. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય.
પ્રશ્નકર્તા : સુખ ખોળવા આવે તો દુઃખ મળે એટલે પછી વેર બાંધે ?
દાદાશ્રી : હા, એ તો પછી ભઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી, આ વેર જ બાંધે ! સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય.
ઘેર ન એડજસ્ટ કોઈ સંગે,
શાસ્ત્રો ભણી ઉપદેશક કઢંગે ! પ્રશ્નકર્તા: ‘એડજસ્ટમેન્ટની વાત છે, એની પાછળ ભાવ શું છે? પછી ક્યાં આવવું ?
દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે, અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. ‘દાદા’નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ ‘એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં ‘એડજસ્ટ’ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશેને તમને ? આ ‘ડિસૂએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. ‘એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ, આગ્રહ-દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે એનાથી ચઢાવીએ, છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !
અહીં ઘેર ‘એડજસ્ટ થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલને પૂળો અહીંથી, પહેલું ‘આ’ શીખને. ઘરમાં ‘એડજસ્ટ થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! એટલે કામ કાઢી લેવા જેવું છે.
અત્યાર સુધી એકય માણસ અમને ડિસૂએડજસ્ટ થયો નથી અને આ લોકોને ઘરનાં ચાર માણસોય એડજસ્ટ થતાં નથી, આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને ? આ જગતનો નિયમ શો છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ એમાં કંઈ શીખવાપણું રહેતું નથી. કયું ના