________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૮૧
દાદાશ્રી : તે પણ તકરાર કરવાની શી જરૂર છે ?
પ્રશ્નકર્તા : એ તો થઈ જાય, ખાલી આર્ગ્યુમેન્ટ થઈ જાય.
દાદાશ્રી : બળ્યું, આપણે નોકરી કરતા હોઈએ તો આર્ગ્યુમેન્ટ કરીએ ? શેઠ કહે એવું કરી નાખવાનું. આપણે ભાંજગડ નહીં. આ તો નોકરી જ જોઈએ આ લોકોને. સ્વતંત્ર જગા જ નહીં અપાય એવા લોકો, નહીં ? એટલે શું કરવું જોઈએ ? તારે એમના નોકર તરીકે રહેવું. એ તારા નોકર તરીકે રહે. એવું થાય ત્યારે મજા આવે. ‘આઈ એમ યોર સર્વન્ટ’ પણ મોઢે કહેવાનું નહીં. લોક સાંભળે તો આ ખોટું દેખાય, કહેશે, બેઉ ગાંડા થઈ ગયા છે.
બાકી, આ તો જીવતાં જ નથી આવડતું પૈણતા નહોતું આવડ્યું તે મહાપરાણે પૈણ્યા ! બાપ થતાં નથી આવડતું, એમ ને એમ બાપ થઈ ગયો. છોકરાઓ ખુશ થઈ જાય એવું હવે જીવન જીવવું જોઈએ. સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે ભઈ આજે કોઈની સામસામે અથડામણ ન આવે, એવું આપણે વિચાર કરી લો, કહીએ. અથડામણથી ફાયદો થાય છે એ મને દેખાડો.
પ્રશ્નકર્તા : ના, નથી થતો.
દાદાશ્રી : શું ફાયદો થાય છે ?
પ્રશ્નકર્તા ઃ દુ:ખ થાય.
દાદાશ્રી : નહીં, દુ:ખ થાય એટલું જ નહીં. આ અથડામણથી અત્યારે તો દુ:ખ થયું, પણ આખો દહાડો બગડે અને આવતો ભવ પાછું મનુષ્યપણું જતું રહે. માણસપણું તો ક્યારે રહે કે સજ્જનતા હોય તો માણસપણું રહે. પણ પાશવતા હોય, ગોદા માર માર કરે, શીંગડા માર માર કરે, ત્યારે પછી ત્યાં આગળ માણસપણું આવે ફરી ? ગાયો-ભેંસો શીંગડા મારે કે માણસ મારે ?
પ્રશ્નકર્તા : માણસ વધારે મારે.
૧૮૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : તો માણસ મારે તો પછી જાનવરમાં જવું પડે.
પ્રશ્નકર્તા : એ વધારે વાગે હઉ.
દાદાશ્રી : વાગે પણ વધારે. એટલે ત્યાં આગળ બે પગને બદલે ચાર પગ ને પૂંછડું વધારાનું પાછું ! ત્યાંનું કંઈ જેવું તેવું છે ? ત્યાં કોઈ દુઃખ નથી ? બહુ છે, જરા સમજવું પડે, આમ કેમ ચાલે તે ?
ટ્રાફિકના કાયદા તોડ્યે દંડ વ્યવહારે આથડયે વાગે પ્રચંડ !
પ્રશ્નકર્તા : પેલી ચોપડી કાલે લીધી હતી એમાં એ હતું કે, આ રોડ પરનાં વાહન-વ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે અને તમે કોઈની જોડે અથડાશો જ નહીં. તેમ આ વ્યવહારમાં ધર્મો એટલે રિલેટિવ ધર્મમાં કહે છે કે કોઈને પણ ત્રાસ ન આપો ને તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજો.
દાદાશ્રી : જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ, પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને નુકસાન થવાનું છે એ એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો ને તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણો છે, એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે માટે કોઈની જોડે અથડાશો નહીં. એ એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં. અથડાવામાં જોખમ જ છે હંમેશાં. અને અથડાવાનું કોઈક દહાડો બને છે, કંઈ મહિનામાં બસો વખત થાય છે ? મહિનામાં કેટલા વખત આવે છે એવું ?
પ્રશ્નકર્તા : કો'ક વખત, બે-ચાર વખત.