________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૭૯
૧૮૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આ ભીંત જેવા છે, આવું સમજવાનું પછી કોઈ મુશ્કેલી નથી.
પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે ક્લેશ કરે ?
દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઈ ?
મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. “ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) છે. કોઈની આટલી સત્તા નથી. આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે? એવું સામાને છે. અને એના નિમિત્તે જે અથડામણ છે એ તો છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં ! માટે તમે ભેંત જેવા થઈ જાઓને, તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા છે. તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે. ને તમને એ ટેડકાવે ત્યારે તમે ભીંત જેવા થઈ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને ‘હેલ્પ’ કરે.
આ ભીંત જોડે મતભેદ પાડો તો શું થાય ? પ્રશ્નકર્તા : માથું ફૂટે.
દાદાશ્રી : માથું ફૂટી જાય, ત્યારે ભીંતને પછી વાંધો છે ? માટે મતભેદ ના કરવો. ભીંતને તો લેવાદેવા શું છે ? માટે ભૂલ આપણી હોય તો જ ભીંત અથડાય છે. એમાં ભીંતની ભૂલ નથી. ત્યારે મને લોકો કહે છે કે, “આ લોકો બધા કંઈ ભીંત છે ?” ત્યારે હું કહું છું કે, ‘હા, લોકો એ પણ ભીંત જ છે. એ હું જોઈને કહું છું, આ કંઈ ગમ્યું નથી.
કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું એ બે સરખી
વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે. ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ થાય છે, તે પણ નહીં દેખાવાથી ક્રોધ થાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને ? વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાંને ? કે આ મારું ખરું છે એવું લડવા માટે ભાંજગડ નથી કરતાંને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવું આ અત્યારે ભીંતની સ્થિતિમાં જ છે. આની જોડે ખરું કરવાની જરૂર જ નથી.
જે અથડાય છેને તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાંય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું નથી. તમારે કોની જોડે અથડાય છે ?
પ્રશ્નકર્તા : એ બહાર અથડાય.
દાદાશ્રી : એ તો મહીં ઘરમાંય કેટલીય વાર થાય, એ તો તમને લાગે એવું.
પ્રશ્નકર્તા: ના, ના. અમે તો કોઈ દિવસ અથડાતા નથી. વરસે એક વાર. તે ખાલી થોડી વાર.
દાદાશ્રી : એ તો એકાદવાર તો દિવાળી કહેવાય. એનો વાંધો નહીં. આ તો મહિનામાં એક-બે વખત હોય જ.
પ્રશ્નકર્તા: એ તો કોઈ વાર કામવાળા નહીં આવ્યા હોય, કોઈ વાર કાચનું વાસણ તૂટી ગયું હોય, કંઈ આમ થયું હોય તો જ અથડામણ થાય.