________________
૧૭૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૭૧ પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ.
દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદાએ કહ્યું છે કે “એડજસ્ટ એવરીવ્હેર’ તો ‘એડજસ્ટ’ થયા કરે. બીબી કહે કે, ‘તમે ચોર છો’ તો કહેવું કે ‘યુ આર કરેક્ટ’ અને થોડીવાર પછી એ કહે કે, “ના, તમે ચોરી નથી કરી’ તોય ‘યુ આર કરેક્ટ' કહીએ. સ્ત્રી સાડી લાવવાનું કહે દોઢસો રૂપિયાની તો આપણે પચ્ચીસ વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે, સમજવું પડે !
એવું છે બ્રહ્માનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે “ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ ? ‘દાવો માંડ’ કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ' થઈએ કે પછી ‘દાવો માંડો’ કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી લંબાયા કરે કે ના લંબાયા કરે ? બીબી જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી ? અને સવારે નાસ્તોય સારો ના મળે.
રૂઠી જાય તમારા ઘરવાળા !
અપનાવો જ્ઞાતીની જ્ઞાતકળા ! તે કોઈક દહાડે રાતે વાઈફ કહે, ‘પેલી સાડી મને નહીં લઈ આપો ? મને પેલી સાડી લઈ આપવી પડશે.’ ત્યારે પેલો કહે કે કેટલી કિંમત તેં જોઈ હતી ? ત્યારે કહે, બાવીસસો રૂપિયાની છે, વધારે નથી !' તો આ કહે “તમે બાવીસસોની જ છે, કહો છો. પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે ? અત્યારે અહીં સાંધા તૂટે છે. બસો-ત્રણસોની હોય તો લઈ આપું. તું બાવીસસોની કહું છું.’ એ રીસાઈને બેસી રહ્યાં. હવે શી દશા થાય તે ! મનમાં એમેય થાય કે બળ્યો આથી ના પૈણ્યો હોય તો સારું ! પૈણ્યા પછી પસ્તાય એટલે શું કામમાં લાગે ? એટલે આ દુઃખો છે.
પ્રશ્નકર્તા : આપ એમ કહેવા માંગો છો કે બાઈને સાડી બાવીસસો રૂપિયાની લઈ આપવાની ?
દાદાશ્રી : લઈ આપવી કે ના લઈ આપવી એ તમારી આવડત ઉપર આધાર રાખે છે. રીસાઈને રોજ રાત્રે ખાવાનું નહીં કરું, કહેશે. ત્યારે શું કરીએ આપણે ? ક્યાંથી રસોઈયા લઈ આવીએ ? એટલે પછી દેવું કરીને પણ લઈ આપવી પડે ને ?
એવું બનાવી દો આપણે કે સાડી એની મેળે લાવે જ નહીં. જો આપણને મહિનાના આક્ષો પાઉન્ડ મળતા હોય, એટલે આપણે સો પાઉન્ડ આપણા ખર્ચ માટે રાખી અને સાતસો એમને આપી દઈએ પછી આપણને કહે, સાડી લઈ આપો ? અને ઊલટી આપણે મશ્કરી કરવી, પેલી સાડી આ સરસ છે, કેમ લાવતા નથી ? એનો વેંત એણે કરવાનો હોય ! આ તો આપણે વૈત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. આ બધી કળા હું જ્ઞાન થતાં પહેલાં શીખેલો પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું છે. તો બોલો, આ કળા નથી તેથી જ આ દુ:ખ છે ! તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : તમને સમજણ પડીને આમાં ? ભૂલ તો આપણી જ છે ને, કળા નથી તેની ને ? કળા શીખવાની જરૂર છે, તમે બોલ્યા નહીં ?
સામસામી ઘસાય મોગરા તૂટે,
અહંકાર આત્મવૈભવ રે લૂંટે ! પ્રશ્નકર્તા : ધારો કે હસબંડ-વાઈફને એકબીજાને એડજસ્ટ થતું જ ના હોય, તો શું કરવું ? છૂટા થઈ જવું ?
દાદાશ્રી : એડજસ્ટ થતું ના હોય અને થવાનો પ્રયત્ન કરીએ તોય વળે એવું ના હોય, તો બેનું બગડે. એના કરતાં બેઉને જુદું કરી આપવું. તારા કોઈ મિત્રને છે એવું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો મારી પાસે બોલાવી લે. એનું સમું કરી આપું. એ રીપેર