________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
થઈ જાય, રાગે પડી જાય. એમનું રીપેર કરીએ એટલે જોઈન્ટ થઈ જાય પછી. આપણે એમ જાણીએ કે અહીં આગળ આનો આ બગાડ છે. અને અહીં આ બગાડ છે. એ રીપેર કરીએ. એવાં કેટલાંય રાગે પડી ગયાં. એને ‘ટેન્સિંગ બેરલ’માં નાખવાં પડે. ‘ટેલિંગ બેરલ’માં નાખીને ફેરવે, એટલે બધા એના બધા મોગરા હોય, એ અથડાય, અથડાય ને બધા મોગરા તૂટી જાય. એવું પેલી બેનનું રાગે પડી ગયું ને ?
પ્રશ્નકર્તા : હા, એવા તો કેટલાંય થયાં.
૧૭૩
દાદાશ્રી : એનો ધણી દર્શન કરવા આવ્યો હતો. બેન દર્શન કરવા આવી હતી. એની સાસુ ને બધાં દર્શન કરવાં આવ્યાં હતાં.
પ્રશ્નકર્તા : તે કેટલાં કૂદતાં કૂદતાં ! બસો માઈલથી આવ્યાં હતાં. દાદાશ્રી : કૂદતાં કૂદતાં !
આ તો ભમરડા ફરે છે અને કહે છે, હું ફર્યો ! અલ્યા મૂઆ ! ભમરડો ફર્યો અને તું શેનો ફર્યો ?
આર. પી. એમ.માં મોટો ડિફરન્સ, તેથી પટ્ટો તૂટે, તંગી થઈ સેન્સ !
આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના
થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને ‘જ્ઞાની’ થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ.
તારાં ‘રિવોલ્યુશનો’ અઢારસોનાં હોય ને સામાનાં છસો હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવાં પડે.
૧૭૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : ‘રિવોલ્યુશન’ એટલે શું ?
દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલુંય દેખાડી દે, એના બધા પર્યાયો ‘એટ-એ-ટાઈમ’ દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો ‘રિવોલ્યુશન’ ફરતાં હોય, તો અમારાં પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ ‘રિવોલ્યુશન' ફરતાં !
આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી ‘વાઈફ'ને સો ‘રિવોલ્યુશન’ હોય ને તમારાં પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો ‘એન્જિન' હઉ તૂટી જાય. ‘રિવોલ્યુશન' સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં ‘રિવોલ્યુશન’ પચાસ હોય ને તમારાં પાંચસો હોય, કોઈને હજાર હોય, કોઈને બારસો હોય, જેવું જેનું ‘ડેવલપમેન્ટ’ હોય તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે ‘કાઉન્ટરપુલી' નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપુલી’ એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારાં ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવાં પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે
જાણીએ કે આ ભાઈનાં આટલાં જ ‘રિવોલ્યુશન’ છે. એટલે તે પ્રમાણે હું ‘કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઈએ એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય.
પ્રશ્નકર્તા : કોઈ પણ, સામાના ‘લેવલ’ ઉપર આવે તો જ વાત
થાય ?
દાદાશ્રી : હા, એનાં ‘રિવોલ્યુશન' પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં ‘રિવોલ્યુશન' ક્યાંના ક્યાંય જઈ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! ‘કાઉન્ટરપુલી' તમને નાખતાં ના આવડે તેમાં ઓછાં ‘રિવોલ્યુશન'વાળા એન્જિનનો શો દોષ ? એ તો