________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
જ માલિક છે, પોતે જ આ હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ ! એટલે આ બધું શોધન કરવાની જરૂર કે સુખ શી રીતે થાય !!
એડજસ્ટ એવરીવ્હેર' વાક્ય,
એ ધર્મ શીખ્યો તે ચાણક્ય !
૧૬૯
આપણે પૂછવું કે મતભેદ પડવાથી તને સારું લાગતું હોય તો મતભેદ ચાલુ રાખુ. અને તને દુઃખ થતું હોય તો બંધ કરી દઉં, તને વિટામિનની પેઠ કામ થતું હોય તો ચાલુ રાખું, કહીએ. પણ દુ:ખ જ થતું હોય. એય કહેશે, ના મતભેદથી તો દુઃખ થાય છે. મતભેદ કોઈનેય ઘરમાં ગમે જ
નહીં. બાકી ઘરના માણસ તો હેલ્પર છે.
વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે ‘એડજસ્ટ એવરીવ્હેર' થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા ! એટલે મેં શબ્દ આપ્યો છે. અત્યારે લોકોને એડજસ્ટ એવરીવ્હેર' એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે ‘એડજસ્ટમેન્ટ’ દાદાએ કહ્યું છે. એ કઢી થોડી પછી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે મુશ્કેલીમાં, કોઈ જગ્યાએ મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તોય સંસાર રૂપાળો લાગે.
દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ(સિદ્ધાંત) હોવા જ જોઈએ. છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે.
એડજસ્ટમેન્ટ તો, તારી જોડે જે જે કોઈ ડિએડજસ્ટ થવા આવે તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણી-જેઠાણીને ડિએડજસ્ટમેન્ટ થતું હોય તો જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાંય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું. તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે તેને લોક મેન્ટલ (ગાંડો) કહે છે. આ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથેય એડજસ્ટ થઈ જવું જોઈએ.
૧૭૦
એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, આજે દાદાને નહાતાં બહુ વાર લાગી. તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈનેય આ લાવો ને તે લાવો એમ ના કહીએ. એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઇનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઇનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું. અમે તો અમારા ડહાપણનેય જો કોઈ ગાંડપણ કહે તો અમે કહીએ, હા બરાબર છે. તે માઇનસ તુર્ત કરી નાખીએ.
અક્કલવાળો તો કોણ કહેવાય ? કોઈનેય દુઃખ ના દે અને જે કોઈ દુઃખ આપે તે જમા કરી લે તે. બધાને ઓબ્લાઇજ (ઉ૫કા૨) કર્યા કરે આખો દહાડો. સવારે ઊઠે ત્યારથી જ એનું લક્ષ લોકોને કેમ કરીને હેલ્પફુલ (મદદરૂપ) થઈ પડું એવું જેને સતત રહ્યા કરે તે માનવ કહેવાય અને તે પછી આગળ ઉપર મોક્ષનો રસ્તો પણ મળી જાય.
સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતાં તો આવડવું જોઈએ. સામો ‘ડિસએડજસ્ટ’ થયા કરે ને આપણે “એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને
અનુકૂળ થતાં આવડે એને કોઈ દુઃખ જ ન હોય. ‘એડજસ્ટ એવરીવ્હેર’. દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ?
બ્રહ્માતો ‘વત ડે' એટલું જ આયુ, ‘એડજસ્ટ', નહીં તો વહુ જોડે લહાયું !
મોટામાં મોટું દુઃખ શેનું છે ? ‘ડિએડજસ્ટમેન્ટ’નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર' કરે તો શું વાંધો છે ?