________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
તારા જ મગજનું ઠેકાણું નથી ને ! અલ્યા, કઈ જાતનો છે તું ? રોજ જેની
જોડે સોદાબાજી કરવાની હોય ત્યાં કકળાટ કરવાનો હોય ? ત્યાં એડજસ્ટ થઈ જવાનું હોય !
૧૬૭
પછી ‘વાઈફ’ જો મોંઘા ભાવનું શાક લાવી હોય તો શાક જોઈને અક્કરમી તડૂકે, ‘આટલા મોંઘા ભાવનું શાક તે લવાતું હશે ?” ત્યારે બાઈસાહેબ કહેશે, ‘આ તમે મારી પર એટેક કર્યો', એમ કહીને બાઈ ‘ડબલ એટેક’ કરે. હવે આનો પાર ક્યાં આવે ? ‘વાઈફ’ જો મોંઘા ભાવનું શાક લાવી હોય તો આપણે કહીએ, ‘બહુ સારું કર્યું, મારા ધનભાગ્ય ! બાકી, મારા જેવા લોભિયાથી આટલું મોઘું ના લવાત.’
ઘરમાં કરકસર હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે ‘નોબલ' કસકસર કરો.
આ વાઈફે જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ, ના કઢાય એવું. જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે. હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ.
અત્યારે બધી આ અથડામણ ઘરમાં થાય છે, એ બધી અણસમજણથી. તે અણસમજણ વીણી વીણીને નાખી દઈએને, આ તો ભાતની મહીંથી કાંકરા, એ કાઢી ના નાખવા જોઈએ, બળ્યા ? તે અણસમજણરૂપી કાંકરા બધા કાઢી નાખે તો ભાત સારો થાય. એ કાંકરા રહેવા દઈએ ને પછી ભાત કરો એમાં શું મજા આવે ? હવે તું કાંકરા રહેવા દઉં કે વીણી નાખું છું ?
પ્રશ્નકર્તા : વીણું છું.
દાદાશ્રી : થોડા ઘણા રહી જતા હશે ?
૧૬૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : થોડા રહે છે.
દાદાશ્રી : એ તો દાંત નીચે આવે તો કેવી મજા આવે ? કારણ કે દુઃખ જેવું નથી, બેન. આ તો આપણને કાંકરા વીણતા આવડતું નથી. એ કયા કાંકરા ને કયા ઘઉંને બધું.... એટલે પૂછ, બધું પૂછ ! હેય, ભાતમાંથી કાંકરા વીણી અને પછી સુખ ભોગવવાનું !
સહજ મળ્યું તે દૂધ, માંગ્યું તે પાણી, ખેંચ્યું તો રક્ત, બોધ લે આ વાણી !
ભેગા થઈને બેસે છેને, તોય મારામારી કરે છે. ખાતી વખતે વસ્તુ એક હોયને, તો વઢવઢાય કરે. જોઈ લો પછી મઝા (!) ‘મને કેમ દહીં ના આપ્યું ?” કહેશે. દહીંનીય વઢવાડ કરે.
‘સહજ મિલા સો દૂધ બરાબર’, પાણી હોય પણ જો સહજાસહજ મળ્યું તો એ દૂધ. એ દૂધ જેવું ગુણ આપશે. અને દૂધને જો માંગીને લીધું ‘માંગ લિયા સો પાની.’ જે માંગ્યું માટે પાણીનો ગુણ આપશે પછી ‘ખીંચ લિયા સો રક્ત બરાબર.’ તે ખેંચી લીધું તો એનું લોહી પીધા બરાબર છે. ‘ગોરખ બોલ્યા વાણી.’ આ બે વાક્યમાં આખું શાસ્ત્ર બોલી ગયો નહીં ?
આપણે જમવા બેઠા હોય તો માંગવામાં વાંધો નહીં. અને માંગ લિયા નથી કહેતા. પેલો કહે, ‘બાપજી અત્યારે નથી’, તોય પેલો હમકુ કુછ દો, હમકુ કુછ દો, માંગ માંગ કરે, એ પાણી કહેવાય. અને ખેંચી લીધું એ રક્ત બરાબર. તે અત્યારે લોક માંગતા નથી, નહીં ? ખૂંચવી લેતાય નથી ? હવે આ જમાનામાં શું સુખ હોય ? સુખ તે હોતું હશે ? સુખૈય કોઈકનું લઈ લે. બહાર ઓઢવાનું રાતે મૂકીને સૂઈ જાવ જોઈએ !
એ કહેશે, આજે કઢી કરવી છે, તો આપણે કહીએ કે ના, આજ કઢી નહીં, દાળ કરવી છે, તો મતભેદ વધે. એ કહે, કઢી કરવી છે તો આપણે એલાઉ કરવા (અનુમતિ દેવી). પછી એક દહાડો આપણે કહીએ, દૂધપાક કરો, તો એ કહેશે, એલાઉડ ! કોઈના અભિપ્રાય ઉપર તરાપ નહીં મારો ! રાતે વાઈફ જોડે મતભેદ પડ્યો હોય તો ઊંઘ સારી આવે ? પોતે