________________
૧૬૩
૧૬૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૬૩ શાંતિનો સરળમાર્ગ જોઈએ છે.
દાદાશ્રી : એક જ શબ્દ જો જીવનમાં ઉતારશો ? ઉતારશો, બરોબર એઝેક્ટ ?
પ્રશ્નકર્તા : એક્ટ, હ.
માંગે ગુલાબજાંબુ, મળે ખીચડી,
તહીં તો “પીઝા હટ’તા જો ફટકી ! એડજસ્ટ થતા ના આવડે તો શું કરે ? વાઈફ જોડે વઢે ખરા લોકો? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એમ ! શું વહેંચવા સારું ? વાઈફની જોડે શું વહેંચવાનું ? મિલક્ત તો સહિયારી છે.
પ્રશ્નકર્તા : ધણીને ગુલાબજાંબુ ખાવા હોય અને બાયડી ખીચડી બનાવે, એટલે પછી ઝઘડો થાય.
દાદાશ્રી : ‘એડજસ્ટ એવરીવ્હેર' આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલનાં. માટે “એડજસ્ટ એવરીવ્હેર’ ! આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ, તો ખલાસ થઈ જશો !
પ્રશ્નકર્તા : એ એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો.
દાદાશ્રી : હવે વાઈફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું-અવળું-સવળું બોલવા માંડી, આટલા મોડા આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ, એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે ભાઈ, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મહીં બેસું. ત્યારે કહે, ના પાછા ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના ! પણ પછી કહીએ, તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં. ત્યારે કહે, ના, ખઈ લો. એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવી ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આપે તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે.
પ્રશ્નકર્તા : માયાની પકડ એટલી બધી જબરજસ્ત થઈ છે કે આવું થઈ શકતું નથી ?
દાદાશ્રી : હા. એ વાતેય ખરી છે. એ કરેક્ટ વાત છે. આ હું કહું છું, પણ થઈ શકે નહીં આ બધું !!
દાદાશ્રી : પછી છે તે શું ગુલાબજાંબુ આવે, ઝઘડા કર્યા પછી ? પછી ખીચડી જ ખાવી પડે ?
પ્રશ્નકર્તા : પછી બહાર હોટલમાંથી પીઝા મંગાવે.
દાદાશ્રી : એમ ! એટલે પેલુંય રહ્યું ને પેલુંય રહ્યું. પીઝા આવી જાય, નહીં ? પણ આપણું પેલું તો જતું રહ્યું. એના કરતાં આપણે બાઈને કહ્યું હોય કે તમને અનુકૂળ આવે તે બનાવો. એનેય કો'ક દહાડો ભાવ તો થશે જ ને ! એ ખાવાનું નહીં ખાય ? તો આપણે કહીએ, તમને અનુકૂળ આવે તે બનાવજો. ત્યારે કહે, ના તમને અનુકૂળ આવે તે બનાવવું છે. તો આપણે કહીએ કે ગુલાબજાંબુ બનાવો અને જો આપણે પહેલેથી ગુલાબજાંબુ કહીએ એટલે એ કહેશે, ના, હું ખીચડી બનાવાની. એ વાંકું બોલશે.
પ્રશ્નકર્તા ઃ આવા મતભેદ બંધ કરવાનો આપ શું રસ્તો બતાડો
છો ?
દાદાશ્રી : આ તો હું રસ્તો એ બતાવું, કે “એડજસ્ટ એવરીવ્હેર' કહ્યું. એ કહે કે, ખીચડી બનાવી છે તો આપણે ‘એડજસ્ટ' થઈ જવું. અને તમે કહો કે ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે, તો એમણે ‘એડજસ્ટ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું.