________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૫૯
૧૬૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે
દાદાશ્રી : તે સીધા કરવા જ જોઈએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય, સ્ત્રી જાણે જાતિ એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.
વાઈફ એ શું વસ્તુ છે ? પ્રશ્નકર્તા ઃ આપ કહો ?
દાદાશ્રી : વાઈફ ઇઝ ધી કાઉન્ટર વેઇટ ઑફ મેન. એ જો કાઉન્ટર વેઇટ ના હોય તો ગબડી પડે માણસ.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : આ ઇન્જનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે. નહીં તો ઇજીન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઇટ
સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણે હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે છે ?
પ્રશ્નકર્તા : ના આવે. દાદાશ્રી : એ કાઉન્ટર વેઇટ છે એનું.
પટાવીને પતી, સંસાર પાર ઉતા,
વીતરાગ વાટે જ આરો આરો ! ‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તોય તેની જોડે ‘એડજસ્ટ થાય. ‘જ્ઞાની પુરુષ’ને જોઈને ચાલે તો બધી જાતનાં ‘એડજસ્ટમેન્ટ’ કરતાં આવડી જાય. આની પાછળ “સાયન્સ” શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઈ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને
જરૂર હોય તો સામો વાંકો હોય તોય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય તો એ આનાકાની કરતો હોય તોય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખેને ?
આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશીનરી” કેવી છે, એનો ‘ફયુઝ” ઊડી જાય તો શી રીતે ‘ફયુઝ' બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. અમારે જો સામાનો ‘ફયુઝ’ ઊડી જાય તોય અમારું ‘એડજસ્ટમેન્ટ’ હોય. પણ સામાનું ‘એડજસ્ટમેન્ટ’ તૂટે તો શું થાય ? ‘ફયુઝ' ગયો એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફયુઝ નાખી આપે તો પાછું રાગે પાડે, ત્યાં સુધી એ ગૂંચાય.
ઘર એક બગીચો, દષ્ટિ બદલ,
પ્રાકૃતિક સ્કૂલોમાં સુગંધી અલગ ! એક ભાઈ મને કહે કે ‘દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે મેં તેને કહ્યું કે બેનને પૂછો તો એ શું કહે છે ? કે ‘મારો ધણી આવો નાગો છે, અક્કલ વગરનો છે.’ હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે “મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઈ છે.’ મેં કહ્યું, ‘બગડી નથી ગયું કશું.’ તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતાં આવડવી જોઈએ.
એવું છેને, ઘરમાં એડજસ્ટમેન્ટ નથી થતું એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી, દહીંનો ડખો થઈ જાય પછી ? તે શાથી ? આ મનુષ્યોનો જે સ્વભાવ છે, એ એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સતયુગમાં બધા એક મેળ રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય તોય દાદાજી કહે તે પ્રમાણે બંધાય અનુસરે ને આ કળિયુગમાં તો દાદાજી કહે તો એમને આવડી આવડી ચપોડે (ગાળો ભાંડે), બાપ કશું કહે તો બાપનેય આવડી આવડી ચોપડે.