________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૫૭
૧૫૮
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
નાના એવા કારણોસર મેં ઘણા ડખા કર્યા છે, મારા વાઈફને મેં દુઃખ પણ ઘણું આપ્યું છે, એટલું જ નહીં પણ એ ત્રાસી ગયાં છે મારાથી. અને મને એ રિયલાઇઝ હવે થયું છે, કે આ મારા કારણે થયું છે. અને મને આમાંથી નીકળવું છે તો એનો રસ્તો બતાવો.
દાદાશ્રી : તમારા વાઈફથી તમે ત્રાસ્યા નથી ?
પ્રશ્નકર્તા : ના, એમ તો એમને મારા માટે બહુ જ લાગણી છે. મને લાગણી નથી, એમ પણ નથી, મને પણ છે.
દાદાશ્રી : લાગણી છે ત્યારે જ આવું કહે ને ! કશું સર્વિસ-બર્વિસ કરો છો ?
પ્રશ્નકર્તા : બિઝનેસ કરું છું, પોતાનો થોડો ધંધો કરું છું. દાદાશ્રી : શેનો ? પ્રશ્નકર્તા : મટીરિયલ્સ સપ્લાય કરવાનો. દાદાશ્રી : ત્યાં એ લોકો જોડે એડજસ્ટ થવાય છે ?
પ્રશ્નકર્તા : એ લોકો જોડે થવાય છે. એ લોકો જોડે પહેલાં નહતું થતું, પણ હવે એ લોકો સાથે હું એડજસ્ટમેન્ટ કરતાં શીખી ગયો છું.
દાદાશ્રી : આય શીખવાની જરૂર છે. એમાં બીજું કશું નહીં. આય શીખી જશોને એટલે બધું આવડી જવાનું.
પ્રશ્નકર્તા : હવે કરવું શું મારે ? દાદાશ્રી : જો તમને પ્રેમ છે તો એડજસ્ટમેન્ટ હોય જ. પ્રશ્નકર્તા ઃ અહંકાર આડો આવે છે ?
દાદાશ્રી : હા, એ જ ને, અહંકારની જ બધી ભાંજગડ છે ને ? મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નથી, છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઈએ ને ઓઢીને સૂઈ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે
ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ?
એટલે એડજસ્ટ’ થવાનું જગતમાં, કારણ કે દરેક વસ્તુનો ‘એન્ડ હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તોય તમે તેને ‘હેલ્પ' નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો તે સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય તે સામાને શી રીતે સુધારી શકે ?
પ્રશ્નકર્તા : વાઈફ જોડે ઘણીવાર અથડામણ થઈ જાય છે. મને કંટાળો આવે છે.
દાદાશ્રી : કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાક તો દરિયામાં પડતું નાખે, બ્રાન્ડી પીને આવે.
એક પૈણેલો માણસ ઘેર જતો નહોતો, ત્યારે મેં કહ્યું, કેમ અત્યારે તું આ રાત્રે બાર વાગે બાગમાં જાય છે ? ત્યારે કહે, હમણે જરાક ઠંડો પવન છે ને, પછી જતો રહીશ, પણ પછી તપાસ કરી ત્યારે કહે છે, વહુ જોડે ઝઘડો થયો તો, તે બધા ઊંઘી જાય પછી ઘેર જવાનું. તે રાતે આ બધા ઊંઘી ગયા પછી જાય. નહીં તો જાગતા હોય તો વઢવાડ થઈ જાય. મોટું ચઢેલું દેખે કે વઢવાડ થઈ જાય. તે નિરાંતે છાનોમાનો પેસી જઈને સૂઈ જાય પાછો !
વાંકા આંટા જોડે વાંકી તટ,
સ્ત્રી તો છે, તારું કાઉન્ટર વેટ ! પ્રશ્નકર્તા : હું ‘વાઈફ’ જોડે બહુ “એડજસ્ટ’ થવા જાઉં છું. પણ થવાતું નથી.
દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું ‘કાઉન્ટર વેઈટ’ છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું ‘વ્યવસ્થિત છે, એવું કહ્યું છે ને ?