________________
૧૫ર
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૮) સુધારવું કે સુધરવું ?
૧૫૧ ઘોર અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે ક્લેશ ? આ તો ક્લેશ થતો હોય ત્યાં કોઈ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો ક્લેશ શાને ?
કેરીનો રસ ખાતા હોય, તેનો વાંધો નથી. આપણે રસ ખાવ, ઘી ખાવ, રોટલી ખાવ, પણ આપણને રસ રેડતી વખત બેનનો હાથ જરાક આઘોપાછો થયો ને રસ થોડો બહાર પડ્યો. ત્યારે આપણે કહીએ કે, ‘તું અક્કલ વગરની છે’, તો થઈ રહ્યું ! એ તમને અધિકાર જ નથી. તમે અક્કલ વગરની છે કહો તો બાઈ બિચારી શું કરે ? પછી એનાથી બોલાય નહીં, કારણ કે એ તો દબાયેલી હોય, નહીં તો બઈ બહુ ચગેલી હોયને, તો તે એમ કહે કે, આ તમે પાછા અક્કલનાં કોથળા આવ્યા, તે ઘડીએ આપણી આબરૂ શું રહે ? એટલે આપણાથી કોઈને અક્કલ વગરની છે એવું કશું કહેવાય નહીં. એ વહુને જ ટેડકાવે. મૂઆ, વહુ કૈડકાવે છે કંઈ ?
પ્રશ્નકર્તા એ એક જ જગ્યા ટૈડકાવાની છે. બીજે તો ક્યાં, કંઈ બોલી શકે ?
સમજીને જાતે થી પાંસરો,
નહીં તો માર પડશે સોંસરો ! રાતે બે વાગે જ્યારે ઊંઘવાનો ટાઈમ છે ત્યારે તો સૂઈ જા. રાત્રે બે વાગે કાઢીને ઊભો રહે. શું કાઢે ?
પ્રશ્નકર્તા : ઑડિટ.
દાદાશ્રી : રાત્રે બે વાગે. અલ્યા, તે આપણે એને સમજણ પાડીએ કે, અત્યારે સૂઈ જા, સવારમાં વાત કરજે. પણ ના, આ કેમ આમ કર્યું. કહેશે, તે પાંસરો ના મરે.
આ તો એક બેનને જ્ઞાન નહોતું મળ્યું, તે મને કહેતાં હતાં, મને તો આવા ધણી મળ્યા છે ને આમતેમ મને કહે, હું જ્ઞાન લઉં તો એ પાંસરો થશે. ત્યારે મેં કહ્યું, એ પાંસરા નહીં, તું પાંસરી થઈ જઈશ. એ તો પાંસરા થાય ક્યાંથી તે ? પછી કહે છે, એને જ્ઞાન મળે તો મારા ધણી પાસરા થશે? મેં કહ્યું, તું પાંસરી થઈ જા ને અને જે પાંસરું થયું તે જીત્યું.
હા, મને મારી મારીને લોકોએ પાંસરો કર્યો. કેટલાય અવતારથી માર ખાતો ખાતો આવ્યો, ત્યારે પાંસરો થયો. તે ગમે ત્યાં એડજસ્ટ થઈ શકું છું. એવરીવ્હેર, એની પ્લેસ પર એડજસ્ટ થઈ શકું છું. પાંસરો તો થયે છૂટકો છે ને, તેથી જ અમે પુસ્તકમાં લખ્યું, “એડજસ્ટ એવરીવ્હેર”.
એને મારી મારીને પાંસરો કરે ! બૈરી મારીને પાંસરો કરે. પાડોશી સગાંવહાલાં બધાં મારીને પાંસરો કરે. પાંસરા કરે કે ના કરે ? તમને કોઈએ પાંસરા નહીં કરેલાં ? પાંસરો તો લોકોએ મને બહુ કરી નાખ્યો છે. પાંસરો થયો ત્યારે જ્ઞાની થયો !
પ્રશ્નકર્તા : દાદા, આપ તો જ્ઞાની પુરુષ. અમારા મનમાં તો પ્રગટ પરમાત્મા જેવા, અમને મનમાં વસી ગયા અને આપને મોઢે અમે એવું સાંભળીએ કે અનંતકાળથી માર ખઈ ખઈને હું પાંસરો થયો છું. એવું આપ જ્યારે કહો, ત્યારે અમારો પુરુષાર્થ કેટલો બધો જાગૃત થાય ?
દાદાશ્રી : હા, બરાબર છે. તમે જો નથી થયા તો હજુ થવું પડશે.
દાદાશ્રી : બીજે મારે બધા. પાછો અહીંયાં વાઈફને શું કહેશે ? “શું સમજે તું તારા મનમાં ! તારે ઘેર તને મોકલી દઈશ ?” કહેશે. પછી છોડીનું તેલ કાઢી નાખે. એ તો હું વટું ત્યારે વળી ટાટું પડે, નહીં તો રીંગણું ટાટું પડે નહીં પોતે. પાછો એવું કહું રીંગણ જેવો છું ને શું બોલ બોલ કરે છે તે ! એટલે પછી ટાઢો થઈ જાય.
હું પચ્ચીસ વર્ષનો હતો તે સિનેમામાં ગયેલો. પાછો આવું, તે રાતે બાર વાગી ગયા હોય. તે કૂતરાં છે તે પોળમાં હોય, બિચારા સૂઈ ગયેલાં હોય એમ કરીને, એટલે મારા મનમાં એમ થાય કે બિચારાં ભડકી ઊઠશે આમ, આ ઊભું થઈને જોશે અવાજ થશે એટલે. એટલે હું બૂટ ખખડે ને તે બૂટ કાઢીને જઉં, બૂટ હાથમાં ઝાલીને જઉં તે જરાય અવાજ નહીં, એને ચમકાટ ના થવો જોઈએ. કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ, કોઈને ભય ના પામવા દો. અત્યારે તો ઘરમાં વાઈફ હોય... આપણા જતાં પહેલાં ભડકતી હોય, એને ભડકાવીને આપણને શું સુખ પડે ?