________________
(૮) સુધારવું કે સુધરવું ?
થઈને આપણે ત્યાં વાતો કરવા આવે. કર્મના નિયમ ખરાને ! એટલે આપણે એને સીધી કરીએ, પણ આ તો ઠામ નહીં ને ઠેકાણુંય નહીં. કો’ક પૂન્યશાળી માણસ એવો હોય કે જે અમુક ભવ જોડે રહે. જુઓને નેમિનાથ ભગવાન, રાજુલ સાથે નવ ભવથી જોડે જ હતા ને ! એવું હોય તો વાત જુદી છે. આ તો બીજા ભવનું જ ઠેકાણું નથી. અરે, આ ભવમાં જ જતાં રહે છે ને ! એને ‘ડાયવર્સ’ કહે છે ને ? આ ભવમાં જ બે ધણી કરે, ત્રણ ધણી કરે !
આપણે એને સુધારવા માટે પ્રયત્ન ના કરવો. બહુ સુધારવાથી તો બગડે. એ ખુશી હોય તો પ્રયત્ન કરવો. નહીં તો સુધારવા માટે એની ના ખુશી હોય ને આપણે સુધારવા ફરીએ તો એ આવી રીતે સુધારાય નહીં. સુધારવાનું હોય તો આપણે છે તે સુધરેલા જોઈએ. અત્યારે અમારી પાસે બધી છોકરીઓ ડાહી થઈ જાય છે. સ્ત્રીઓ બધી ડાહી થઈ જાય છે. હું પોતે સુધર્યો પછી કેમ ના થાય તે ? મારી પાસે તમે ડાહ્યા થઈ જાવ કે ના થઈ જાવ ?
પ્રશ્નકર્તા : હા, થઈ જ જઈએ ને.
પતિઓ જ સુધરો ખરેખર,
સ્ત્રીઓ તો તીર્થંકરતી મધર !
૧૪૯
પ્રશ્નકર્તા : પુરુષને જ સુધારવાનો ઉપાય છે, બૈરીઓને સુધારવાનો ઉપાય નથી ?
દાદાશ્રી : બૈરાં સુધરી ગયેલાં જ છે. આ પુરુષો જ ડફોળ છે. આ સ્ત્રીઓના પેટે તો મોટા મહાવીર પાકેલા ! તું સ્ત્રીને પેટે જન્મ્યો છે કે પુરુષ પેટે જન્મ્યો છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : ત્યાર પછી બૈરાંને કેમ ખોટાં કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ હવે સુધરી ગઈ છે, બહુ સુધરી ગઈ છે.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : સુધરી જાય, સુધરી જાય. હજુ તો હવે સુધરશે, અહીં આવશે ને, દાદા પાસે આવે એટલે આમ... અમે આમ ટપલી મારી મારીને સુધારીએ એને !
૧૫૦
પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે, કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે.
સામાને સુધરાવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે.
અંડરહેન્ડને આપ રક્ષણ, વાઈફ-છોકરાતું તા કર ભક્ષણ !
પ્રશ્નકર્તા : મારી પત્ની સાથે મારે બિલકુલ બને નહીં. ગમે તેટલી નિર્દોષ વાત કરું, મારું સાચું હોય તો પણ એ ઊંધું લે. બાહ્યનું જીવનસંઘર્ષ તો ચાલે છે, પણ આ વ્યક્તિસંઘર્ષ શું હશે ?
દાદાશ્રી : એવું છે, માણસ પોતાના હાથ નીચેવાળા માણસને એટલો બધો કચડે છે, એટલો બધો કચડે છે કે કશું બાકી જ નથી રાખતો.
જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તોય એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાંય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડ કચડ કરે ને ઉપરીને સાહેબ, સાહેબ' કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો ‘સાહેબ, સાહેબ’ કહે અને ઘેર ‘વાઈફ’ સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. ‘મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?’ એમ કરીને ઘરનાંને ફફડાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લે ને. ઘરનાંને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રૂજે ! હવે આ