________________
(૮) સુધારવું કે સુધરવું ?
૧૪૭
૧૪૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ના શકાય ?
દાદાશ્રી : સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઈને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધા અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય. મેં એવાય જોયેલા છે કે જે બહાર બધો સુધારો કરવા નીકળ્યા હોય છે ને ઘરમાં એમની ‘વાઈફ’ આગળ આબરૂ નથી હોતી, મધર આગળ આબરૂ નથી હોતી. આ કઈ જાતના માણસો છે ? પહેલો તું સુધર. ‘હું સુધારું, હું સુધારું’ એ ખોટો ‘ઇગોઇઝમ’ છે. અરે, તારું જ ઠેકાણું નથી, તે તું શું સુધારવાનો છે ? પહેલાં પોતે ડાહ્યા થવાની જરૂર છે. મહાવીર, મહાવીર થવા માટેનો જ પ્રયત્ન કરતા હતા અને તેનો આટલો બધો પ્રભાવ પડ્યો છે ! પચ્ચીસો વર્ષ સુધી તો એમનો પ્રભાવ જતો નથી !!! અમે કોઈને સુધારતા નથી. કોઈનેય સુધારવાનો પ્રયત્ન કરશો નહીં, પણ જાતે સુધરવાનો પ્રયત્ન કરજો. કોઈને સુધારવાનો અહંકાર તો તીર્થંકરોએય નહીં કરેલો. એ તો મોક્ષનું દાન આપવા આવેલા.
પસંદ કરી પછી પૈણી લાવ્યા,
કર નિકાલ, ફાવ્યા કે ન ફાવ્યા ! પ્રશ્નકર્તા: પતિનો ભય, ભવિષ્યનો ભય, ‘એડજસ્ટમેન્ટ લેવા દેતા નથી. ત્યાં આગળ ‘આપણે એને સુધારનાર કોણ ?” એ યાદ રહેતું નથી ને સામાને ચેતવણી રૂપે બોલાઈ જાય છે.
દાદાશ્રી : એ તો ‘વ્યવસ્થિત’નો ઉપયોગ કરે, ‘વ્યવસ્થિત’ ફીટ થઈ જાય તો કશો વાંધો આવે તેમ નથી. પછી કશું પૂછવા જેવું જ ના રહે. ધણી આવે એટલે થાળી-પાટલો મુકીને કહીએ કે, “ચાલો જમવા !' એમની પ્રકૃતિ બદલાવાની નથી. જે પ્રકૃતિ આપણે જોઈને પસંદ કરીને પૈણીને આવ્યા તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની. માટે પહેલે દહાડે શું નહોતો જાણતાં કે આ પ્રકૃતિ આવી જ છે ? તે જ દહાડે છૂટું થઈ જવું હતું ને ? વટલાયા શું કરવા વધારે ? આ કચક્રથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકસાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને કષાય કહ્યા.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે, પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ?
દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે અડધો કલાકેય આવડ્યો હોત તોય ઘણું થઈ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે ‘રિલેટિવ’ સત્ય, તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ ‘ત્યાં’ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે આપણું’ કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, “ભઈ, તમારામાં અક્કલ નથી.’ તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ? આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે.
આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આ તો એક જાતનો ઇગોઇઝમ' છે. હું આને આમ સુધારું, તેમ સુધારું એ ‘ઇગોઇઝમ' છે, આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો, એ તો સુધરેલા જ છે !
જિંદગીભર વહુને સુધારવા ફરે,
મર્યા પછી, સુધારેલાં અન્યને વરે ! કોઈ કહેશે કે, “ભઈ, એને સીધી કરો.” અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે ‘વાઈફને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને ‘કરેક્ટ' કહીએ. આપણે એની જોડે કાયમનું સાટું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે ! બંનેના મરણકાળ જુદા, બંનેનાં કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મ જાય કો'કને ભાગે !
પ્રશ્નકર્તા : એની જોડે કર્મ બંધાયા હોય તો બીજા અવતારમાં તો, ભેગાં તો થાયને ?
દાદાશ્રી : ભેગાં થાય, પણ બીજી રીતે ભેગાં થાય. કો'કની ઓરત