________________
(૮) સુધારવું કે સુધરવું ?
૧૪૫
૧૪૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આમતેમ કરીને પછી કહીએ, હા, તારું ખરું છે. આજે પૂનમ છે. એમ જરા નાટક કરીને પછી જ પેલીનું ખરું કરાવીએ. નહીં તો શું થાય બહુ દોરી ખેંચેલી હોય ને એકદમ તમે છોડી દો તો પેલી પડી જાય એટલે દોરી ધીમે ધીમે સામો પડે નહીં તેમ જાળવીને છોડવાની, નહીં તો તે પડે તેનો દોષ લાગે.
પોતાનું કશું આ શરીર નથી, આ રિલેટિવ છે. આ પોતાનું કંઈ રિયલ હોય નહીં. રિલેટિવ એટલે સામાને ખુશ કરો તો આપણને આનંદ થાય અને સામાને દુઃખ આપો તો આપણને દુઃખ થાય. આ પોલીસવાળો ચીડાતો હોય તોય ખુશ કરી નાખીએ. ત્યારે શું ધણીને ખુશ નહીં કરવો ? એ કોઈ ફેર જ છે નહીં આ બધું. આ તો રિલેટિવ સગાઈઓ છે. જો ‘રિયલ’ સગાઈ હોય ને, તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢીશ. પણ આ તો રિલેટિવ ! ‘રિલેટિવ' એટલે એક કલાક જો બઈસાહેબ જોડે જામી જાય તો બેઉને ‘ડાઇવોર્સનો વિચાર આવી જાય, પછી એ વિચાર બીજનું ઝાડ થાય. આપણે જો ‘વાઈફ’ની જરૂર હોય તો એ ફાડ ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું તો જ આ ‘રિલેટિવ' સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. બાપ જોડેય ‘રિલેટિવ' સંબંધ છે. લોક તો ‘રિયલ’ સગાઈ માનીને બાપ જોડે ચઢે જક્કે. એ સુધરે નહીં ત્યાં સુધી જ ચઢવું ? મેર ચક્કર, એમ કરતાં, સુધારતાં તો ડોસો મરી જશે ! એના કરતાં એની સેવા કર ને ! બિચારો વેર બાંધીને જાય એના કરતાં એને નિરાંતે મરવા દે ને ! એનાં શિંગડાં એને ભારે. કોઈને વીસવીસ ફૂટ લાંબાં શિંગડા હોય તેમાં આપણને શું ભાર ? જેનાં હોય તેને ભાર.
તા કદી સીધી થાય વાંકી પૂંછ,
એડજસ્ટ થા, % નીચી મૂંછ ! દરેક વાતમાં આપણે સામાને “એડજસ્ટ’ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય. આપણે જોડે શું લઈ જવાનું છે? માટે તમારે એમને સીધા કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, ‘એડજસ્ટ એવરીવ્હેર’.
ટૈડકાવવાની જગ્યાએ તમે ના ટૈડકાવી એનાથી વાઈફ વધારે સીધી રહે, જે ગુસ્સો નથી કરતો, એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઈને કોઈ દહાડોય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે.
પ્રશ્નકર્તા : તો પછી એ સીધી થઈ જાય ?
દાદાશ્રી : સીધા થવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી.
પ્રશ્નકર્તા : પણ એ અઘરું બહુ છે.
દાદાશ્રી : ના, ના, એ અઘરું નથી. એ જ સહેલું છે. ગાયનાં શિંગડાં ગાયને ભારે..
પ્રશ્નકર્તા : આપણને પણ એ મારે ને ?
દાદાશ્રી : કો'ક દહાડો આપણને વાગી જાય. શિંગડું મારવા આવે તો આપણે આમ ખસી જઈએ, તેવું અહીં પણ ખસી જવાનું !
સુધારવું તો ક્યારે કહેવાય કે ગમે તેવી વાઈફ અકડાઈ જાય, પણ આપણે ઠંડક ના મૂકીએ ત્યારે સુધારી કહેવાય.
તમારે સુધારવાનો અધિકાર કેટલો છે ? જેમાં ચૈતન્ય છે તેને સુધારવાનો તમને શો અધિકાર ? આ કપડું મેલું થયું હોય તો એને આપણે સાફ કરવાનો અધિકાર છે. કારણ કે ત્યાં સામેથી કોઈ જાતનું ‘રિએક્શન’ નથી. અને જેમાં ચૈતન્ય છે એ તો ‘રિએક્શન’વાળું છે, એને તમે શું સુધારો ? આ પ્રકૃતિ પોતાની જ સુધરતી નથી ત્યાં બીજાની શું સુધરવાની ? પોતે જ ભમરડો છે. આ બધા ‘ટોપ્સ' છે. કારણ કે એ પ્રકૃતિને આધીન છે, પુરુષ થયો નથી, પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. આ તો પુરુષાર્થ જોયો જ નથી.
સુધારવામાં છકે અહંકાર,
મહાવીર સુધર્યા, જો તેનો પ્રચાર ! પ્રશ્નકર્તા: ‘પોતાની ભૂલ છે' એવું સ્વીકારી લઈને પત્નીને સુધારી