________________
(૮) સુધારવું કે સુધરવું ?
મારું કહેવાનું કે જ્ઞાન આપ્યા પછી પાંસરું થવું પડશે. માટે થઈ જજો. જ્યાં આગળ કોઈ અવળું આપેને, રસ્તે જતાં તો ઉપકાર માનજો કે આપણને પાંસરા કરે છે આ. ઉપકાર માનજો. કોઈ છે તે ક્લાયન્ટ અવળું બોલીને પાંસરો કરવા માંડે તો આપણે જાણવું ઉપકારી છે આ.
૧૫૩
પછી પાંસરો નહીં કરે. સીધાને શું સીધું કરવાનું ? વાંકાને સીધું કરવાનું હોય, ગરમ કરીને ગરમ થયું કે સીધું. હવે ખાવા-પીવાનું બધું સારું છે, પહેલાં જેવું કશું ક્યાં છે ? પહેલાં તો ઘેર ભેંસ હોય તોય મહાપરાણે ચપટી ઘી સાચવી સાચવીને લે. અત્યારે ખાય છે, પીવે છે અને ટેબલ ખુરશીઓ જોઈ હોય તો પંદરસો-પંદરસો રૂપિયાની ટેબલ-ખુરશીઓ હોય છે. તોય મૂઆ, ભાતમાં કાંકરા નાખીને ખાય છે. તે આપણને જીવન જીવતાં જ નથી આવડતુંને હવે ! આ જનરેશન કઈ જાતની આવી ! જીવન જીવતાં જ નથી આવડતું.
પાંસરા થવું પડશે એના કરતાં પહેલેથી પાંસરા થઈ જાવને. શું ખોટું છે ! હવે રોફ પાડીને શું કામ છે ? વખત આ રોફ પાડવાનો જમાનો છે આ તો ? કારણ કે છોકરાંઓ નારિયેળ લેવા જાય છેને પેલાં, છેલ્લાં ચાર. તેય પેલાને કહેશે, ભઈ, પાણી વગરનું આપજો. કોઈ સસ્તામાંનું. આ
અત્યારે રોફ પાડવા જેવો જમાનો છે ? અત્યારે જેમ તેમ કરીને નિકાલ કરવાનો. પાણી વગરનું શા હારુ માંગતા હશે, ઊંચકવું પડે નહીં, વધારે વજન પડે નહીં એટલા સારું !
પ્રશ્નકર્તા : પૈસા ઓછા એટલે.
દાદાશ્રી : હું કહું તો ના ખોટું લાગે કોઈ દિવસ. કોઈનેય ના લાગે. એ સમજી જાય કે આપણા અંતરની વાત કરે છે આ દાદાજી અને તમે ભોળા-ભદ્રિક, આપો ત્યારે આવડું મોટું આપો. પછી એ આપે ત્યારે પાછા હટી જાવ. અને એ તો રીસ રાખશે. અત્યારે તો રોફ મારશે પણ ગાતર નરમ થાય પછી આપીશ કહે છે. એ ત્યાં સુધી સિલ્લક રહેવા દે. પછી પેમેન્ટ કરવા માંડે, ગાતર નરમ થયા પછી.
*
(૯)
કોમતસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
ભલભલાં તાળાં તુર્ત ઉઘડે; કોમતસેન્સથી મતભેદ ટળે !
ભલે મોક્ષની જરૂર બધાને ના હોય, પણ ‘કોમનસેન્સ’ની જરૂર તો બધાને ખરી. આ તો ‘કોમનસેન્સ’ નહીં હોવાથી ઘરનું ખાઈ-પીને
અથડામણો થાય છે. બધા કંઈ કાળાંબજાર કરે છે ? છતાં ઘરના ત્રણ માણસોમાં સાંજ પડ્યે તેત્રીસ મતભેદ પડે છે. આમાં શું સુખ પડે ? પછી નફફટ થઈ જીવે. એ સ્વમાન વગરનું જીવન શું કામનું ?
હું બધાને એમ નથી કહેતો કે તમે બધા મોક્ષે ચાલો. હું તો એમ કહું છું કે જીવન જીવવાની કળા શીખો. ‘કોમનસેન્સ' થોડી ઘણી તો જાણે શીખે છે લોકોની પાસે ! શેઠિયાઓને મેં કહ્યું કે, ‘કોમનસેન્સ’ હોય તો આવું જીવન હોય નહીં. શેઠે પૂછ્યું, ‘કોમનસેન્સ’ એટલે શું ?” મેં કહ્યું,
‘કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ થિયરિટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. ગમે તેવું તાળું હોય, કટાયેલું હોય કે ગમે તેવું હોય પણ કૂંચી નાખે કે તરત ઊઘડી જાય એનું નામ કોમનસેન્સ. તમારે તો તાળાં ઊઘડતાં નથી, વઢવાડો કરો છો અને તાળાં તોડો છો ! અરે, ઉપર ઘણ મોટા મારો છો !'
મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતાં ના આવડ્યું ! તે ‘કોમનસેન્સ’ ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ત્રણસો સાઠ ડિગ્રીની સંપૂર્ણ ‘કોમનસેન્સ' ના હોય, પણ ચાલીસ ડિગ્રી, પચાસ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ? એક શુભ વિચારણા