________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
આપો. એટલે મહીં જરા સંડાસ થાય એમને. પછી એ મૂડને બદલવા માટે મને કહ્યું કે, “આ વોરન્ટ છે પણ અનબેલેબલ છે.” ત્યારે મેં કહ્યું કે, “હું તો મહાભાગ્યશાળી કહેવાઉં, બાંધીને મને લઈ જાવ, તો અમારા પડોશીઓને આનંદ થાય. કોઈ દહાડો એમને આનંદ થતો નથી. રોજ તપ કર્યા કરે છે કે આ જ્ઞાની થઈ બેઠો છે, મોટા જ્ઞાની થઈ બેઠા છે.” તે મેં ફોજદારને કહ્યું કે આ તમે બાંધો અહીં આગળ.” ત્યારે કહે છે કે, “ના બંધાય. તમે અમારી સાથે ચાલો.’ તે મેં કહ્યું કે, “નહીં બાંધો, તો આ લોકોને આનંદ થશે કે ઓ હો હો રોજ મોટી મોટી વાતો કરતા હતા અને કેવા પાંસરા થઈ ગયા.'
એટલે પોલીસ રાવપુરા ગેટમાં લઈ ગયા. ત્યાં મોટા ફોજદાર હતા, તે મને ઓળખે, બીજી રીતે નહીં, એટલે પછી પેલા ફોજદારને કહે છે કે, “આમને શું કરવા તેડી લાવ્યો છું ?” ત્યારે આ કહે કે, “આ જ પેલા સ્વામી.” એટલે કહે કે
એવું બને નહીં.” ત્યારે કહે કે ના એ જ છે. પછી મોટા ફોજદારે કહ્યું કે સારું, તો ભલે અનબેલેબલ વોરન્ટ છે પણ છતાં હું તને ઓર્ડર કરું છું. બસો રૂપિયાના જામીન લઈ લો. હવે આપણા ભાણાભાઈ, એ શું કહે છે કે, મગનભાઈ શંકરભાઈને કહેવડાવી દઉં, નહીં તો ભવાડો બધો કાલે પેપરમાં આવશે. ત્યારે મેં કહ્યું કે ના કહેવાડવાશો. પેપરમાં આપણે છપાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. તો આ વગર પૈસે મારું નામ છપાય, તો હું બહુ ધન્ય માનું. ભલેને, ભવાડો છપાય છે પણ વિચાર કરનારો વિચારશે કે નહીં વિચારે ? જેટલા ઓળખતા હશે એ તો વિચારશે ને ? નહીં ઓળખતા હોય તેમને ઘડીવાર ભવાડો લાગશે. એટલે મેં કહ્યું કે, ‘જવા દો, કશો વાંધો નહીં, કહેવડાવશો નહીં.’ એટલે એમણે એમ ને એમ અદબદ રાખ્યું અને બસ્સો રૂપિયાની જામીન અમારા ચાર જણ હતા તેમાંથી એક જણ થઈ ગયો. એટલે આ કામ બધું પતી ગયું.
પછી મને કહે છે કે, ‘તમારે લાલ કિલ્લામાં આવવું પડશે. બપોરે આવજો.’ ત્યારે મેં કહ્યું કે, ‘એ ક્યાં આવ્યો ?” ત્યારે અમારી જોડે એક ભાઈ હતા એ કહે છે કે, ‘હું જોડે આવીશ, અને હું તમને તેડવા આવીશ અને આપણે જોડે જઈશું. ત્યાં લાલ કિલ્લામાં જે હોય તે આપણે વિધિ કરી લેવાની.’ ફોજદારના કહ્યા પ્રમાણે અમે બપોરે ત્રણ વાગે ત્યાં આગળ ગયા. જ્યાં આગળ એક વિધિ કરવાની
હતી, ત્યાં આગળ એ માણસ કહે છે કે, “આરોપીને લાવો’, હું ગયો ત્યારે મને કહે છે કે, ‘આરોપીને તેડી લાવો, તમે શું કરવા અહીં આવો છો ?” ત્યારે મેં કહ્યું કે, ‘હું જ છું, એ આરોપી.” તે કહે, ‘એ બને નહીં આવું.' કહ્યું, “બન્યું છે ને ! હકીકત છે ને ?’ એમને ય બધું વિચિત્ર લાગ્યું આવું એટલે પછી એ કહે છે કે, “સારું ત્યારે, બાકી મારે તો આ શરમ લાગે છે. તમારો અંગૂઠો લેતાં મને શરમ લાગે છે.’ મેં કહ્યું કે, “ના, તમે એમ બિલકુલે ય ના માનતા કે હું સહેજે ય દિલગીર છું. મને તો એમ થયું કે કોળિયાની નાતમાં બાબરિયો પહેલો નંબર લાવ્યો હતો, એવું અમારી પાટીદારની નાતમાં પહેલો નંબર લાગ્યો છે મારો.” પછી અમે ઘેર આવ્યા.
પછી એ કેસ ચાલ્યો, તે ઠેઠ છ-સાત મહિના સુધી ચાલ્યો. ચારેય જણા ત્યાં જઈએ કારણ કે ફોજદારી એટલે બીજું બધું ધાંધલ ચાલે જ નહીં. રજાઓ લઈએ તો ચાલે નહીં. પહેલે દિવસે એટેન્ડ થાય. ત્યારે વકીલ કરેલો, તે વકીલને લીધા સિવાય અમે અંદર ગયા. મેજિસ્ટ્રેટ સાહેબે અમને અંદર બોલાવ્યા કે આ તમારે પચ્ચીસ રૂપિયાની ચોરીનો આરોપ છે. આ આરોપ કંઈ બહુ મોટો નથી. એટલે તો અહીં કબૂલ કરી લો, તે હું તમને પચ્ચીસ રૂપિયા દંડ કરું અને તમને મુક્તિ આપું. ત્યારે મને આ સરળ લાગ્યું. મેં કહ્યું કે ઉકેલ આવતો હોય તો ભલે, આ દોડધામ કરવી મટે, એટલે પછી બહાર વકીલ કહે છે કે, “એવું ચાલે નહીં. આ તમારી કમ્ની બ્લેક લીસ્ટમાં મૂકશે.’ ત્યારે મને થયું કે “અલ્યા, અર૨૨ આવું બધું છે ? તો તમને શું લાગે છે ?” કહ્યું ત્યારે એ કહે કે, “ના આપણે કેસ લઢવાનો.” એ શું કહે છે ? કંપની બ્લેક લીસ્ટમાં જાય, તે એવું તો આપણાથી થાય નહીં ને ! અમને બ્લેક લિસ્ટની પડેલી નહીં પણ છતાં કુદરતી રીતે લોકો કહેને કે આવું કેમ કર્યું આવું ન થવું જોઈએ.’ એટલે આપણે કહ્યું કે, “ચાલવા દો.’ એટલે મેજિસ્ટ્રેટ સાહેબને અમે ના કહ્યું. પછી એ કેસ ચાલ્યો. તે અમારે જ જગ્યાએ બેસવાનું હતું કે, આરોપીને બેસવાની જગ્યા હોય ને ? તે તમે જોયેલીયે નહીં હોય, અને મેં તો અનુભવેલી છે. એટલે ત્યાં અમે ચારે જણા કપડાંવાળા બેઠા હોય, બીજા બધા તો કોઈને આટલું ધોતિયું જ, કોઈના પગમાં જોડા ના હોય, તે બધા આરોપીના ભેગા અમે ચાર જાણે મોટા પ્રમુખ ના હોય એમ ?” રોફ