________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
કેટલો બધો ! પેલા બધા આઘા થઈ જાય ! અમે આવીએ ત્યારે બીજા આરોપી ખસી જાય.
એટલે પછી એ કેસ ચાલ્યો. ધીમે ધીમે કેસ પેલાની વિરુદ્ધમાં ગયો એટલે સાહેબે પેલાને ખાસ ખબર આપી, પેલાને ફૂંક મારી કે સમાધાન કરી લે. ત્યારે પેલો કહે છે કે મારી જોડે તો ક્યારે ય પણ એ સમાધાન નહીં કરે માટે સાહેબ, તમે કરી આપો. એટલે સાહેબે પછી અમને બોલાવ્યા. હું નમ્ર સ્વભાવનો એટલે મને પહેલાં બોલાવ્યો. અમારા ભાગીદાર તો બહુ કડક. તે મને બોલાવ્યો મને કહે છે કે, “આ તમે સારા માણસ, સજ્જન થઈને આ બધું શું ? આ કેસને ઊંચો મૂકી દો ને ! ત્યારે અમારા ભાગીદારે બહારથી કહેવડાવ્યું. હું અંદર ગયો ને ત્યારે એમણે શું કહેવડાવ્યું, ‘આ કેસમાં તો આ દાદાની આબરૂ બગાડી. ત્રણ લાખનો દાવો એમનો અને બે લાખનો મારો દાવો છે અને આ છોકરાઓનો લાખ લાખ રૂપિાયનો દાવો છે. આટલા દાવા આબરૂ લીધા બદલના માંડવાના છે. એટલે પેલાને ગભરામણ થઈ ગઈ, કારણ કે એને કહેલું કે કેસ તારી વિરુદ્ધમાં જાય છે. પછી ત્રણ લાખમાંથી એ પચાસ હજારે ય કરે કે ના કરે ?! આ અમારા ભાગીદારે એને રેચ આપ્યો. એટલે પછી મને કહે છે કે, તમે ઉકેલ લાવો ને તમે કહો હું આને ઊંચે મૂકી દઉં, એટલે અમારા ભાગીદારે ના પાડી ત્યારે મેં અમારા બાગીદારને સમજણ પાડી કે, ભઈ ઊંચું મૂકી દો ને ! ત્યારે કહે, “ના, ના. હવે તો એમને એ જ કરવાનું.’ મેં કહ્યું કે, આ ઉપાધિ શું કરવા કરો છો ? ત્યારે કહે કે, “ના, એ તો એને શીખવાડવાનું’ મેં કહ્યું કે, ‘ક્યાં સુધી આપણે શીખવાડતા રહીશું ?” કેટલાક જણને આપણે શીખવાડીશું ? એના કરતાં આપણે જ શીખી લો ને ?” પણ તે ના માન્યું. એ તો કહે કે શીખવાડવાનું જ. એ બહુ કડક હતા પછી સાહેબે પેલાને બહુ ઠપકાર્યો અને એ પછી માફી માગવા આવ્યો. એ માફી માગવા આવ્યો એટલે મેં અમારા ભાગીદારને કહ્યું કે, “ઊંચું મૂકી દોને, આપણે રૂપિયા નથી જોઈતા. જો માફી માગે છે. આપણો પૂર્વ ભવના હિસાબ હતો તે આ ફેરો આ જ જામ્યું. નહીં તો આ જામે ક્યારે ય કોઈ પણ વસ્તુ ? પૂર્વ ભવનો હિસાબ હતો તો જ જામે, નહીં તો નવા હિસાબથી જામે નહીં, માટે હિસાબ ચોખ્ખો થયો આપણો.
લેતાં ય એટલો જ વિવેક ! પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના હોય, અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ?
દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો.
પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ?
દાદાશ્રી : ના, ના. એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, ‘અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો,’ એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે.
પ્રશ્નકર્તા : એટલે એના માટે સામાન્ય પ્રયત્ન કરી જોવાનો ?
દાદાશ્રી : સામાન્ય એટલે એને કહેવાનું કે, ‘ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે, આપની પાસે હોય તો જરા જલદી મોકલી આપો તો સારું.’ લેનારાનો જેટલો વિવેક હોય ને, એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો. આપણને પેલો ખ્યાલ રહે છે. એ બધું નુકસાન બહુ કરે છે.
આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈ ને મરી જાય ! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છૂટકારાનો વખત આવે ત્યારે પોતે છૂટકારો