________________
પૈસાનો વ્યવહાર
૮૮
૮૮
પૈસાનો વ્યવહાર
કરી રાખેલો. અમને કંઈ આવી ખબર નહીં. એટલે એ પછી એ માણસે બધો સામાન તૈયાર કરીને સાઈટ પર મૂકી રાખેલો. પછી આવીને અમને અને અમારા ભાગીદારને એ શું કહેવા માંડ્યો કે, “ આ સામાન બધો તમારે લેવો પડશે’ એટલે અમે કહ્યું કે, ‘લઈ લઈશું'. જે બજારમાં ભાવ હશે, ને મુંબઈથી અહીં લાવીએ ને જે ખર્ચો થાય, એનાં કરતાં બે વધારે આપીને પણ તમારી પાસેથી લઈશું. હવે બોતેર રૂપિયા ખર્ચ થાય એવું હતું, તે અમે પંચોતેર રૂપિયા આપવાનો વિચાર કર્યો ત્યારે એ કહે છે કે ના, સો રૂપિયા ભાવ આપવો પડશે, એટલે ‘આપવો પડશે' એ શબ્દ અમને બહુ વિચારમાં મૂકી દીધા કે “આપવો પડશે” એ શબ્દ શું કહેવાય ? જો ભગવાન આવું કહેત તો ભગવાનની સામે થાત. અને આવું કહે તો એ ભગવાન નહીં, એવું અમે જાણીએ. ખુદ મહાવીર આવ્યા હોય ને જો આવું કહે તો હું જાણું કે આ મહાવીર ન હોય એટલે “આપવો પડશે’ કહ્યું એટલે પછી અમે કહ્યું કે ભાઈ શું છે તમારે ? ત્યારે કહે છે કે તમારે અહીં ધંધો કરવો હોય તો “આપવો પડશે. એટલે અમે કહ્યું કે અમો તમારો માલ લેવાના નથી. એટલે એ માણસે શું કર્યું કે અમે પથ્થર કાઢતા હતાતેની જોડે એ પથ્થર કાઢતો હતો, કારણ કે બધી માલિકી ઘણી ખરી એની હતી હવે ખરેખર તો એણે ગવર્નમેન્ટની માલકી દબાવી પાડેલી, ને દબાવી પાડેલી એટલે ગવર્નમેન્ટ કંઈ છોડે નહીં. પણ ગવર્નમેન્ટને ભુલાવામાં નાખેલી અને કામ કર્યા કરે ને લાભ ઉઠાવે બધો.
પછી એણે અમારી પર પેલું ક્રિમિનલ કર્યું કે, “આ બધું મારી માલકીમાં પડ્યું છે, માટે આમની મશીનરી બધી જપ્ત કરી લેવી.' એટલે આખી આખી મશીનરી બધી જપ્ત થઈ ગઈ. પછી એના કહ્યું કે અમારે આવડા આવડા પથ્થર હતા, તે અમારી માલકીના આ લોકો ચોરી ગયા છે. ‘કેટલા રૂપિયાના ?” ત્યારે કહે કે, ‘પચ્ચીસ રૂપિયાના ?” અમે ભાગીદાર અને બીજા બે નોકર હતા એ ચાર જણને આરોપી તરીકે મૂક્યા એટલે એણે આ અમારી ઉપર ક્રિમિનલ કેસ કર્યો કે “આ પચ્ચીસ રૂપિયાના પથ્થરો ચોરી ગયા અને આ મારી માલકી છે. તેમાં આ મશીનરી મૂકે છે. એને જપ્તીમાં લીધું. અમારા ભાગીદાર ઠેઠ બધે ગવર્નમેન્ટમાં પહોંચી જઈ અને ત્યાંથી પરવાનગી લઈ આવ્યા એટલે આ મશીનરી તો છૂટી થઈ.
અને પેલો જે કેસ થયો, તે તો એણે પાછું શું કર્યું ? કે ક્રિમિનલ કરી અને
આરોપી ઉપર પેલું એ કઢાવ્યું, વોરન્ટ અને તે અનબેલેબલ. એટલે આ ઢીલાઢચ કરી નાખવા માટે એણે આ બધું કર્યું. હવે એણે આ બધું કર્યું એની પાછળ કોઈ મજબૂતી હતી, પુષ્ટિ હતી કે પુષ્ટિમાં શું હતું કે દારૂનો ને એ બધો ધંધો કરતો હતો, અને ત્યાં આગળ ઓફિસરો એ બધા દારૂ પીવે. માંસાહાર કરે ને એટલે બધા એને મળતા થઈ ગયેલા. એટલે અમારું કંઈ ચાલે નહીં. અમે પછી સમજી ગયા કે આ બધું એક જ બાજુ છે. આપણું કરવા જઈએ તો ય કશું વળે નહીં. હવે કોઈ મોટા ઓફિસરો દાદ ભરે, પણ ત્યાર હોરું, એ મોટા ઓફિસરે લખવાનું તો નાના ઓફિસરને એટલે અમારું કશું વળે નહીં.
એ કેસમાંથી આ અનબેલેબલ વોરન્ટ કાઢ્યાં તે વખતે હું અહીં મામાની પોળમાં હતો અને અમારા ભાગીદાર ત્યાં મુંબઈમાં હતા. અને એક બે છોકરાઓ રત્નગિરિ હતા. તે બધો તાલ બઝાવવા ગયાં પણ બઝાયું અમારું પહેલું. એટલે પોલીસવાળા અહીં આવેલા, ત્યારે આપણા મહાત્મા, ને બીજા એક-બે જણ બેઠેલા ને બધી સત્સંગની વાતો ચાલે. ૧૯૫૮-૫૯ની સાલ, પછી ફોજદારે અને એના હાથ નીચેના માણસે નક્કી કરેલું કે આપણે કોન્ટ્રાક્ટરને ત્યાં જવું. એટલે કોઈકને પૂછેલું કે, ‘ભઈ, આ કોન્ટ્રાક્ટર ક્યાં આગળ રહે છે ?' ત્યારે કહે કે, “આ પોળમાં રહે છે અને માણસ સારા છે. માટે એમને ત્યાં તમે પોલીસ-ડ્રેસમાં જશો નહીં. જે કંઈ કામ હોય, પણ તમે પોલીસ-ડ્રેસમાં જસો નહીં.” એટલે એ લોકો સાદા ડ્રેસમાં આવ્યા. એટલે હું સમજ્યો કે આ સત્સંગી આવ્યા. એટલે મેં કહ્યું કે, ‘આવો, પધારો' અને સત્સંગ મેં ચાલુ રાખ્યો. ત્યાર પછી એ લોકોને મનમાં એમ લાગ્યું કે આ તો ભૂલ ખાધી આપણે. જો પેલો ડ્રેસ પહેરીને આવ્યા હોત તો ઉપાધિ ના થાત. એટલે પછી થોડીવારે ફોજદારની હિંમત ખૂટી, મને કહે છે કે, “આ તમારી પરનું વૉરન્ટ છે.' મને કાગળ આપ્યો. મેં કહ્યું કે, ‘આ કરેક્ટ વાત છે. વાત સાચી છે. બેસો થોડીવાર, તમારે ઉતાવળ નથીને ? હું આવું છું તમારી સાથે, પણ થોડી ચા કશું પીઓ.”મેં ચા-પાણીનું કહ્યું એટલે એ કહે છે કે “ના, ચા નહીં પીએ.” ત્યારે મેં કહ્યું કે, “ના પહેલી ચા પીવો. પછી આપણે જઈએ.’ એ લોકોએ ચા પીધી. તો ય હું તો સત્સંગના મૂડમાં હતો. મારા મૂડ ઉપર કંઈ ચેન્જ ના જોયો. એટલે એમના મનમાં એમ થયું કે આમને ચેન્જ નથી થતો માટે એક પડીકી વધારે