________________
પૈસાનો વ્યવહાર
ભારે હતો. એ લોભ ન હતો, ત્યારે અહંકાર બહુ ભારે હતો.
રડવાતી જગ્યા તા જોઈએ ?
૮૩
અમારો ત્યાં આગળ સોનગઢમાં બિઝનેસ (ધંધો) કાઢેલો અમે લાકડાં ખરીદી કરવાનાં અને સો મિલ (લાકડાનું પીઠું) હઉ નાખેલી. આમ ધંધો તો કોન્ટ્રાક્ટરનો બહુ સારો ચાલે, ઘણા પૈસા મળે પણ આમ તો લોભ ‘અહીંથી ચૂંટું કે ત્યાંથી લૂટું’ તે લોભિયો સ્વભાવ મારો મૂળથી જ નહીં. અમારા ભાગીદારને એવું બહુ. અને મને તો આવું સારું લાગે, બહાર ફરવાનું એટલે જરા ફેરો મારી આવું ત્યાં આગળ, સો મિલ ઉપર. એટલે ત્યાં અમારા ધ્યાનમાં’ રહીને ને ચાલ્યા કરે ગાડાં ! ને ધંધાની બહુ પડેલી નહીં. કારણ કે અમારા ભાગીદારે જ ના કહેલું કે બધું કામકાજ હું કરી લઈશ. તમારે તો મને બે-ત્રણ મહિને, બે-ત્રણ મહિને આવવું ને એક ફેરો સલાહ આપી જવી. મારી સલાહ બે-ત્રણ મહિના સુધી ચાલ્યા કરે ! તે તમે વાંચી લેજો બધું અને ખોળી કાઢો. આપણે આત્મા ખોળી કાઢો.
પ્રશ્નકર્તા : એવું કહેલું.
દાદાશ્રી : હા, બધું એ તો કાયમ માટે અને એક બીજો મિત્ર હતો તે આવે. તે કહે, ‘તમે બે ભાગીદારને હમણાં ખાસ કમાણીઓ નથી. પહેલાં હતી, પણ અત્યારે તો કંઈ કમાણી દેખાતી નથી. પણ મારો ધંધો સારો ચાલે છે. આ પણ તમે તમારો ધંધો ચાલુ રાખો ને મારે ત્યાં પાર્ટનરશિપ રાખો.’ તે મારો ફ્રેન્ડ હતો. એના મનમાં એમ કે, ‘દાદા, ગાડી ના લાવે તો આપણી આબરૂ શું રહે ? આપણી કંપનીના માણસ !' સમજ પડીને ? અને ઘેર આવે તે કહે કે, ‘તમે મકાન બદલી નાખો. તમે બંગલામાં આવી જાવ હવે. આ પોળમાં અમને બેસવા આવતાં ય શરમ આવે. તે પછી મેં કહ્યું, ‘આ બદલીશને તો તમારે રડવાની જગ્યા ક્યાં લાવીશું ? તું કોને ત્યાં રડવા જાઉં ? આ તો રડવાની જગ્યા છે બધી. સંતાઈ જવાની જગ્યા.' અડચણ આવે ત્યારે સંતાઈ જવાની જગ્યા જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : એ મારો મિત્ર હતો ને તે તેંતાલીસની સાલમાં રડી ઊઠેલો. તો
પૈસાનો વ્યવહાર
એ ત્યાં આવીને રડેલો, પછી ’૫૩માં રડેલો. દસ વર્ષે મોઢું ઊંચું થાય ને પાછું દસ વર્ષે બેસી જાય ! પછી રડવાની જગ્યા કંઈથી લાવીશ ?
૮૩
હવે એ મારા મિત્ર મને શું કહે છે ? મારો ધંધો છે એટલે તમે પાર્ટનરશિપમાં (ભાગીદારમાં) રહો. કારણ કે વહીવટ મારો બહુ સુંદર. ઓર્ગેનાઇઝર (વહીવટકર્તા) તરીકે પાંચ અબજનો ધંધો હોય તો કરી આપીએ. બીજું આવડે નહિ કશું. ઓર્ગેનાઇઝ કરી આપીએ. દર્શન બધું ટોપ ઉપર. એટલે ભાગીદારને ઓર્ગેનાઇઝ કરી આપું. અને તે પ્રમાણે એ ચાલ્યા કરે. મહેનત કરવી ના પડે અમારે.
તે પછી મારો મિત્ર મને કહે, “બાર મહિને લાખ રૂપિયા મારે તમને આપવા. અમારા ધંધામાં તે ઘડીએ કમાણી ઓછી હતી. બાર મહિને માંડ પંદર હજાર ભાગે આવે, અમારે બેઉ જણને ! તે લાખ આપવાના ! બાર મહિને લાખ રૂપિયા તો નક્કી જ પાર્ટનરશિપમાં, અને તમારે બેસી રહેવાનું. ગાડી પાછી આપવાની. અને ખોટ જાય તો મારે માથે, અને નફો વધારે આવે તો તમારો ભાગ. અને ખોટ જાય તો ય તમારે લાખ લઈ લેવાના.’ મેં કહ્યું, ‘પણ તારી જોડે રહીને મારી શી દશા ? તમને દરેક સાલ રડવા જોઈએ. તમે તો પાછા રડતા આવો. તમે તો રડવાની ટેવવાળા છો. હું પાછો રડવાની ટેવવાળો થઈ જાઉં. હું તો રહ્યો નથી બા. મારે તો મારા બાગીદાર સારા. અમે બેઉ નિરાંતે ભાખરી ને શાક ખઈએ એવા છીએ. મારે લાખ-બાખ ના જોઈએ. અમારા ખર્ચા ચાલે છે. અમે ભક્તિ કરીએ છીએ. આખો દહાડો. અમારા આવા ભાગીદાર છોડીને હું ક્યાં પાછો તારી જોડે ભાંજગડ કરવા આવું ? તારો પાહ (પાસ) ચઢી જાય તો હું ગાંડો બની જાઉં. રૂપિયા તો આપે પણ પાહ એવો ચઢી જાય ! હિંગ મફત આપે તે કાનમાં પૂમડાં ઘલાય એનાં ? મફત આપે એટલે કાનમાં પૂમડાં ના ઘલાય ? મફત આપે માટે કંઈ આવું થતું હશે ?
અમારા પરે ય ફોજદારી કેસ !
અમારી ઉપર એક ક્રિમિનલ કેસ કરેલો કોઈએ. એલીફન્ટામાં એક જેટી
બંધાતી હતી, તે જેટીનું ટેન્ડર પેલા મૂળ એલીફન્ટા ગામમાં રહેનારા માણસને ભાગ ના આવ્યું. એટલે પછી અમારે ભાગે આવ્યું. હવે પેલા માણસે સામાન બધો તૈયાર