________________
પૈસાનો વ્યવહાર
પ્રશ્નકર્તા : પણ તમે જ્યારે આ કોન્ટ્રાક્ટનું કરતા હતા, ત્યારે તો તમારા માટે જ કર્યું ને ?
દાદાશ્રી : મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો'તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, ‘તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ એટલું જ કામ લેતા હતા મારી પાસે.
૮૬
પ્રશ્નકર્તા : પણ તો એની ય ગણતરી તો હોય ને ભાગીદારની ? કંઈક મેળવવાની ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ?
દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ? એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડો ય.
પ્રશ્નકર્તા : આ સુરતમાં જ્ઞાન થયું એ પહેલાંની વાત છે ?
દાદાશ્રી : હા, પહેલાની વાત છે.
પ્રશ્નકર્તા : એ નથી સમજાય એવું.
દાદાશ્રી : એ તો કોઈ કહે ને ? કે આપનાં પગલાં આવાં છે, કોઈને નથી કહેતા ?
પ્રશ્નકર્તા : હા, હી.
દાદાશ્રી : એવું લઈને અમે આવ્યા છીએ.
ત કદી મત ભેદ ભાગીદાર જોડે !
પૈસાનો વ્યવહાર
અને અમે ચાલીસ વર્ષથી ધંધો કર્યો પણ તે એક મતભેદ નથી પડ્યો. એક સેકન્ડે ય મને મતભેદ નથી પડ્યો.
૮૬
પ્રશ્નકર્તા : એ આશ્ચર્ય કહેવાય. નહિ તો ભાગીદાર હોય એટલે કંઈક ને કંઈક, કો'ક ફેરો....
દાદાશ્રી : ના, એક સેકન્ડે ય મતભેદ નથી પડ્યો.
આવું હોય પછી મતભેદ ક્યાંથી !
હું ધંધો કરતો હતો તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોય તે ટાઈમે જેટલો પગાર મળે એટલા પૈસા ઘેર
મોકલવા. એથી વધારે મોકલવા નહીં. એટલે એ પૈસા તદ્દન સાચા જ હોય. બીજા પૈસા અહીં ધંધામાં જ રહેવાના, પેઢીમાં. ત્યારે એ મને કહે છે, “એને શું કરવાના પછી ?' ત્યારે મેં કહ્યું, ઈન્કમટેક્ષવાળો કહે, ‘દોઢ લાખ ભરી જાવ. દાદાના નામથી, તે તમારે ભરી દેવના. એટલે મને કાગળ લખવો નહીં. અગર કંપનીને મોટી ખોટ આવી હોય તો ય મને કાગળ લખવાનો નહીં તમારે. એટલે ઉપાધિ જ નહીં ને ! અને એ પૈસા સારા લાગતા હતા. પદ્ધતિસર. જો કે અત્યારે તો બધો પૈસો ખોટો છે. બધો જ સાચો કે ખોટો, મૂળ રકમ જ ૧૯૩૯ પછીનો પૈસો સાચા રસ્તો નથી. એટલે સંતોષ નહીં આપે, જેવો જોઈએ એવો. એના કરતાં સારા કામમાં વપરાઈ જાય ને, નિરાંત ! નહીં તો ગટરમાં જતો રહેવાનો. જન્મથી જ લોભ તહીં !
પ્રશ્નકર્તા : આ જરા આશ્ચર્યની વાત છે. નહીંતર આ નથી હોતું માણસને. જ્યારે આપણે મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે ઘરને માટે જ બધું કરતા હોય ને ઘરમાં વધારેમાં વધારે કેમ ભરીએ, એવું જ મોટે ભાગે થતું હોય છે.
દાદાશ્રી : મને નાનપણથી લોભ ન હતો.
પ્રશ્નકર્તા : તો પછી પૂર્વજન્મનું કંઈ ફળ ગણવું ?
દાદાશ્રી : હા, તે પૂર્વજન્મનું. પણ પહેલેથી લોભ ન હતો. અહંકાર બહુ