________________
પૈસાનો વ્યવહાર
૮૫
૮૫
પૈસાનો વ્યવહાર
બધાને મુંબઈ મોકલ મોકલ કરેલા. માથે પગાર પડતો હોય તો ય. અમારા ભાગીદાર કહે કે, ‘હા ભાઈ મોકલી દો.’
પ્રશ્નકર્તા : કો'કને પાંચ આપીને છૂટી જવું. એ વ્યાવહારિક દૃષ્ટિ સાચી છે, પણ ભગવાનની દૃષ્ટિએ સાચું નથી.
દાદાશ્રી : ના, ભગવાન તો મારી પર બહુ રાજી. કારણ કે જે આવ્યો તે, એના દુઃખને બંધ કરેલું એટલે ભગવાન તો બહુ રાજી.
મારે ઘેર કોઈ આવ્યો હોય ને, એની પાછળ, તેમાં એ ય રસથી પડેલો, હું ય રસથી પડેલો અહંકારનો રસ મને ય ખરો ને એમને ય ખરો. તે ય અહંકારનો રસ ચૂસવા માટે, બાકી આ કંઈ લોકોને નોકરી આપવા માટે નહોતા કરતા !
વકીલો પૈસા હારું કરે, અમે માન હારું કરતા. બધું એકનું એક જ છે ને ? બધી વકીલાત જ છે ને ? એક માણસ બીજા માણસને મારતો હોય એમાં પેલા મારનાર માણસને સમજાવટ કરીને જો કદી પાછો પાડવામાં આવે, એનું નામ બીજા ઉપર બચાવ્યાનો ઉપકાર કરવો. એટલે આને પણ નુકસાન ના થાય ને પેલાને પણ નુકસાન ના થાય છે, એવી રીતે છૂટે. પછી આની ફી લઈએ અને બીજાની ફી ના લઈએ એ કંઈ બચાવ્યો કહેવાય ?
અને જે મદદ માંગવા આવ્યો ને, ચોરે ય મદદ માંગવા આવ્યો તો ચોરને મદદ આપેલી. હા દાદા, તમે મારું તો કામ કાઢી નાખ્યું, એવું કહે પછી. બસ આટલું જોઈએ.
પ્રશ્નકર્તા : માન !
દાદાશ્રી : આટલો અહં પોષે એટલે બધું એનું કામ થઈ ગયું. જવાબદારી બધી લઈએ. એ તો જાણે ને કે ભગવાન જેવા છે. આ તો મારા દુ:ખને હારું એ બધું કરેલું એવું સમજે, પોતે પોતાને માટે કંઈ નહતાં કરતાં.
આટલો અહંકાર તો હોવો જ જોઈએ. નહીં તો સારું કામ કોઈ કરે જ નહીં કોઈ. અને તે મને ય અહંકાર હતો તેથી કરતો હતો. બહુ ભારે અહંકાર.
એક દહાડો અંબાલાલભાઈ કહે ને બીજે દહાડે અંબાલાલ બોલે તો આખીરાત ઊંઘ ના આવે. મને એવો બધો અહંકાર. ગાંડો અહંકાર તેમાં મૂડી વગરનો અહંકાર. મૂડી ખૂટેલી નહીં કોઈ દહાડો ય.
પ્રશ્નકર્તા : પોતાના કેરેક્ટરનો અહંકાર હોવો જોઈએ.
માત લેતા તે સલાહ આપતા !
અને હું લોકોને ખોટી સલાહ આપતો હતો. તે પાછલે બારણે રહીને કાઢી મેલેલા તે ! ગુનેગારોને છટકબારી આપવી હોય, ઈન્કમટેક્ષમાં બિચારાં તો હું સલાહ આપું કે એ છૂટી જાય. પણ તે પાછલે બારણે રહીને કાઢી મૂક્યા બરાબર એ પછી મને સમજાયેલું કે આ પાછલે બારણે રહીને કાઢી મેલ્યા ! મારી પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને પાછલે બારણેથી આ માણસ છુટા કર્યા અને પાછું ઈન્કમટેક્ષ આગળ કેવી રીતે છૂટી જવું તે ય દેખાડેલું. પાછલે બારણે રહીને કાઢી મેલેલા. આગલે બારણેથી નહીં, પાછલે બારણેથી ! કારણ કે મને શું લાભ થયો એની પ્રત્યે ? મને માન આપે છે. હું માન ભૂખ્યો હતો. માન ભૂખ્યો નહીં પણ ભિખારી ! જેમ ભિખારી ભીખ માંગ્યા કરે ને, એવી રીતે માન માટે ! આ જ્ઞાન થયા પહેલાંની વાત કરું છું ત્યારે મારું ‘દિમાગ’ જરા સારું ચાલે. એટલે લોકોને સલાહ આપવાની સિસ્ટમ હતી ! એટલે સલાહ આપવા બેસી જવાનું બહુ અને પેલા લોકો માનનું પીરસે ય ખરા, અને આપણે જમીએ ય ખરા !! એ મને કહેશે, મારે તો એવું થઈ ગયું આવું થઈ ગયું છે,’ એટલે આપણે એને કહીએ ‘પેલા બારણે રહીને નીકળી જા ને, એની મેળે હલું થશેતે પાછલું બારણું દેખાડીએ. બેક-ડોર ! હા, આવા કેટલા ય ગુના થયેલા હોય. અમારે કંઈ વકીલાત હતી ?
દાદાશ્રી : હા, એ હોવો જોઈએ. લક્ષ્મીનો અહંકાર ખોટો છે. લક્ષ્મી તો આવે ને જાય એ તો કંઈ ઠેકાણું નહીં.
દાદા'ની હાજરી, એ જ શ્રીમંતાઈ ! એટલે મારે પોતાને માટે મેં ધંધો કર્યો નથી, કોઈ દહાડો ય.