________________
પૈસાનો વ્યવહાર
૮૪
૮૪
પૈસાનો વ્યવહાર
એને ભો હોય કશો ? અમે આવડું આવડું આપીએ, પણ એ એના હિતને માટે હોય. અમારું પોતાનું હિત તો થઈ ગયેલું છે, સર્વસ્વ હિત થઈ ગયેલું છે. તે તમારા હિતના માટે કહેવું પડે. પછી માગવાવાળો પાંસરો ચાલે ને ? એને સમજણ નથી કે આ ગાળો એટલે શું ? એ ‘એકસ્ટ્રા આઈટમ” ના પૈસા આપવા પડે ! કારણ કે એક્સ્ટ્રા બોલ્યો કેમ તું ?
દેખે ભૂલ પોતાની જ ! એક વણિકને ત્યાં બ્રાહ્મણ ચારસો રૂપિયા માગતો હતો, તે જપ્તી કરવા ગયો એટલે વણિક તો ચિડાયો ‘સાલા નાલાયક' એમ બોલતો જાય અને પછી પાછો કહે, ‘મારા જેવો કોઈ નાલાયક જ નથી ને ” અલ્યા તું પોતાને ગાળો દે છે ? પાછો પેલાને એટલી બધી ગાળો દીધી અને બોલે પાછો શું ? “મારા જેવો નાલાયક નથી.’ રૂપિયા ના આપ્યા ત્યારે આ દશા થઈ ને ! એવું કહે અને પાછો પેલાને નાલાયક કહે ! અલ્યા, આ કઈ જાતના છો ? આ તો જાત જાતની ખોપરી છે. હવે એ પેલાને નાલાયક કહે, પછી પોતાનું આવું બોલે, એટલે પછી આપણને હસવું જ આવે ને ?
માટે આ જગતને તો કેમ પહોંચી વળાય ? એટલે આપણે તો શું કહ્યું કે, ‘ભોગવે તેની ભૂલ.’ આપણી ભૂલ છે એવું ક્યારે માલમ પડશે કે જ્યારે આપણને ભોગવવાનું થશે ત્યારે. એ સહેલો રસ્તો છે ને ?
એક ભાઈએ તમને અઢીસો રૂપિયા આપ્યા નહીં ને તમારા અઢીસો રૂપિયા ગયાં, તેમાં ભૂલ કોની ? તમારી જ ને ? ભોગવે તેની ભૂલ. આ જ્ઞાનથી ધર્મ થશે, એટલે સામા પર આરોપ કરવાનો, કષાય કરવાનું બધું છૂટી જશે. એટલે આ ‘ભોગવે તેની ભૂલ’ એ તો મોક્ષે લઈ જાય એવું છે ! આ તો એકઝેટ નીકળેલું ને કે ‘ભોગવે તેની ભૂલ.’
જ્ઞાત પૂર્વેની ભૂમિકા ! પ્રશ્નકર્તા: આ જ્ઞાન ઉત્પન્ન થયું તે પહેલાં તમારી ભૂમિકા ઘણી તૈયાર થઈ ગઈ હશે ને ?
દાદાશ્રી : ભૂમિકામાં કશું આવડતું ન હતું. જો આવડતું નહોતું તે મેટ્રિક નાપાસ થઈ ને પડી રહ્યા. બધામાં મારી ભૂમિકામાં એક ચારિત્ર્યબળ ઊંચું હતું એટલે મેં જોયેલું, છતાં ય ચોરીઓ કરેલી. આ ખેતરમાંથી, બોરાં-બોરાં થાય ને છોકરાઓ જોડે જઈએ. તો આંબો કો'કનો ને કેરી આપણે લઈએ, તે ચોરી ના કહેવાય ? તે નાનપણમાં બધાં છોકરાં કેરીઓ ખાવા જાય તે જોડે જોડે જઈએ. ને હું ખઉં ખરો પણ ઘેર ના લઈ જઉં. ચારિત્ર સારું એટલું જાણું.
ને બીજું, ધંધો કરું છું ત્યારથી મને એમ ખબર નથી કે મેં મારા પોતાના માટે, ધંધા સંબંધી વિચાર કર્યો હોય, અમારો ધંધો ચાલતો હોય તે ચાલ્યા કરે, પણ તમે અત્યારે ત્યાં આવ્યા તે તમને પહેલામાં પહેલું પૂછું કે તમારે કેમનું ચાલે છે ? તમારી શી અડચણ છે ? એટલે તમારું સમાધાન કરું તે પછી આ ભાઈ આવ્યા તે એમને કહ્યું કે તમારે કેમનું ચાલે છે ? એટલે બધી લોકોની અડચણમાં જ પડેલો. આ જ ધંધો મેં આખી જિંદગી કરેલો. કશો ધંધો જ નથી કર્યો કોઈ દહાડો ય.
ફક્ત ધંધો આવડે બહુ. હવે પેલાને ચાર મહિના જાય પછી ગૂંચા ગૂંચા કરતો હોય, તો હું એક દહાડામાં ઉકેલ લાવી આપું.
કારણ કે કોઈનું ય દુઃખ મારાથી સહન ના થાય. અરે, નોકરી હજુ નથી મળતી ? તે છેવટે ચિઠ્ઠી લખી આપું. આમ કરી આપું તેમ કરી આપું પણ રાગે પાડી દઉં. આમ આડે દહાડે ના બોલું, પણ ચિઠ્ઠી લખતી વખતે મોટાભાઈ, મોટાભાઈ લખું.
પ્રશ્નકર્તા : એ સારું કર્યું. દાદાશ્રી : પણ એવું કર્યું. બસ એટલે જ બીજું કશું જિંદગીમાં નથી કર્યું.
મારા ધંધા સંબંધી વાત મેં કોઈને કરી નથી. ધંધા સંબંધી મેં ધ્યાને ય નથી આપ્યું. હું તો લોકોને કેમ સુખ થાય, કેમ અડચણો તૂટે, સર્વિસ ના હોય તેને ચિઠ્ઠી લખી આપું.
અને પેલાને નોકરી ના મળતી હોય ને તો અમારે ત્યાં મુંબઈ મોકલી દઉં.