________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
હિસાબ જડે ભાવ પરથી ! પ્રશ્નકર્તા : ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને ? ભાવ જ બગડી ગયો હોય તો પાછા શી રીતે અપાય ?
દાદાશ્રી : એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછા અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો.
આપણને અડચણ હોય તો આપણે આટલું જોયું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ? તો ચોક્કસ અપાશે, પછી ચિંતા કરવા જેવું નથી.
આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે, પછી એના માટે ચિંતા વરીઝ નહીં કરવાની. ભાવ ચોખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે.
ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, ‘આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !” એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય.
પ્રશ્નકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ?
દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે ભાવ ના બગડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગે ય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું ‘સ્ટેન્ડ' છે, હવે આગળ
‘સ્ટેન્ડ’ નથી.
પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે, ભઈ, પાંચસો પૂરા માગતો હોય તો ‘પાંચસો પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં ! અમે તો શું કહીએ છીએ કે, એનો નિકાલ કરજો, પચાસ આપીને ય તું નિકાલ કરજે. અને કહીએ કે, ‘તું ખુશ છે ને ?” ત્યારે એ કહે કે, “હા, ખુશ છું.” એટલે નિકાલ થઈ ગયો.
જ્યાં જ્યાં તમે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ તમને પાછા મળશે.
કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે. જન્મ્યા ત્યારતી મરણ સુધી બધું ફરજિયાત છે.
આ તો છે એકસ્ટ્રા આઈટમ એક માગતાવાળો એક જણને પજવો હતો, તે મને કહેવા આવ્યો કે, “આ માગતાવાળો મને ગાળો ખૂબ દેતો હતો.” મેં કહ્યું, ‘એ આવે ત્યારે મને બોલાવજે.' પછી પેલો માગતાવાળો આવ્યો, ત્યારે મને એનો છોકરો બોલાવવા આવ્યો. હું એને ઘેર ગયો. હું બહાર બેઠો ને પેલો માગતાવાળો અંદર પેલાને બોલતો હતો, ‘તમે આવી નાલાયકી કરો છો ? આ તો બદમાશી કહેવાય.’ આમ તેમ બહુ ગાળો દેવા માંડ્યો, એટલે પછી મેં અંદર જઈને કહ્યું, ‘તમે માગતાવાળા છો ને ?” ત્યારે કહે, ‘હા, હું માગતાવાળો છું.” મેં કહ્યું, ‘અને આ આપનારા છે. તમારે બેનું એગ્રીમેન્ટ છે. આમણે આપવાનું એગ્રીમેન્ટ (કરાર) કર્યું છે ને તમે લેવાનું એગ્રીમેન્ટ કર્યું છે. અને આ ગાળો તમે દો છો તે એકસ્ટ્રા આઈટમ (વધારાની વસ્તુ) છે, એનું પેમેન્ટ (ચૂકતે) કરવું પડશે. ગાળો દેવાની શરત કરારમાં નથી કરી. ગાળે ચાલીસ રૂપિયા કપાશે. વિનયની બહાર બોલ્યા તો તે ‘એકસ્ટ્રા આઈટમ થઈ કહેવાય, કારણ કે તું કરારની બહાર ચાલ્યો છે.” આવું કહીએ એટલે એ ચોક્કસ પાંસરો થાય અને ફરી આવી ગાળો ના ભાંડે ને અમે તો આવડું આવડું આપીએ કે એનાથી સામું નાબોલાય ને એ પાંસરો થાય.
અમે તો આ દેહ છે ને તે સટ્ટામાં મૂકેલો છે. જેણે સટ્ટામાં મૂકેલો હોય