________________
પૈસાનો વ્યવહાર
૮૨
૮૨
પૈસાનો વ્યવહાર
ગયું હોય ! શું થયું હોય ?
પ્રશ્નકર્તા : મોટું કાળું ચંદ પડી ગયું હોય. દાદાશ્રી : હા, તેજ બેજ બધું જતું રહે કે ના જતું રહે ?
દેવા સાથે મરે તો ? પ્રશ્નકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ?
દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય તો ? દેવું મૂકીને મરી જાય પણ એને મનમાં ઠેઠ સુધી - મરતાં સુધી એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે આ પૈસા આપવા જ જોઈએ. શું ? આ ભવમાં નહીં પણ આવતા ભવે પણ મારે આપવા, જરૂર આપવા જ છે. એવો ભાવ છે, એને વાંધો નથી આવતો અને કેટલાક કહે છે, શું આપવું-લેવું છે ? કોણ પૂછનાર છે ? ત્યારે એવું ત્યાં આગળ !
આપણે અહીં શેઠિયાઓ દસ-વીસ લાખ દબાવીને જ બેસી જવાના. તમને ખબર નહીં હોય કોઈ દબાવે છે એવું ?
પ્રશ્નકર્તા : ખબર છે ને દાદા.
દાદાશ્રી : હાં, એના કરતાં નોકરિયાતને હારું કે કોઈ તો દબાવે નહીં જ ભાંજગડ નહીં.
... તો દેવું ચૂક્વાય અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને લેવાય. ત્યાર પછી ચાર ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપયા એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા. રૂપિયા-બુપિયા અપાય નહીં. આ તો બદા જે દેવાં કરે છે ને તે જે ઉઘરાણીએ આવ્યો તે લઈ ગયો. ત્યારે બીજાના લઈ આવ્યા. આ એકના દસ હજાર લે છે, બીજાને પાંચ હજાર આપી દે છે. પાછા બીજાના લે છે ને બીજાના
આપી દે છે. એમ તેમ કરીને ચક્કર, ચક્કર ચલાવે છે. છેવટે પોક મેલે છે.
ભાવિમાં તો છે અંધકાર અને અત્યારે આ લક્ષ્મી તો રહેવાની નથી. બે-પાંચ વર્ષમાં તો મોટા મોટા શેઠિયાઓ બૂમો પાડશે, ‘હું' ખાલી થઈ ગયો છું.’ માટે અલ્યા, પહેલેથી પાંસરું મરવું 'તું ને ? પાંસરો રહ્યો હોત તો બહુ સારું થાત ! સારે રસ્તે પૈસો ગયો નથી, એ બધું ગટરમાં ગયું હડહડાટ ! હેય, નિરાંતે વાંદરાની ખાડીમાં ! લોકો તો આ પાઈપમાં નાખ્યા જ કરે છે. એટલે ‘અમે' મહાત્માઓને કહ્યું છે, નિર્ભય રહેજો નિર્ભય રહેવું જોઈએ કે નહીં ? નહીં તો ભયસ્થાનો જ છે ને ! ભયસ્થાનો જ છે ને બધું ! અત્યારે શાથી બચ્યા છે ? કંઈ પણ ધોરણ છે આપણી પાસે, નીતિ છે, ધર્મના માટે ભાવ છે એટલે આ કંઈ નિયમમાં રહ્યું છે તો પાર પડશે. ‘દાદા ભગવાન'નું આ વિજ્ઞાન છે. એ કંઈ તમને ઉખેડી નહીં નાખે.
બાકી બહાર તો તમે જોશોને, તો કુદરત લોકોને ઉખેડી નાખશે. અને તેમાં મોટા મોટા વડ તો પડશે, કબીર વડ જેવા નીચે પડશે. પણ જોડે કેટલાં ય જીવડાં બફાઈ જશે, નયાં !
કોઈ કહેશે હું વીસ હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, હું એંસી હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, લાખ મૂકી આવ્યો હતો, તે ગયા. આ તો મોટાં ઝાડો પડે ત્યારે જાય. બે ટકા લેવા કર્યા હતા ને “કંઈ એમ ને એમ ઓછાં આપી આવ્યા'તા ?
આ તો આપણું જ્ઞાન છે ને, એટલે બહુ સારું થઈ ગયું છે. ખોટું થાય તો ય ડંખ્યા જ કરે, બેનો ડિફરન્સ આટલો કે પેલાં ખોટું કરે છે ને ઉપરથી રાજી થાય છે કે મેં કેવાં મૂરક બનાવ્યાં લોકોને અને આ ડંખ્યા કરે. આપણા મહાત્માઓને ખોટું થાય પછી ડંખ્યા કરે છે, કે ના ડંખે ?
પ્રશ્નકર્તા: ડખે.
દાદાશ્રી : એનું નામ મહાત્મા. ખોટું કરે ત્યારે મહીં ડંખ્યા કરે એને. ખોટું કરે ને રાજી થાય એ પેલાં !