________________
પૈસાનો વ્યવહાર
( ૮૧
૮૧
પૈસાનો વ્યવહાર
શું કરવું ?
પ્રશ્નકર્તા છોડી દેવું પડે ?
દાદાશ્રી : આપણે એટલું સમજી જવું કે આ માણસની દાનત, નૈયત ફરી છે. એટલે આ માણસ ભવિષ્યમાં બહુ દુઃખી થવાનો છે. એટલે એની ઉપર આપણે ભગવાનને કહેવું કે ભગવાન એને સબુદ્ધિ આપ. એ માણસ બહુ દુ:ખી થશે અને જેની દાનત ફરી નથી એ સુખી થવાનો છે. તમને કયું ગમે છે ? જેની દાનત નથી ફરી એ સુખી થવાનો છે. એટલે આપણે સમજી જવું કે આની દાનત ફરી તો આ દુ:ખી થવાના છે. હવે જો બધાં ય ની દાનત ના ફરે તો કોણ સુખી થાય ? એટલે અહીં ખાડો હોય તો અહીં ટેકરો કહેવાય. પછી ખાડો જ ના હોય તો લેવલ લેન્ડ થાય.
પ્રશ્નકર્તા : હવે માણસની દાનત ક્યા કારણથી ખરાબ થાય છે ?
દાદાશ્રી : એનું ખરાબ થવાનું હોય ત્યારે એને ફોર્સ માટે કે તું આમ કરી જાને, હઉ થશે. એનું ખરાબ થવાનું માટે. ‘કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ ધર શેડોઝ બીફોર.” (જે બનવાનું છે, તેના પડછાયા પહેલાં પડે.)
પ્રશ્નકર્તા : પણ એ રોકી શકે ખરો ?
દાદાશ્રી : હા, રોકી શકે એને. જો એને જ્ઞાન મળેલું હોય કે તારે ખરાબ વિચાર આવે તો ય પાછળ પશ્ચાતાપ કર. તે આમ કરે, કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળ-ગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી. તો ફેરવી શકે છે. સમજ પડીને ? કંઈ ખુલાસો થાય છે ?
પ્રશ્નકર્તા : ઇચ્છાઓને લીધે દાનત ના બગડે ? દાદાશ્રી : શેની ઇચ્છાઓ ?
પ્રશ્નકર્તા : એને ઇચ્છા થાય કે આ ભોગવી લેવું છે. એટલે હરામના પૈસા પડાવી લે, એમ ?
દાદાશ્રી : દાનત બગાડવી એટલે પાંચ લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો પચીસ રૂપિયા માટે હઉ દાનત બગાડે બળી ! એટલે ભોગવવાની ઇચ્છાની ભાંજગડ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે ? આપવા કરતાં તો આપણે અહીં જ વાપરો. હલ થશે. દેખ લેંગે. એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને.
ભાવ, દેવું ચૂકવવાનો જ ! એટલે આપણે અત્યારે કોઈપણ માણસને એમ કહી શકીએ કે ભઈ, ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તો ય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે. કારણ કે પૈસો કોને વહાલો ના હોય ? એ કહો. કોને ના વહાલો હોય ? દરેકને, પોતાના છોકરાને રૂપિયાનું ચવાણું લાવી આપતા અને પેલાને પાંચ હજાર રૂપિયા ધીરે છે. એટલે પૈસો સહુને વહાલો હોય. એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમે તે ભોગે મારે આપવા જ છે. એવું ડીસીઝન પહેલેથી રાખવું જ જોઈએ. આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ. કારણ કે પૈસા તો દુઃખદાયી છે, પૈસો તો, એને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનો પૈસો ડુબાડાય નહીં. એ મોટામાં મોટી વસ્તુ.
એમ માનો કે કોઈ સાહેબ મુંબઈ ગયા ને કંઈ સોદો કર્યો. સાહેબ રીટાયર્ડ થયા ને મોટો સોદો કર્યો. કમાવાની લાલચો તો હોય ને. અને એમાં કંઈ બે-ત્રણ લાખ રૂપિયાની ખોટ ગઈ એટલે શું હાથ ઊંચા કરી દેવા ? આવડી નાની ઓરડી રાખીને કહીએ કે આપણે રૂપિયા પાછા વાળવા જ છે, એમ નક્કી કરીએ ને તો વરસે બે વરસે પાછું રાગે પડી જાય, આત્માની અનંત શકિતઓ છે.
આજકાલ તો દસ વીસ લાખ રૂપિયા દાબી અને પછી પૂળો (દેવાળું ફૂકે) મૂકે છે. બહુ ખોટું કહેવાય. અનંત અવતાર ખરાબ કર્યા, કૌનો ય પસો ના દબાવાય.
તમે ઓફિસમાં પૈસા ‘ના લીધા તે ફાયદો થયો ને ? તેથી આ દાદા ભેગા થયા. નહીં તો શી રીતે આ દાદા ભેગા થાય ? અત્યારે તો મોટું કાળું ચંદ પડી