________________
પૈસાનો વ્યવહાર
૮૦
પૈસાનો વ્યવહાર
લક્ષ્મી - પચ્ચેથી ? મેં દુનિયામાં ખેલ જોવામાં જ વખત કાઢ્યો છે. બીજું આમાં શું વખત કાઢવાનો ? કમાવાનું, તો હાય, હાય, પૈસો ! એ તો આ પુણ્ય હશે ત્યાં સુધી રાગે પડશે. નહીં તો મહેનત કરી કરીને મરી જશો ને, આ મજૂરો મહેનત કરે જ છે ને, તો ય કશું મળતું નથી.
આ મજૂરો તો આખો દહાડો મહેનત કરે પછી શેઠ શું કહેશે, ‘આજે છૂટા નથી. તારી પાસે સોના છૂટા હોય તો લઈ આવ.' ત્યારે બિચારાને સોના છૂટા કોણ આપે ? અને એટલે પૈસા પેલો ના આપે. તે પૈસા વગર તો બિચારો ધીતેલ ક્યાંથી લાવે ? અરે, ઘી તો ખાય નહીં પણ તેલ ને ચપટી પેલો મસાલો લઈ જવાનું હોય તે પૈસા વગર શી રીતે લઈ જાય. તે પાછો જાય, વીલે મોઢે બિચારો ! અને મજૂરથી ગાળ તો બોલાય નહીં ને શેઠ તો પૈસા ના આપે. અને તો ય ટૈડકાવે. અલ્યા, આખો દહાડો નોકરી કરી, મહેનત કરી તો ય રોકડા મળતા નથી. આ હિસાબ શેનો છે ? અને તમે નોકરીમાં રજા લો તો ય પગાર મળ્યા કરે ને ! એટલે આ લક્ષ્મી તો પુર્યનું ફળ છે.
લક્ષ્મીનો સ્વભાવ જ વિયોગી છે, એ કહેશે મારે હવે સાધન આઠ પેઢી સુધી રહે તો સારું, પણ એનો સ્વભાવ જ વિયોગી એટલે આપણે કહેવું કે તું જા એવી અમારી ઇચ્છા નથી. તું અહીં રહે. પણ છતાં ય તારે જવું હોય તો મારી ના નથી. એવું કહીએ ને એટલે એને એમ ના થાય કે આ અમારી આમને પરવા જ નથી. ‘અમને તારી પરવા દસ વખત છે. પણ જો તારાથી ના રહેવાય, તો તારી મરજીની વાત છે.’ ના રહેવું હોય ત્યારે કંઈ એને માબાપ કહેવાય ? આ તો મા-બાપ હોય તેને મા-બાપ કહીએ.
ધંધાતી ખોટ ધંધો જ પૂરે ! પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું છે.
દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઈ કરિયાણાની દુકાન કાઢ્ય ના પૂરી થાય.
ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ન વળે, ‘કોન્ટ્રાક્ટ'ની ખોટ કંઈ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય.
આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઈ જીવને કિચિત માત્ર દુઃખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે થઈ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાપ્ય છે. માટે કોઈની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઈએ. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવું જોઈએ કે મારે પાઈએ પાઈ ચૂકવી દેવી છે. ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. પણ ખેલાડી ના થશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ !
ખોરી દાનત, દુ:ખી હાલત પ્રશ્નકર્તા : માણસની દાનત કેમ ખરાબ થાય છે ?
દાદાશ્રી : સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં ને ? બધાંની જો સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં. સ્વર્ગ જ કહેવાય ને ! તો પાલખી ઊંચકનારા ય ના હોય ને પાલખીમાં બેસનારા ય ના હોય. ખરાબ દાનત છે તે પાલખી ઊંચકે છે. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : પણ દાનત ખરાબ કેમ થાય છે એ સવાલ છે ?
દાદાશ્રી : બરોબર છે. પહેલી આ સામાન્યભાવે જ વાત કરવી જોઈએને ? પછી પર્સનલ વાત.
જેને આપણે પાંચ હજાર રૂપિયા આપ્યા, હવે તેની દાનત ખરાબ થાય. એટલે આપણે પછી શું કરવાનું ?
પ્રશ્નકર્તા : પછી તો કાયદો સંભાળે. કાયદામાં જે રીતે થતું હોય એ રીતે કરવું પડે.
દાદાશ્રી : હા, કાયદાથી જેટલું બને એટલું કર્યું, છતાં હાથમાં ના આવે તો