________________
પૈસાનો
પૈસાનો
વ્યવહાર
અડચણ આવે નહિ. કોઈ દહાડો ય એમ ના યાદ આવે કે મારે આ ખૂટી પડ્યું છે અને આ તો દસ દહાડા થાય કે “આજે ખાંડ નથી, ઘાસલેટ નથી, ફલાણું નથી, એવું સાંભળવું પડે. બાસમતી ચોખા થઈ રહ્યા છે, હવે પેલા જાડા ચોખા લઈ આવો. ત્યારે શું કરીશું ? એટલે પરોક્ષ ભક્તિ પણ સાચી કરી હોય ને, તો કશું ખૂટે નહીં. વિચારવું પણ ના પડે કે મારે આ જોઈએ છે. વિચાર્યા વગર વસ્તુ આપણી ઉપર આવીને પડે અને પરોક્ષ ભક્તિ ના કરી તેથી તેનું ફળ શું આવ્યું ? કે વસ્તુ લેવા જાય, દોડધામ કરી મેલે, તો ય ભેગી થાય નહિ.
મજૂરોતી શી દશા ? કેટલાક મજૂરો આખો દહાડો મહેનત કરે, બિચારો સાંજના શેઠને કહેશે કે “શેઠ મારે ઘેર કશું ખાવાનું નથી, એટલે મેં તેમને કહ્યું કે સાંજે રોકડા પૈસા આપજો તો જ રહીશ.” ત્યારે શેઠ કહેશે, ‘હા, રોકડા આપીશ કહેલું.’ પણ અત્યારે તો મારી પાસે સોની નોટ છે. લાવ પંચાણું રૂપિયા, તારા પાંચ લઈ લે, નહીં તો જવું હોય તો જા ને રહેવું હોય તો રહે. નાલાયક છે શું ?” એમ બે ગાળો ખાઈને બિચારાને પૈસા વગર ઘેર જવું પડે, શું કરે બિચારો ? મજૂર છે ને ? ત્યારે શેઠનો તો શો દોષ છે ? અત્યારે ભોગવે છે તેનો દોષ છે. શેઠ પાંચ રૂપિયા નથી આપતા પણ ઉપરથી ટૈડકાવે છે. ગાળો દે છે, એમાં કોને ભોગવવું પડ્યું ? મજૂરને. તો મજૂરની ભૂલ છે, અને શેઠને ફળ આપશે ત્યારે શેઠની ભૂલ હશે. મજૂરને ટૈડકાવ્યો, ગાળો દીધી, દુઃખ દીધું, એનું ફળ એને આવશે. પેલાને તો એની ભૂલનું ફળ પાક્યું ને અત્યારે મળી ગયું, શેઠનું તો બંધાયું, તેનું ફળ ઉત્પન્ન થશે, પાકશે પછી વારો આવશે. ત્યાં સુધી શેઠનું તો ચાલ્યું.
સાધ્યો સહકાર, સર્વન્ટ સાથે ? ત્યાં કેવી લાગણી આપણે રાખવી જોઈએ ? કે ધર્મ જેવી વસ્તુ આપણે સમજતા હોઈએ તો આપણી પાસે સોની નોટ હોય તો ગમે ત્યાંથી છુટા લાવીને પેલાને પાંચ રૂપિયા આપી દેવા જોઈએ, પેલો બિચારો પાંચ રૂપિયા માટે આખો દહાડો મહેનત કરે અને એના આવતાં પહેલાં આપણે બેસી રહેવું જોઈએ કે એ ક્યારે આવે ને ક્યારે એની મજૂરી લઈ જાય. એના આવતાં પહેલાં કહીએ કે
લે ભાઈ તારા પાંચ રૂપિયા ! એક મિનિટે ય મોડું ના કરાય. કારણ કે એને તો હજુ મરચું લેવાનું હોય, આમલી લેવાની હોય, બીજું શું શું લેવાનું ના હોય ? પાછી તેલની શીશી લાવેલો હોય, તેમાં થોડું તેલ લઈ જાય, એવું બધું લઈને ઘેર જાય ત્યાર પછી જમવાનું બનાવે. અમારે તો કામ પર મજૂરી હોય તે અમે આવું બધું જાણીએ. તે અમારો કાયદો એવો કે મજૂરના પૈસામાં કશું આઘુંપાછું થઈ ગયું હોય તો ખબર લઈ નાખું. બધું કડક ખાતું. એમને બિચારાને તો મહાદુ:ખ, તે એમને વધારે મુશ્કેલીમાં આપણાથી કેમ મુકાય ?
પ્રકારો પુણ્યતા પુણ્યશાળીઓને ઓછી મહેનતે બધું ફળે. એટલે સુધી પુણ્ય થઈ શકે છે. સહજ વિચાયું, કશું આઘાપાછા ના થયા તો બધી વસ્તુઓ વિચાર પ્રમાણે મળી આવે એ સહજ પ્રયત્ન. પ્રયત્ન નિમિત્ત છે, પણ સહજ પ્રયત્ન એટલે એને પુરુષાર્થ કહેવો, એ બધી વ્યાખ્યા બધી ભૂલભરેલી છે.
લક્ષ્મી એટલે પુણ્યશાળી લોકોનું કામ છે. પુણ્યનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્ય કહેવાય, પેલા કરતાં અને એથી આગળનું શું ? વાણીની માથાકૂટ કરવી ના પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથીયે આગળ કયું ? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન, એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઈ જાય. એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકેય મહેનત કંઈક જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એ મનુષ્યમાં એમ ન થઈ શકે. દાદાશ્રી : મનુષ્યમાં હલ થાય. કેમ ના થાય ? મનુષ્યમાં તો જોઈએ એટલું થાય. પ્રશ્નકર્તા : એ તો એમ કહેલું કે દેવલોકમાં એમ થાય ?