________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
પાછા આવે, ત્યારે બાઈસાહેબ શું કહેશે, ‘દોઢ કલાક લેટ થયા, ક્યાં ગયા હતા ?” આ જુઓ પુણ્યશાળી (!) પુણ્યશાળીને આવું હોતું હશે ? પુણ્યશાળીને એક અવળો પવન ના વાગે. નાનપણમાંથી જ એ ક્વૉલિટી જુદી હોય. અપમાનનો જોગ ખાધેલો ના હોય. જ્યાં જાઓ ત્યાં “આવો આવો ભાઈ’ એવી રીતે ઉછરેલાં હોય અને આ તો જ્યાં ને ત્યાં અથડાયો ને અથડાયો. એનો અર્થ શું છે તે ? પાછું પુણ્યે ખલાસ થાય એટલે હતા એના એ ! એટલે તું પુણ્યશાળી નથી તો આખી રાત પાટા બાંધીને ફરે, તોય સવારમાં કંઈ પચાસ મળી જાય ? માટે તરફડિયાં માર નહિ. ને જે મળ્યું તેમાં ખા-પીને સૂઈ રહેને છાનોમાનો.
પ્રશ્નકર્તા : એ તો પ્રારબ્ધવાદ થયો ને !
દાદાશ્રી : ના, પ્રારબ્ધવાદ નહિ. તું તારી મેળે કામ કર. મહેનત કરીને રોટલા ખા. બાકી બીજાં તરફડિયાં શું કરવા માર માર કરે છે ? આમ ભેગા કરું ને તેમ ભેગા કરું ! જો તને ઘરમાં માન નથી, બહાર માનું નથી, તો શાનો તરફડિયાં મારે છે ? અને જ્યાં જાય ત્યાં એને ‘આવો બેસો’ કહેનાર હોય, એવી મોટામાં મોટી પુણ્ય લાવેલા હોય એની વાત જ જુદી હોય ને ?
આ શેઠ આખી જિંદગીના પચ્ચીસ લાખ લઈને આવ્યા હોય તે પચ્ચીસ લાખના બાવીસ લાખ કરે છે. પણ વધારતા નથી. વધે ક્યારે ? હંમેશા ય ધર્મમાં રહે તો. પણ જો પોતાનું મહીં ડખો કરવા ગયો તો બગડ્યું. કુદરતમાં હાથ ઘાલવા ગયો કે બગડ્યું. લક્ષ્મી આવે છે, એને એ જાણે છે કે આ રેતીમાંથી લક્ષ્મી આવે છે. એટલે એ રેતીને પીલ પીલ કરે છે. પણ કશું મળતું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે. ખાલી પુણ્યનું જ ફળ છે. મહેનતનું ફળ હોત ને તો તો બધી મજૂરોના હાથમાં જ ગઈ હોત અને અક્કલનું ફલ હોત ને, તો આ લોખંડના વેપારી જેવા કોઈ અક્કલવાળા નહીં, તો બધી લક્ષ્મી ત્યાં ગઈ હોત. પણ એવું નથી. લક્ષ્મી એ તો પુણ્યેનું ફળ છે.
લક્ષ્મી તો પુણ્યેની આવે છે. બુદ્ધિ વાપરવાથી ય નથી આવતી. આ મિલમાલિકો ન શેઠિયાઓમાં છાંટો ય બુદ્ધિ ના હોય પણ લક્ષ્મી ઢગલાબંધ આવતી હોય ને એમનો મુનીમ બુદ્ધિ વાપર વાપર કરે, ઇન્કમટેક્ષની ઑફિસમાં જાય, ત્યારે
સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જ્યારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય.
અhવાળો મુવીમ કે શેઠ ? લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રિકો વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોય તો આપણા પ્રધાનોને ચાર આનાય મળત નહીં. આ લક્ષ્મી તો પુણ્યની કમાય છે. ગાંડો હોય તો ય પચ્ચેથી કમાયા કરે.
એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા, અમદાવાદમાં સ્તોને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી, એવો પલંગ, સામે ટિપોય ! અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઈન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર, જમીનની ઊંચે દોઢ ફૂટે માથું, મોઢાનો ત્રિકોણ આકાર અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરાં જેવા એ બાજુમાં ફોન. તે ખાતાં ખાતાં ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે. ફોનની ઘંટડી વાગે ને શેઠ કહે કે ‘બે હજાર ગાંસડી લઈ લો', ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઈ જાય. મુનીમજી બેઠા બેઠા માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય, આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુર્થ્યને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખો તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પચ્ચે ક્યાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના. ના સમજીને ભજ્યા તેથી ! કોઈની ઉપર ઉપકાર કર્યા, કોઈનું ભલું કર્યું. એ બધાથી પુણ્યે બંધાઈ. ભગવાનને ના સમજીને ભજે છતાં, અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તોય દઝાય ને ?
પાંસરી પરોક્ષ ભક્તિ ય પૈસો લાવે ! ‘પ્રત્યક્ષ' ના મળે ત્યાં સુધી ‘પરોક્ષ' કરવું જોઈએ. પણ લોકોનો ‘પરોક્ષ'ની સાચી ભક્તિ મળતી નથી. જો પરોક્ષની સાચી ભક્તિ મળતી હોત ને તો શેર કશી