________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા: પૈસા એ વિનાશી ચીજ છે. છતાં પણ એના વગર ચાલતું નથીને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઈએ.
દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી - ના મળવી એ પણ પોતાની સત્તાની વાત નથીને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી કરીને મરી જાય છે. છતાં માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.
લક્ષ્મી, અલતું ઉપાર્જત ? વાત તો સમજવી પડશે ને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહિ, આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવવા માટે નથી. પૈસા શેનાથી કમાતા હશે ? મહેનતથી કમાતા હશે કે બુદ્ધિથી ?
પ્રશ્નકર્તા : બંનેથી.
પ્રશ્નકર્તા : જેની પુણ્ય એના છત્તા પડે.
દાદાશ્રી : બસ, એમાં તો અક્કલ ચાલે જ નહિં ને ! અક્કલવાળાનું તો ઉલટું ઊંધું થાય. અક્કલ તો એને દુઃખમાં હેલ્પ કરે છે. દુ:ખમાં કેમ કરીને સમોવડિયું કરી લેવું, એવી એને હેલ્પ કરે છે.
.... કે પુણ્યનું ઉપાર્જત ? આ મોટામોટા ચક્રવર્તી રાજાઓ હતા તેમને આ દહાડો છે કે રાત છે, તેની ખબર ન હતી. તેય સૂર્યનારાયણેય ના જોયો હોય તો ય મોટું રાજ કરતા'તા. કારણ કે પુણ્ય કામ કરે છે.
પ્રશ્નકર્તા : શાલિભદ્ર શેઠને પેટીઓ આવતી હતી ને ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: આ શાલિભદ્રને કહે છે કે ઉપરથી દેવો સોના મહોરની પેટીઓ રોજ આપતા તો એ સાચું ?
દાદાશ્રી : આપે. બધું આપે. એનું પુણ્ય હોય ત્યાં સુધી શું ના આપે ? પુણ્ય હોય ત્યારે શું ના આપે ? અને દેવ જોડે ઋણાનુબંધ હોય, એમના સગાવહાલા ત્યાં ગયા હોય ને પુણ્ય હોય તો એમને શું ના આપે ?
કોણ, કોની પાછળ ? લક્ષ્મીજી તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે, અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે, ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુર્થ વગર લક્ષ્મી ના મળે.
એટલે ખરી હકીકત શું કહે છે કે તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયાં શું કરવા મારે છે ?
પુણ્યશાળી તો કેવો હોય ? આ અમલદારો ય ઓફિસેથી અકળાઈને ઘેર
દાદાશ્રી : જો પૈસા મહેનતથી કમાતા હોય તો આ મજૂરોની પાસે ઘણા બધા પૈસા હોય. કારણ કે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને ! અને પૈસા બુદ્ધિથી કમાતા હોય તો આ બધા પંડિતો છે જ ને ! પણ તે એમને તો પાછળ ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. પૈસા કમાવા એ બુદ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્ય કરેલી છે તેના ફળરૂપે તમને મળે છે. અને ખોટ એ પાપ કરેલું તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ.
અક્કલવાળા તો, ભૂલેશ્વરમાં અર્ધા ચપ્પલ ઘસાયેલા બધા બહુ માણસો અક્કલવાળા છે. કોઈ માણસ મહિને પાંચસો કમાય છે, કોઈ સાતસો કમાય છે, કોઈ અગિયારસો કમાય છે. કૂદાકૂદ કરી મેલે છે કે “અગિયારસો કમાઉં છું” કહે છે ! અરે પણ તારું ચંપલ તો અધું ને અધું જ છે. જો અક્કલનાં કારખાનાં ! એ કમઅક્કલના બહુ કમાય છે. અક્કલવાળો પાસા નાખે તો છત્તા પડે કે મૂરખ માણસના પાસા છત્તા પડે ?