________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
અને ભગવાન શું કામમાં લાગવાના ? ભગવાન કામમાં લાગવાના નહીં એટલે ધ્યાન ના રહે. જ્યારે એવી ગરજ ફૂટે, ભગવાનમાં જ ગરજ આવે ત્યારે ધ્યાન રહે. ગરજ નથી લાગી, ગરજ પૈસામાં છે.
પ્રીતિ, લક્ષ્મીની કે તારાયણતી ? આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે ને ! હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે એટલે લક્ષ્મી ઉપર જ વધારે પ્રીતિ છે. લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી જોડે ને કાં તો નારાયણ જોડે. તમને ઠીક લાગે ત્યાં રહો. લક્ષ્મી રંડાપો આપશે. મંડાવે તે રંડાવે પણ ખરું ! ને નારાયણ મંડાવે નહીં ને રંડાવે પણ નહીં; નિરંતર આનંદમાં રાખે, મુક્તભાવમાં રાખે.
જ્ઞાની પુરુષ પાસે એક વખત લૂંટીએથી હસ્યા ત્યારથી જ મહીં ભગવાન જોડે તાર જોઈન્ટ થઈ ગયો. કારણ કે તમારી મહીં ભગવાન બેઠેલા છે. પણ અમારી મહીં ભગવાન સંપૂર્ણ વ્યક્ત થયા છે, જ્યારે તમારામાં વ્યક્ત નથી થયા, બસ એટલું જ છે. પણ શી રીતે વ્યક્ત થાય ? જ્યાં સુધી ભગવાન સામે સન્મુખ થયા નથી ત્યાં સુધી શી રીતે વ્યક્ત થાય ? તમે ભગવાનની સન્મુખ થયા હતા કોઈ દહાડોય ?
પ્રશ્નકર્તા: આમ તો અમે લક્ષ્મી સામે સન્મુખ થયા છીએ. દાદાશ્રી : એ તો આખું જગતેય લક્ષ્મી સામે સન્મુખ થયું છે ને ? અને તમે શેઠ લક્ષ્મી સામે સન્મુખ થયા છો કે વિમુખ ? પ્રશ્નકર્તા : હું તો એનાથી ઉદાસીન છું.
દાદાશ્રી : એમ ? એટલે તમે સન્મુખે ય નહીં ને વિમુખે ય નહીં એવી રીતે ? ઉદાસીન એ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. લક્ષ્મી આવે તો ય ભલે ને ન આવે તો ય ભલે ને ?!
કિમત કોની વધુ ? પરાણે ભગવાનની જોડે પ્રીતિ કરવા જઈએ એમાં શું વળે ? અને રૂપિયા જોડે જુઓને, કોઈ કહેતું નથી, તો યે પણ એકાગ્ર એટલો કે કશું તે ઘડીએ બૈરીછોકરાં બધું ભૂલી જાય !
લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં ? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી ! લક્ષ્મી, સોનું બધું એમાં એકમાં જ આવી ગયું. બીજી કોઈ એવી ચીજ છે, બધું ભૂલાડી દે એવી ? એકાગ્ર કરાવડાવે એવી ?
પ્રશ્નકર્તા : ખ્યાલ નથી આવતો.
દાદાશ્રી : નહીં ? સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભૂલાડે. ભગવાન તો યાદ જ ના આવવા દે. આ જે તમને થોડા યાદ આવે છે, પણ એકાગ્રતા થાય કેવી રીતે ? ભગવાન ઉપર ભાવ જ નથી ને ! જ્યાં રુચિ ત્યાં એકાગ્રતા. કાયદો કેવો ? રુચિ ત્યાં એકાગ્રતા. રુચિ ના હોય તો એકાગ્રતા કેમ થાય ?
માટે પ્રીતિ પૈસા ઉપર છે. જ્યાં પ્રીતિ હોય ત્યાં એકાગ્રતા રહે જ. ભગવાન ઉપર પ્રીતિ નથી. એટલી જ પ્રીતિ જો ભગવાન ઉપર થાય તો તેમાં એકાગ્રતા રહે.
પ્રશ્નકર્તા : તો પૈસા ઉપરની પ્રીતિ હટાવવી કેવી રીતે ?
દાદાશ્રી : એ તો બેમાંથી કઈ કિંમત વધારે છે, એ કિંમત બધા લોકોને પૂછવી કે પૈસાની કિંમત વધારે છે કે ભગવાનની કિંમત વધારે છે ?! જેની કિંમત હોય ત્યાં પ્રીતિ કરો. અમારે પૈસાની જરૂર નહીં. કારણ કે અમારે ભગવાનની પ્રીતિ; ચોવીસેય કલાક ભગવાનની જોડે રહેવાનું. એટલે અમને પૈસાની પ્રીતિ ના હોય.
લક્ષ્મી વિલા, ‘ગાડી' ચાલે ? પ્રશ્નકર્તા : કોઈ માણસને જરૂરિયાત હોય એટલે પૈસાની પાછળ પડવું પડે
દાદાશ્રી : પાછળ પડવાથી જો પૈસો થતો હોયને, તો આ મજૂરોને પૈસા પહેલાં મળે, કારણ કે આ તો પૈસા હારુ બાર કલાક પાછળ પડે છે.