________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
દાદા ભગવાન
કથિત પૈસાનો વ્યવહાર
(૧) લક્ષ્મીજીનું આવત-જાવન !
એકાગ્રતા શેમાં ? પ્રશ્નકર્તા : પ્રભુસ્મરણ કરીએ છીએ, પણ એકાગ્રતા મેળવવા માટે શું કરવું?
દાદાશ્રી : પ્રભુસ્મરણ કરતાં એકાગ્રતા નથી રહેતી ? પ્રશ્નકર્તા : બરાબર થતી નથી, એવું લાગે છે.
દાદાશ્રી : બેન્કમાંથી પગાર લેવા જાવ છો ત્યારે ? રૂપિયા ગણતી વખતે એકાગ્રતા થાય છે ? કે નથી થતી ?
પ્રશ્નકર્તા: એ ખબર નથી પડતીને ! દાદાશ્રી : ભગવાન ઉપર પ્રેમ ખરો ? પ્રશ્નકર્તા : ખરો. દાદાશ્રી : પૈસા જેટલો ? પ્રશ્નકર્તા : પૈસા જેટલો જ.
દાદાશ્રી : અરે, પૈસા જેટલો ય નહીં. જો પૈસા જેટલો પ્રેમ ભગવાન ઉપર રાખતા હોય ને, તોય બહુ કલ્યાણ થઈ જાય. પેલું ગમે છે ને પ્રભુ ગમતા નથી. જયાં ગમે ત્યાં એકાગ્રતા થાય. તમને ગમતું થાય ત્યાં એકાગ્રતા થાય. ગમતું નથી એટલે પછી એકાગ્રતા કેમ થાય છે ?
રૂપિયા ગણતા હોય ને, તો છોકરું આવ્યું હોય તો એને જોયું ના જોયું કરી નાખીએ. કારણ કે આપણે ભૂલી જઈએ, સાચી વાત છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : જો ત્યારે બધું ! પૈસામાં એકાગ્ર થયો. આમાં નથી થતો હજુ. પણ આ તો ભગવાન ઉપર જરાય રુચિ નથી.
ગરજ હોય, તેમાં...
પ્રશ્નકર્તા : થાય.
પૈસા ગણતી વખતે ધ્યાન આઘુંપાછું ના થાય, એવું ધ્યાન રહેવું જોઈએ. ધ્યાન શાથી પૈસામાં રહે છે ને બીજામાં નથી રહેતું ? એનું કંઈ કારણ હશેને ? શું કારણ ?
પ્રશ્નકર્તા : મોહમાયામાં ફસાય છે ?
દાદાશ્રી : રૂપિયા, રૂપિયાની નોટો આપીને, દસ હજારની નોટો આપે, તો ગણો કે ના ગણો ? કે એમને એમ લઈ લો ?
પ્રશ્નકર્તા : ગણવી પડેને ! દાદાશ્રી : તે ઘડીએ એકાગ્ર રહો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમાં એકાગ્રતા થાય છે તો પ્રભુમાં કેમ ના થાય ?
દાદાશ્રી : જે કામમાં લાગવાનું છે કે, તેમાં ધ્યાન રહે, ભગવાન શું કામમાં લાગવાનો છે ? કામમાં લાગવાના હોય તેમાં ધ્યાન રહે કે ના રહે ? પૈસા કામમાં લાગવાના છે. કાલ સવારે તેલ લાવવાનું છે, ઘી લાવવાનું છે, ફલાણું લાવવું પડે,