________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : દેવલોકનું બધું સિદ્ધ થાય પણ અહીંયા ય કોઈ કોઈ સંકલ્યસિદ્ધિ થઈ જાય. બધું થાય. આપણું પુણ્ય જોઈએ. પુણ્ય નથી. પુણ્ય ખૂટી પડ્યાં છે. જેટલી મહેનત એટલો અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી પડે છે !
દુઃખ કોને કહેવાય ? સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ ભોગવતાં આવડવું જોઈએ. આ જગતમાં તો ભગવાને કહ્યું કે જેટલી આવશ્યક ચીજ છે એમાં જો તને કમી થાય તો દુ:ખ લાગે, સ્વાભાવિક રીતે. અત્યારે હવા જ બંધ થઈ ગઈ હોય એને શ્વાસોશ્વાસ અને ગુંગળામણ થતી હોય તો આપણે કહીએ કે દુઃખ છે આ લોકોને. શ્વાસોશ્વાસ ને ગુંગળામણ થાય એવું વાતાવરણ થયું હોય તો દુ:ખ કહેવાય. બપોર થાય. બે-ત્રણ વાગતાં સુધી ખાવાનું ના થાય તો આપણે જાણીએ કે આને દુ:ખ છે કંઈ, જેના વગર શરીર જીવે નહીં એવી આવશ્યક ચીજો, એ ના મળે તો એને દુઃખ કહેવાય. આ તો છે, ઢગલેબંધ છે, બળ્યું એને ભોગવતાં ય નથી ને બીજી વાતમાં જ પડ્યાં છે. એને ભોગવતા જ નથી. ના કશુંય નહીં, એના બાપના સમ જો ભોગવ્યું હોય તો, કારણ કે એક મિલમાલિક જમવા બેસે તો બત્રીસ ભાતની રસોઈ હોય, પણ એ મિલમાં મૂઓ હોય. શેઠાણી કહે કે ભજિયાં શાનાં બનાવ્યા છે ? ત્યારે કહે, મને ખબર નથી, તારે પૂછપૂછ ના કરવું. એવું બધું છે આ.
લક્ષ્મીવાત અંતે, તો.... લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય. આમની પાસે લક્ષ્મી વધુ છે, પણ જોડે જોડે આ દાનેશ્વરી છે, એટલે સારું છે. નહીં તો મજૂર જ કહેવાયને ! એ આખો દહાડો વૈતરું કર્યા જ કરતો હોય, એને બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય. કોઈની ય ના પડેલી હોય, લક્ષ્મી એકલાની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી પેલી તિર્યંચ ગતિમાં લઈ જાય કારણ કે પાપાનુબંધી પુણ્ય છે ને. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તો વાંધો નથી. પુણ્યાનુબંધી
પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા કરે. દાનેશ્વરી છે એટલે આ ફાવ્યા. નહીં તો ભગવાનને ત્યાં આ પણ મજૂર જ ગણાત.
વાપરે એનું નાણું ! આ જગત તો એવું છે. એમાં ભોગવનારાં ય હોય ને મહેનત કરનારાં ય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારાં એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનરાંમાં એ અહંકાર ના હોય, ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલાં મહેનત કરનારાંને અહંકારનો ગર્વરસ મળે.
એક શેઠ મને કહે, ‘આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.” મેં કહ્યું, ‘કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્ય ભોગવતો હોય એમાં આપણે શું કરવા ડખો કરીએ ?” ત્યારે એ મને કહે કે, “એમને ડાહ્યા નથી કરવા ?” કહ્યું, ‘જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂરી કહેવાય. પણ મહેનત કરે છે અને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક, શેઠ આવ્યા, શેઠ આવ્યા, કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.
લક્ષ્મીના જાપ જપાય ? અત્યારે છે એ તો લક્ષ્મી જ ના કહેવાય. આ તો પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી. તે પુણ્ય એવાં બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલાં તેનું પુણ્ય બંધાયેલું. તેનું ફળ આવ્યું. તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી માણસને ગાંડો-ઘેલો બનાવી દે. આને સુખ જ કેમ કહેવાય તે ? સુખ તો પૈસાનો વિચાર ના આવે તેનું નામ સુખ. અમને તો વર્ષમાં એકાદ દિવસ વિચાર આવે કે ગજવામાં પૈસા છે કે નહીં.
પ્રશ્નકર્તા: બોજારૂપ લાગે ?
દાદાશ્રી : ના, બોજો તો અમને હોય જ નહિ. પણ અમને એ વિચાર જ ના હોય ને ! શેને માટે વિચાર કરવાના ? બધું આગળ-પાછળ તૈયાર જ હોય